સુશાંતની ઓડિયો ક્લિપથી ઘણા ખુલાસા:મૃત્યુના 5 મહિના પહેલાં ભવિષ્ય માટે ચિંતા વ્યક્ત કરી, ખર્ચા ઓછા કરવાની વાત કરી, રિયા ચક્રવર્તી સુશાંતના પૈસા મેનેજ કરી રહી હતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુશાંત સિંહ રાજપૂતનો આશરે 36 મિનિટનો ઓડિયો ક્લિપ વાઈરલ થઈ
  • સુશાંત મુંબઈ છોડવા માગતો હતો, ઓડિયોમાં પોતાની માનસિક સ્થિતિની પણ ચર્ચા કરી

સુશાંત સિંહ રાજપૂતનો એક ઓડિયો ક્લિપ સામે આવી છે. આ ઓડિયો ક્લિપ સુશાંતના મૃત્યુના 5 મહિના પહેલાનો જાન્યુઆરીની છે. આ ઓડિયોમાં સુશાંતની સાથે રિયા ચક્રવર્તી, તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી અને તેના ફાઈનાન્શિયલ એડવાઈઝરનો અવાજ છે. આ ઓડિયોમાં સુશાંત બોલિવૂડ છોડવાની વાત કરી રહ્યો છે અને ભવિષ્યનું પ્લાનિંગ કરી રહ્યો છે. સુશાંત ખર્ચા ઓછો કરવાની પણ વાત કરી રહ્યો છે. ઓડિયામાં એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે સુશાંતના પૈસા પર રિયાનો જ કન્ટ્રોલ હતો.

રિયાએ FD બનાવવા માટે દબાણ કર્યું
આજ તકના રિપોર્ટ અનુસાર, આ ઓડિયો ક્લિપ 36 મિનિટની છે. તેમાં રિયા સુશાંતને કહે છે કે તેણે પૈસાની FD બનાવવી જોઈએ. રિયા કહે છે કે, ‘હું આ બધું એવી રીતે ઈચ્છુ કે ઉદાહરણ તરીકે હું ત્યાં નથી, શ્રુતિ (મોદી) પણ નથી, મિરાંડા (સેમ્યુઅલ) પણ નથી. કોઈ નવો જ વ્યક્તિ સુશાંત સાથે છે. તેને સુશાંતનું કાર્ડ મળી જાય તો? પ્રથમ વાત તો એ કે હું સુશાંતને FD બનાવવાન સલાહ આપું છું. તેના તમામ પૈસા આપણે FDમાં રાખીશું. 10થી 15 લાખ રૂપિયાથી વધારે કાર્ડમાં નથી રાખવાના. બીજી વાત કે તેના પૈસા પર વ્યાજ મળતું રહેશે. તેથી સુશાંતની ડિપોઝિટ સુરક્ષિત રહેશે. તેની સિગ્નેચર વગર કોઈ પણ FD તોડાવી નહીં શકે.’

સુશાંત મુંબઈ છોડવા ઈચ્છતો હતો
ઓડિયોમાં સુશાંત મુંબઈ છોડવાની વાત કરી રહ્યો હતો અને રિયા તેને ગોવા જવાની સલાહ આપી રહી છે. તે કહે છે કે, ‘આપણે 1-2 મહિના માટે ગોવા જઈશું અને પછી નિર્ણય લઈશું. તે (સુશાંત) પોતાના ભવિષ્યને લઈ ચિંતિત છે. પોતાને સુરક્ષિત કરવા માગે છે.’

આગળ સુશાંત કહે છે કે, તે રિટાયર્મેન્ટનો પ્લાન કરવા માગે છે અને બધાને પૂછી રહ્યો છે કે, તે કેવી રીતે થશે? તેના પર રિયા કહે છે કે, ‘સૌ પ્રથમ એ પૈસા વિશે વિચારવું જોઈએ, જે તેના પાસે છે. તેનું કેટલું રિટર્ન મળશે?’

મનની શાંતિની શોધમાં હતો સુશાંત
સુશાંત કોઈ પ્રાકૃતિક અને હરિયાળીવાળી જગ્યાએ જવાની વાત કરી રહ્યો છે, જ્યાં તેને મનની શાંતિ મળે. તેના પર રિયા તેને પાવના (મહારાષ્ટ્ર)ની સલાહ આપે છે. તે જણાવે છે કે, ‘અમે એક બે દિવસ પાવના જઈશું અને જોઈશું કે ત્યાં કેવું લાગી રહ્યું છે. તેને એક મહિનામાં મનની શાંતિ મળશે કે નહીં? હું વધારે સમય સુધી તેની જોડે રહેવા માગુ છું. ત્યારબાદ અમે આ ઘરની બહાર નીકળવા વિશે વિચાર કરીશું અને માલિકથી વાત કરીશું.’

