સુશાંત સુસાઈડ કેસ / બિહાર પોલીસે કહ્યું, રિયાની હાલ પૂછપરછ કરવાની જરૂર નથી પરંતુ તેના પર નજર રાખવામાં આવશે

sushant suicide case Bihar police will interrogate the cast of 'Dil Bechara' and try to contact Rhea again
X
sushant suicide case Bihar police will interrogate the cast of 'Dil Bechara' and try to contact Rhea again

  • શુક્રવારે બિહાર પોલીસે ફિલ્મ ‘દિલ બેચારા’ના ડિરેક્ટર મુકેશ છાબરા સાથે વાત કરી હતી
  • સુશાંતના હાઉસ કીપરે કહ્યું કે રિયાની પરવાનગી વગર સુશાંતને કોઈ મળી શકતું નહોતું

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 02:18 PM IST

મુંબઈ. સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસની તપાસ માટે મુંબઈ આવેલી બિહાર પોલીસે કહ્યું હતું કે રિયા ચક્રવર્તીની હાલ પૂછપરછ કરવાની જરૂર નથી પરંતુ તેના પર નજર રાખવામાં આવી રહી છે. આ પહેલાં પોલીસે સુશાંતના ફ્લેટની તપાસ કરી હતી અને ત્યાંથી કેટલીક વસ્તુઓ પણ લીધી હતી.

બિહાર પોલીસ શનિવાર (પહેલી ઓગસ્ટ)ના રોજ એક્ટરની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’માં કામ કરી ચૂકેલા કલાકારોની પૂછપરછ કરશે. આ પહેલાં 31 જુલાઈના રોજ ફિલ્મના ડિરેક્ટર મુકેશ છાબરા સાથે બિહાર પોલીસે વાત કરી હતી. બિહાર પોલીસ જાણવા માગે છે કે અંતિમ ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર કેવું વાતાવરણ હતું. બિહાર પોલીસ ફિલ્મના કલાકારો પાસેથી રિયા તથા સુશાંતના સંબંધો અંગે વિસ્તૃત માહિતી મેળવવા ઈચ્છે છે.

સૂત્રોના મતે, ‘દિલ બેચારા’ ફિલ્મમાં કામ કરનાર સાહિલ વૈદ્ય ઉપરાંત સુશાંતના નવા ડ્રાઈવર તથા સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે. બિહાર પોલીસ ફિલ્મ એક્ટ્રેસ સંજના સાંઘીની ફોન પર પૂછપરછ કરી શકે છે. સંજના હાલમાં દિલ્હીમાં પોતાના પરિવાર સાથે છે. આ ઉપરાંત બિહાર પોલીસ રિયા તથા તેના ભાઈની પણ પૂછપરછ કરવાનો પ્રયાસ કરશે. બિહાર પોલીસ જાણવા માગે છે કે જો સુશાંત માનસિક રીતે અસ્વસ્થ હતો તો નવી ફિલ્મની સ્ટોરી પર કેવી રીતે વાતચીત કરતો હતો?

હાઉસ કીપર તથા બેંકરની પણ પૂછપરછ
બિહાર ટીમે શુક્રવાર (31 જુલાઈ)ના રોજ સુશાંતના ઘરના હાઉસ કીપર તથા એક્ટરના બેંક અકાઉન્ટનું ધ્યાન રાખનાર બેંકરની પણ પૂછપરછ કરી હતી. સૂત્રોના મતે હાઉસ કીપરે કહ્યું હતું કે રિયા ચક્રવર્તીની પરવાનગી વગર કોઈ પણ ઘરમાં આવી શકતું નહોતું અને સુશાંતને કોઈ પણ વ્યક્તિ મળી શકતી નહોતી. ત્યાં સુધી કે કોઈને પણ સુશાંતના રૂમમાં જવાની પરવાનગી નહોતી.

બિહાર પોલીસ સુશાંતના ફ્લેટમાં જઈને તપાસ કરશે
સુશાંતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. 31 જુલાઈ, શુક્રવારના રોજ પટના પોલીસ આ ફ્લેટ પર આવી હતી. સુશાંતના નોકર નીરજ, અપાર્ટમેન્ટના ગાર્ડ, સોસાયટીના મેનેજર તથા ફ્લેટના માલિકની પૂછપરછ કરવામાં આવી હતી. સુશાંત તથા રિયાના સંબંધોની સાથે એ માહિતી પણ લેવામાં આવી હતી કે અહીંયા કોણ કયા સમયે આવતું હતું. આસપાસના લોકોની પણ પૂછપરછ કરી હતી. સૂત્રોના મતે,બિહાર પોલીસે સુશાંતના ફ્લેટમાંથી કેટલીક વસ્તુઓ લીધી હતી અને હવે તેની તપાસ કરવામાં આવશે.

બિહાર પોલીસની ટીમ કૂપર હોસ્પિટલ પણ ગઈ હતી
સુશાંતનું કૂપર મ્યુનિસિપલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બિહાર પોલીસ પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરની પૂછપરછ કરવાના આશયથી હોસ્પિટલ ગઈ હતી. જોકે, ડૉક્ટરે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અંગે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી. ડૉક્ટરે કહ્યું હતું કે તેમણે મુંબઈ પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પહેલા જ આપી દીધો છે. બિહાર પોલીસ ઈચ્છે તો મુંબઈ પોલીસ પાસેથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેળવી શકે છે.

મુકેશ છાબરાએ પોલીસને આ નિવેદન આપ્યું
બિહાર પોલીસ સૂત્રોના મતે, મુકેશ છાબરાએ કહ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું હતું અને એડિટિંગ પર કામ ચાલતું હતું. તે સમયે સુશાંત માનસિક રીતે સ્વસ્થ હતો. જોકે, રિયા ચક્રવર્તીના આવ્યા બાદ સુશાંતના જીવનમાં ઘણું જ પરિવર્તન આવી ગયું હતું. સુશાંત સિંહ પોતાના ખાસ મિત્ર મહેશ શેટ્ટીને 10 મહિના બાદ મે મહિનામાં છેલ્લીવાર મળ્યો હતો.

બિહાર પોલીસ આ મુદ્દાઓ પર તપાસ કરી રહી છે

  • બેંક અકાઉન્ટમાં કેટલા રૂપિયા હતા અને પૈસા ક્યારે કોને ટ્રાન્સફર કરવામાં આવ્યા, આની તપાસ થઈ રહી છે
  • રિયા ચક્રવર્તીની આમાં શું ભૂમિકા છે? 15 કરોડ રૂપિયા પર રિયાની કંપનીની પણ તપાસ થશે
  • સુશાંતના ડિપ્રેશનની વાતમાં કેટલી સચ્ચાઈ છે?
  • સુશાંતના નિકટના લોકો પાસેથી આ અંગેની માહિતી ભેગી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે

બિહાર પોલીસે મુંબઈ પોલીસને પત્ર લખ્યો છે
મીડિયા રિપોર્ટ પ્રમાણે, મુંબઈ તથા બિહાર પોલીસ વચ્ચે આ કેસમાં કોઈ તાલમેલ નથી અને આથી જ પટનાના SPએ બાંદ્રાના DCPને પત્ર લખ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈ આવેલી બિહાર પોલીસની ટીમને કાર આપવામાં આવે અને ટીમમાં એક મહિલા પોલીસની વ્યવસ્થા કરી આપવામાં આવે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી