સુશાંત કેસના લેખા જોખા:છેલ્લાં 165 દિવસથી સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ થઈ રહી છે, પરિવાર-ચાહકો હજી પણ ન્યાયની રાહમાં

મુંબઈ10 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
 • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતની ડેડબોડી 14 જૂન, 2020ના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાંથી મળી આવી હતી. અચાનક જ થયેલા એક્ટરના મોતથી આખો દેશ ખળભળી ઉઠ્યો હતો. એક્ટરના મોત બાદથી વિવિધ થિયરીઓ સામે આવી હતી. કોઈક કહી રહ્યું છે કે કેવી રીતે બોલિવૂડના બિગ બેનર્સે સુશાંતની કરિયરને બરબાદ કરીને તેને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હતો. તો કેટલાંક સુશાંતની પ્રેમિકા રિયાને જવાબદારણ ગણાવતા હતા. સુશાંત તથા રિયા લિવ ઈનમાં રહેતા હતા. સુશાંત મોત કેસની તપાસ છેલ્લાં 165 દિવસથી CBIની પાસે છે. જોકે, હજી સુધી તપાસનું કોઈ અંતિમ પરિણામ આવ્યું નથી.

સુશાંતની ડેડબોડી કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી
સુશાંતની ડેડબોડી કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી

સુશાંતના મોતથી બોલિવૂડનો અસલી ચહેરો સામે આવ્યો
સીનિયર જર્નલિસ્ટ ઉજ્જવલ ત્રિવેદીના મતે, સુશાંતના મોતથી બોલિવૂડનો અસલી ચહેરો સામે આવ્યો છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઉજ્જવલે કહ્યું હતું, 'અનેક જાણીતા પ્રોડ્યૂસર સુશાંત સાથે ફિલ્મ બનાવવા માગતા હતા પરંતુ અચાનક છેલ્લાં એક વર્ષમાં એવું તો શું બન્યું કે તમામે પાછળ હટી ગયા? સુશાંત મોતના એક દિવસ પહેલાં ફિલ્મની સ્ક્રિપ્ટની વાંચતો હતો અને અચાનક તેણે કેમ આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો? મોત પછી નેપોટિઝ્મનો મુદ્દો સામે આવ્યો. તેની ગર્લફ્રેન્ડ રિયા માને છે કે તે માનસિક બીમાર હતો તો પછી તે કેમ તેને છોડીને જતી રહી. રિયા પર 15 કરોડ રૂપિયાના મની લૉન્ડરિંગનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. સુશાંતના મોતને 7 મહિના થઈ ગયા, પરંતુ આજ સુધી આ તમામ સવાલોનો જવાબ મળી શક્યા નથી.

ઉજ્જવલે આગળ કહ્યું હતું, 'સુશાંતના પરિવાર તથા ચાહકો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યાં છે. સુશાંતનું મોત માત્ર તેની માનસિક બીમારીને કારણે જ નહીં પરંતુ અનેક કારણોને લીધે થયું છે. હજી તપાસ ચાલે છે. સુશાંતના મોતથી બોલિવૂડનો અસલી ચહેરો લોકોની સામે આવ્યો છે.'

બિહાર ઈલેક્શનમાં રાજપૂત લૉબીને એટ્રેક્ટ કરવા માટે આ મોટો મુદ્દો બની ગયો
પટનાના વરિષ્ઠ ક્રાઈમ રિપોર્ટર શશી સાગરના મતે, ક્યાંકને ક્યાંક આ મુદ્દો મોટો બન્યો તે પાછળ બિહાર ઈલેક્શન હોઈ શકે છે. તેમણે કહ્યું હતું, 'મને જેટલી ખબર પડી છે તે એ જ કે ચૂંટણી દરમિયાન રાજપૂત લૉબીને આકર્ષવા માટે બિહારમાં આ મુદ્દાને આટલો મોટો બનાવવામાં આવ્યો હતો. જે લોકો અહીંયા રસ્તા પર આંદોલન કરતા હતા, તેમની પાછળ રાજકીય પાર્ટીનો દોરીસંચાર હતો. સામાન્ય વ્યક્તિમાં કોઈ ગાંડપણ નથી. આ વાતનો ઈનકાર નથી કરતો કે લોકો દુઃખી હતી, કારણ કે તે તેમના શહેરનો છોકરો હતો. જોકે, ચૂંટમી એક મોટું ફેક્ટર હતું. હવે તો બિહારના એક પણ નેતા આ અંગે વાત કરતા નથી અને કોઈ સંગઠન પણ રસ્તા પર નથી.'

બિહારમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા
બિહારમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે સુશાંતના ચાહકો બાંદ્રા સ્થિત ફ્લેટની બહાર જઈને એક્ટરને શ્રદ્ધાંજલિ પાઠવશે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ચાહકોને બર્થડે સ્પેશિયલ રીતે સેલિબ્રેટ કરવાની અપીલ કરી છે.

સુશાંત કેસની ટાઈમલાઈન

 • 14 જૂનઃ સુશાંત સિંહ મુંબઈમાં મૃત મળી આવ્યો
 • 18 જૂનઃ મુંબઈ પોલીસે રિયા ચક્રવર્તીનું નિવેદન નોંધ્યું
 • 25 જૂનઃ સુશાંત સિંહ રાજપૂતનો ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને આત્મહત્યાની વાત કહેવાઈ
 • 27 જૂનઃ ફોરેન્સિક રિપોર્ટમાં ઝેરના કોઈ નિશાના ના હોવાની જાણ થઈ
 • 25 જુલાઈઃ સુશાંતના પિતા કે કે સિંહે રિયા ચક્રવર્તી વિરુદ્ધ બિહારમાં FIR કરી
 • 29 જુલાઈઃ રિયાએ સુપ્રીમ કોર્ટમાં પટનાથી મુંબઈ FIR ટ્રાન્સફર કરવાની માગ કરી
 • 31 જુલાઈઃ EDએ મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો
 • 2 ઓગસ્ટઃ બિહારના IPS અધિકારી વિનય તિવારીને મુંબઈમાં ક્વોરન્ટીન કરવાની વાતે વિવાદ થયો
 • 6 ઓગસ્ટઃ CBIએ FIR દાખલ કરી
 • 19 ઓગસ્ટઃ સુપ્રીમ કોર્ટે પટના FIRને CBIને આપી
 • 20 ઓગસ્ટઃ CBIની ટીમ મુંબઈ આવી
 • 22 ઓગસ્ટઃ CBIની ટીમે AIIMSની ફોરેન્સિક ટીમની મદદ લીધી
 • 25 ઓગસ્ટઃ EDએ સુશાંત મોત કેસમાં ડ્રગ સંબંધિત ઘટસ્ફોટ કર્યા
 • 26 ઓગસ્ટઃ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) તપાસમાં સામેલ
 • 4 સપ્ટેમ્બરઃ NCBએ ડ્રગ્સ કેસમાં સેમ્યુઅલ મિરાન્ડા તથા શોવિક ચક્રવર્તીને અટકાયતમાં લીધા
 • 7 સપ્ટેમ્બરઃ રિયાએ સુશાંતની બહેનો વિરુદ્ધ FIR કરી
 • 8 સપ્ટેમ્બરઃ NCBએ ડ્રગ કેસમાં રિયાની ધરપકડ કરી
 • 16 સપ્ટેમ્બરઃ મહારાષ્ટ્ર SHRCએ મુંબઈ પોલીસ તથા કૂપર હોસ્પિટલને રિયા ચક્રવર્તી હોસ્પિટલમાં આવી તે મુદ્દે ક્લીન ચિટ આપી
 • 3 ઓક્ટોબરઃ AIIMSએ હત્યા થઈ હોવાની વાતને નકારી
શોવિક ચક્રવર્તી તથા સેમ્યુઅલ મિરાન્ડા NCB ઓફિસની બહાર
શોવિક ચક્રવર્તી તથા સેમ્યુઅલ મિરાન્ડા NCB ઓફિસની બહાર

CBI રિપોર્ટ પર આધાર રાખે છેઃ વકીલ રિઝવાન મર્ચન્ટ
વરિષ્ઠ વકીલ રિઝવાન મર્ચન્ટે કહ્યું હતું, 'આ CBIના ફાઈનલ રિપોર્ટ પર નિર્ભર છે. CBIએ કોર્ટમાં હજી સુધી કેસમાં શું તપાસ કરી તે વાત હજુ સુધી રજૂક રી નથી. આથી કોઈ પણ પ્રકારની અટકળ કરવી શક્ય નથી.'

પરિવારે સુશાંતની અસ્થિઓનું વિસર્જન કર્યું
પરિવારે સુશાંતની અસ્થિઓનું વિસર્જન કર્યું
અન્ય સમાચારો પણ છે...