સુશાંત સુસાઈડ કેસ:સ્ટિંગ ઓપરેશનમાં સુશાંત સિંહના નિકટના મિત્રનો ખુલાસો- એક્ટરનો મર્ડર કેસ પૂર્વ મેનેજર દિશા સાથે જોડાયેલો છે, સંદીપ સિંહને બધી જ ખબર હતી

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા-નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે રિપબ્લિક ટીવીના સ્ટિંગ ઓપરેશનમાં સુશાંતના નિકટના મિત્રે સંદીપ સિંહ પર આક્ષેપો મૂક્યા છે. આ મિત્રનો દાવો છે કે સુશાંત તથા તેની પૂર્વ મેનેજર દિશા સલિયનનું મર્ડર એકબીજા સાથે જોડાયેલું છે અને સંદીપને આ અંગે બધી જ ખબર હતી. સુશાંતે આ કેસમાં સંદીપ પર વિશ્વાસ મૂકીને તેને પૂરી વાત કહી હતી પરંતુ તેણે બધાને આ વાત કહીને સુશાંતને મુશ્કેલીમાં મૂકી દીધો હતો.

સ્ટિંગ ઓપરેશન દરમિયાન સુશાંતના મિત્રે કહ્યું હતું કે સુશાંતનો કેસ સીધી રીતે દિશા સલિયનના કેસ સાથે જોડાયેલો છે. દિશાની સાથે કંઈક ખોટું થઈ રહ્યું હતું અને સુશાંતને આ અંગે ખબર હતી. સુશાંત હંમેશાં સત્યની સાથે ઊભો રહેતો હતો. આ જ કારણ છે કે તેણે માત્ર પાંચ દિવસમાં 50 સિમ કાર્ડ ચેન્જ કર્યા હતા. જે છોકરો છેલ્લાં ચાર વર્ષથી એક સિમ કાર્ડનો ઉપયોગ કરતો હોય તે 50 સિમ કાર્ડ બદલે છે. દિશાએ સુશાંતને ફોન કર્યો હતો અને સુશાંતે સંદીપને ફોન કરીને કહ્યું હતું કે તે મીડિયા સમક્ષ કંઈક મોટો ખુલાસો કરવાનો છે. જોકે, માત્ર બે જ ફોન કૉલમાં આ વાત ખતમ થઈ ગઈ. કદાચ દિશાએ સુશાંત પાસે મદદ માગી હોય. જોકે, સુશાંતે ભૂલ કરી નાખી. તેણે સંદીપને કંઈ જ કહેવાની જરૂર નહોતી. તેણે સંદીપ પર વિશ્વાસ કર્યો અને તેણે બધાને કહી દીધું.

સુશાંતના અન્ય એક નિકટના સાથીએ ચેનલ સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી હતી. તેણે પણ એમ જ કહ્યું હતું કે સુશાંત તથા દિશાનું મર્ડર એકબીજા સાથે જોડાયેલું છે. દિશાએ ઈન્ડસ્ટ્રીના મોટા લોકો અંગે સુશાંત સાથે વાત કરી હતી. સુશાંત આ અંગેનો ખુલાસો મીડિયા સમક્ષ કરવા માગતો હતો.

સંદીપ સિંહ છેલ્લાં 10 મહિનાથી સુશાંતના સંપર્કમાં નહોતો
સંદીપ તથા સુશાંત એકબીજાના નિકટના મિત્રો હતા. જ્યારે સુશાંત તથા અંકિતા રિલેશનમાં હતાં ત્યારે સંદીપ મોટાભાગે તેમની સાથે જ રહેતો હતો. ચેનલ સાથેની વાતચીતમાં સંદીપે કહ્યું હતું કે તે છેલ્લાં 10 મહિનાથી સુશાંતના સંપર્કમાં નહોતો. તેમની વચ્ચે માત્ર મેસેજમાં વાત થતી હતી.

અન્ય સમાચારો પણ છે...