સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસમાં મુંબઈ vs પટના પોલીસનો સીન થયો છે ત્યારથી મુંબઈ પોલીસની ભૂમિકા સંદિગ્ધ થઇ રહી છે. પટના SP વિનય કુમાર તિવારીને ક્વોરન્ટીન કર્યા પછી હવે બિહાર સરકારે આ કેસમાં CBI તપાસની ભલામણ કરી છે. ત્યારબાદ સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે કહ્યું કે મુંબઈ પોલીસ ટાઈમ બગાડી રહી છે જેથી પ્રૂફ નષ્ટ કરી શકાય.
ન્યૂઝ એજન્સી ANIને વિકાસ સિંહે કહ્યું, મને નથી લાગતું કે કોઈપણ રાજ્ય સરકાર એક તપાસ અધિકારીને ક્વોરન્ટીન કરતી હશે. એક પોલીસ ઓફિસરને ક્વોરન્ટીન કરવાનો અર્થ સ્પષ્ટ છે કે તેઓ પટના પોલીસની તપાસ અટકાવવા માટે અડચણો ઊભી કરી રહ્યા છે.
વિકાસે આગળ કહ્યું કે મુંબઈ પોલીસ પ્રૂફ નાબૂદ કરી શકે તે માટે સમય વેડફી રહી છે. માટે અમે નિર્ણય લીધો છે કે આ કેસ CBIને સોંપી દેવો જોઈએ. મુખ્યમંત્રી નીતીશ કુમારે અગાઉ કહ્યું જ હતું કે જો સુશાંતના પિતા ઇચ્છશે તો આ કેસ CBIને સોંપી દેવામાં આવશે.
CBIને કેસ સોંપવાની યાચિકા પરની સુનાવણી પાછળ ઠેલાઇ
બોમ્બે હાઇકોર્ટમાં 4 ઓગસ્ટના સુશાંતના કેસની એક સુનાવણી ભારે વરસાદને કારણે પોસ્ટપોન થઇ છે. આ યાચિકામાં સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ CBIને સોંપવાની માગ કરવામાં આવી છે. બોમ્બે હાઇકોર્ટે સુનાવણીની આગામી તારીખ જાહેર કરી નથી. સુપ્રીમ કોર્ટે ગયા મહિને આ જ માગની એક યાચિકાને રિજેક્ટ કરી દીધી હતી.
આ સિવાય રિયા ચક્રવર્તીએ ફાઈલ કરેલ યાચિકાની સુનાવણી 5 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં થશે. તેમાં માગ કરવામાં આવી છે કે સુશાંતના કેસમાં તપાસ મુંબઈમાં કરવામાં આવે. હાલ સુશાંતના કેસમાં 3 એજન્સી તપાસ કરી રહી છે. મુંબઈ, પટના પોલીસ અને હવે ED પણ સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.