ટ્રેન્ડિંગ:સુશાંત સિંહ રાજપૂતનાં ચાહકોએ સો. મીડિયા પર  ‘say no to Bollywood’ ટ્રેન્ડ શરૂ કર્યો, એક્ટરની બહેન પ્રિયંકા બોલી, ‘મને મારો ભાઈ પાછો જોઈએ છે’

7 મહિનો પહેલા
સુશાંતનાં મૃત્યુ પછી તેની બહેન શ્વેતા અને પ્રિયંકા બંને સતત સોશિયલ મીડિયા પર કેમ્પેન ચલાવે છે
  • ચાહકો હજુ પણ એક્ટર માટે ન્યાય માગી રહ્યા છે
  • 14 જૂન, 2020ના રોજ એક્ટરે દુનિયાને અલવિદા કહ્યું હતું

સ્વર્ગીય એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુને આશરે 9 મહિના વીતી ગયા છે. નિધન પછી તેના ચાહકો, મિત્રો અને પરિવારજનો સોશિયલ મીડિયા પર સતત ન્યાયની માગ કરી રહ્યા છે. હાલમાં જ સુશાંતના ચાહકોએ સોશિયલ મીડિયા પર 'say no to Bollywood' ટ્રેન્ડ શરૂ કર્યો છે. આ ટ્રેન્ડમાં સુશાંતની બહેન પ્રિયંકા સિંહ પણ સામેલ થઇ છે.

‘મને મારો ભાઈ પરત જોઈએ’
સુશાંતની બહેન પ્રિયંકા સિંહે પોસ્ટ શૅર કરી સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા શરૂ થયેલા ટ્રેન્ડને સપોર્ટ કર્યો છે. પોસ્ટમાં લખ્યું, 'say no to Bollywood', મને મારો ભાઈ પાછો જોઈએ છે #Shushant. સુશાંતનાં મૃત્યુ પછીથી તેની બહેન શ્વેતા અને પ્રિયંકા બંને સતત સોશિયલ મીડિયા પર કેમ્પેન ચલાવી પોતાના ભાઈ માટે ન્યાય માગી રહ્યા છે. તેઓ ભાઈ સાથે જોડાયેલી વાતો પણ શૅર કરતા રહે છે.

બોલિવૂડમાં નેપોટિઝ્મ વિવાદ શરૂ થયો હતો
સુશાંતની વિદાય પછીથી સોશિયલ મીડિયા પર નેપોટિઝ્મ વિવાદ ચાલુ જ છે. તેના ચાહકોએ કરણ જોહર, આલિયા ભટ્ટ, સોનમ કપૂર અને અન્ય સેલેબ્સ પર આરોપ મૂક્યા હતા. તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ NCBએ ધરપકડ કરી હતી.

ગયા વર્ષે દુનિયાને અલવિદા કહ્યું હતું
સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ 14 જૂન, 2020ના રોજ મુંબઈમાં બાંદ્રામાં પોતાના ફ્લેટમાં પંખા પર લટકેલો મળ્યો હતો. મુંબઈ પોલીસે તપાસમાં જણાવ્યું કે તે ડિપ્રેશનનો શિકાર હતો અને આથી તેણે આત્મહત્યા કરી છે. જો કે, આ કેસ પર ઘણા મહિનાઓ સુધી વિવાદ ચાલુ રહ્યો હતો. મૃત્યુના 15 દિવસ પછી સુશાંતના પિતા કૃષ્ણ કુમાર સિંહે રિયા ચક્રવર્તી પર દીકરાને આત્મહત્યા માટે મજબૂર કરવા અને બેન્કમાંથી 15 કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ મૂકી પટનામાં FIR ફાઈલ કરી હતી.

બિહાર સરકારની અરજી પછી સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ ને સોંપી હતી. કેસમાં ડ્રગ એન્ગલ આવતા NCBએ તપાસ શરૂ કરી હતી. હજુ પણ કેસમાં NCB અને CBI બંનેની તપાસ ચાલુ છે. NCBએ સુશાંતને ડ્રગ સપ્લાય કરતા પેડલર્સની પણ ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...