સુશાંત આત્મહત્યા કેસ:બહેન પ્રિયંકાની જૂની વોટ્સએપ ચેટ સામે આવી, જીજુને કહ્યું હતું- રિયા સુશાંતને કામ, પ્રસિદ્ધિ અને પૈસા માટે વાપરી રહી છે

2 વર્ષ પહેલા
  • પ્રિયંકાના મેસેજ પછી જીજુ ઓપી સિંહે મુંબઈના DCPને સતર્ક કર્યા હતા
  • IPS ઓપી સિંહ સુશાંતની સૌથી મોટી બહે રાનીના પતિ છે

સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકાની અમુક જૂની વોટ્સએપ ચેટ સામે આવી છે. તેમાં તેણે જીજુ ઓપી સિંહ સાથે વાત કરી હતી. આ મેસેજમાં પ્રિયંકાએ ભાઈની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના ઈરાદા પર શંકા જતાવી સુશાંતને બને એટલી ઝડપથી તેનાથી બચાવવા કહ્યું હતું.

સુશાંત સિંહના જીજુ ઓપી સિંહ એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ છે અને હરિયાણા મુખ્યમંત્રી ઓફિસમાં સ્પેશિયલ ઓફિસરની ફરજ બજાવી રહ્યા છે. તેમનાં લગ્ન સુશાંતની સૌથી મોટી બહેન રાની સાથે થયાં છે.

બહેન રાની, સુશાંત સિંહના જીજુ ઓપી સિંહ
બહેન રાની, સુશાંત સિંહના જીજુ ઓપી સિંહ

સુશાંતને બચાવવો જોઈશે
ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર, પ્રિયંકાએ તેની ચેટમાં જીજુ ઓપી સિંહને કહ્યું હતું કે પરિવારે હવે એકસાથે આવીને સુશાંતને બચાવવો જોઈશે કારણકે સમય હાથમાંથી જઈ રહ્યો છે. સેમુઅલ મિરાંડા અને શ્રુતિ મોદી રિયાના બે ખાસ સાથી છે જે સુશાંતને આર્થિક, માનસિક અને શારીરિક રીતે નુકસાન પહોંચાડવાના રિયાના કાવતરામાં સામેલ છે. રિયાનો હેતુ સુશાંતના પૈસાથી જલસા કરવા અને ઇન્ડસ્ટ્રીમાં તેનો ફાયદો લઈને કનેક્શન બનાવવાનો છે. રિયા સુશાંતને કામ, પ્રસિદ્ધિ અને પૈસા માટે વાપરી રહી છે. આ જ રિયાનું બોલિવૂડ ડ્રીમ છે.

સુશાંત મેન્ટલી નબળો પડી ગયો હતો
પ્રિયંકાએ આગળ મેસેજ કર્યા હતા કે રિયા સુશાંતને ડોક્ટર્સ પાસે લઇ ગઈ હતી અને તે તેની દવા લઇ રહ્યો હતો. તેણે લખ્યું, ત્રણ ડોક્ટર્સે લખી આપેલ દવા લઇ રહ્યો છે. રાની દીદી પાસે તેની સોફ્ટ કોપી છે. ગુલશન (સુશાંત) માનસિક રીતે હેરાન થઇ ગયો છે અને બીમાર રહેવા લાગ્યો છે જેને કારણે તે પોતાના માટે કઈ કરવાની સ્થિતિમાં નથી અને તે હવે ઘણી બધી દવા લઇ રહ્યો છે.

પ્રિયંકાના આ મેસેજ પછી જીજુ ઓપી સિંહે સુશાંતને એક મેસેજ મોકલ્યો હતો. તેમાં લખ્યું હતું, પરિવારના લોકો તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. તેમને લાગે છે કે તમે ખોટી સંગતમાં ફસાઈ ગયા છો જે તમને ખોટી દવાઓ આપી રહ્યા છે અને તમારી ભૂખ અને ઊંઘ ઓછી કરીને તમને ડીમોટિવેટ કરી રહ્યા છે જેથી તમને કંટ્રોલમાં રાખી શકે.

તે તમારા કોન્ટેક્ટ્સનો ખોટી રીતે ફાયદો ઊઠાવી રહ્યા છે અને તમારા પૈસા વાપરી રહ્યા છે. તેમણે તમારી ભરોસાપાત્ર ટીમને કાઢી મૂકી અને તમારી લાઈફને કંટ્રોલ કરી લીધી છે. આ ધોળા દિવસે થતી લૂટ અને અપહરણ જેવું લાગી રહ્યું છે. હું બાંદ્રાના DCPને આ વિશે જાણકારી આપી રહ્યો છું. જો કઈ ખોટું થાય તો પોલીસને આ વિશે ખબર હોવી જોઈએ.

મુંબઈ પોલીસના DCPને વોટ્સએપ પર ફરિયાદ, તેમાં રિયા અને તેના પરિવારનું નામ
25 ફેબ્રુઆરીએ મુંબઈ પોલીસને મોકલેલ વોટ્સએપ મેસેજ પણ સોમવારે જાહેર થયા હતા. તેમાં સુશાંતના જીજુ જે હરિયાણા કેડરના IPS છે તેમણે DCP પરમજીત દહિયાને વોટ્સએપ પર મેસેજ કર્યા હતા. તેમાં સુશાંતનો નંબર આપીને કહેવામાં આવ્યું હતું કે તેનો જીવ જોખમમાં છે, તેની સાથે વાત કરી લો. બુદ્ધા (સિદ્ધાર્થ પીઠાણી), જે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં સુશાંતનો ક્લાસમેટ હતો અને તેની સાથે જ રહે છે. તે તમને બધું બેકગ્રાઉન્ડ સમજાવી દેશે. આ મેસેજને રોજર સર કહીને એક્નોલેજ કરવામાં આવ્યો હતો.

બીજા મેસેજમાં લખવામાં આવ્યું હતું કે રિયાના પિતા રિટાયર્ડ ડોક્ટર છે. થોડા દિવસની ઓળખાણ બાદ જ તે સુશાંતના ઘરે એવું કહીને રહેવા આવી ગઈ કે તે તેને ડિપ્રેશનમાંથી બહાર લાવશે. રિયા અને તેનો પરિવાર સુશાંતને એરપોર્ટ પાસેના એક રિસોર્ટમાં લઇ ગયા અને ઘણા મહિનાઓ સુધી ત્યાં જ રાખ્યો. તે સમયથી તેઓ સુશાંત અને તેના બિઝનેસને મેનેજ કરી રહ્યા છે અને ત્યારથી જ સુશાંતનો કરિયર ગ્રાફ ડાઉન થઇ રહ્યો હતો.

એક બીજા મેસેજમાં લખ્યું હતું કે, જ્યારે સ્થિતિ કન્ટ્રોલ બહાર જવા લાગી ત્યારે 25 ફેબ્રુઆરીએ સુશાંતે મારી પત્નીને જીવ બચાવવા માટે કોલ કર્યો. તે અમારી સાથે બે-ત્રણ દિવસ રહ્યો. પછી શૂટિંગનું કહીને મુંબઈ ચાલ્યો ગયો. સુશાંતની ત્રીજી બહેન જે દિલ્હીમાં વકીલાત કરે છે અને તે તેમની સાથે રહે છે, તે ઘણીવાર આવતી જતી રહેતી હતી. તે ડરેલી છે. તેનું કહેવું છે કે સુશાંતે મેનિપ્યુલેટિવ ગ્રુપ સામે સરેન્ડર કર્યું છે અને તેનો જીવ જોખમમાં છે.