સુશાંતે માનસિક સ્થિતિ વિશે પણ વાત કરી
સુશાંત કહે છે કે, ‘હું મુશ્કેલથી પોતાના રૂમથી બહાર નીકળી શકું છું. આ મારી બૌદ્ધિક જિજ્ઞાસા છે પોતાનું ધ્યાન રાખવા માટે, પરંતુ કોઈ પણ પ્રકારની નાણાકીય પરિસ્થિતિ માટે નહીં. કારણ કે મારું મગજ આ હાલતમાં નથી. હું કોઈ દિવસ કંઈક અલગ મહેસૂસ કરું છું તો બીજા કોઈ દિવસ કંઈક અલગ. તેથી સમયને વેડફવા માગતો નથી.’ તેના પર રિયા કહે છે કે, ‘આપણે કોઈક નિરાકરણ લાવીશું. આપણે સૌથી સારા લોકો છે.’

સુશાંતના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પર પણ વાત થઈ
રિયા પૂછે છે કે, બ્રાન્ડ્સ માટે કોઈ સાઈનિંગ અમાઉન્ટ લીધી છે? આ સવાલ પર અન્ય મહિલા (સંભવિત: શ્રુતિ મોદી)નો અવાજ આવે છે, તે કહે છે ‘હા અમે ટાઈટન અને સોની લેક્સથી પૈસા લીધા છે. તેમને લાગે છે કે તેઓ (સુશાંત) તેમનું શૂટિંગ નહીં કરી શકે.’ રિયા જણાવે છે કે, ‘મેં તેને કહ્યું છે કે હાલ જેટલી એડ છે તે પૂરી કરે, અંતિમ નિર્ણય તેને જ લેવાનો છે.’

ખર્ચો ઓછા કરવા સુશાંત અપીલ કરી રહ્યો હતો
સુશાંત પૂછી રહ્યા હતો કે, પૈસાના ખર્ચાને કેવી રીતે રોકી શકીએ છીએ? આ સવાલ પર એક વ્યક્તિ જણાવે છે કે, તેના પાસે સુશાંતના ખર્ચાનું લિસ્ટ છે. તેના માટે ખર્ચા ઓછા કરવા પડશે અને પૈસા બચાવવા પડશે.

સુશાંત તમામ લોકોને ખર્ચો ઓછો કરવા અપીલ કરતાં કહે છે કે, ‘હું પોતાના મગજથી લડી રહ્યો છું. આ મારા માટે મુશ્કેલ સમય છે, જે મેં ક્યારેય નથી જોયો.’ આ વાત પર એક વ્યક્તિ કહે છે કે મુશ્કેલ સમય માટે જ પ્રાઈવેટ ટ્રસ્ટ બનાવવામાં આવે છે, જ્યાં ટ્રસ્ટના લોકો સંબંધિત વ્યક્તિને ધ્યાનમાં રાખી તમામ નાણાકીય નિર્ણય લે છે.

આ વાત પર રિયા વચ્ચે બોલીને પૂછે છે, ‘માની લો કે અમે 10 રૂપિયામાં ટ્રસ્ટ સ્થાપિત કર્યો. અમે તેની FD અથવા મ્યુચ્યુલ ફંડ બનાવવા માગીએ છીએ તો શું ટ્રસ્ટી આમ કરી શકે છે?’ તને સવાલ પર અવાજ આવે છે કે, ‘આ નિર્ણય ટ્રસ્ટી જ કરશે કે શેમાં સારું રિટર્ન મળશે અને જોખમ ઓછું હશે.’

CBI સતત રિયાની પૂછપરછ કરી રહી છે
CBI રિયા ચક્રવર્તીની સતત પૂછપરછ કરી રહી છે. શુક્રવારે 10 કલાક અને શનિવારે આશરે 7 કલાક પ્રક્રિયા ચાલી હતી. રિપોર્ટ પ્રમાણે સોમવારે ફરી રિયાને બોલાવી છે. રિયા સિવાય તેના ભાઈ શોવિક, સુશાંતનો હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડા, ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણી અને હાઉસકીપર નીરજથી પણ CBI પૂછપરછ કરી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...