મુંબઈમાં બળજબરીથી ક્વોરન્ટીન કરાયેલ પટના SP સાથે વ:વિનય તિવારીએ કહ્યું- મારો ખર્ચ બિહાર સરકાર ભોગવી રહી છે, મને 2-3 દિવસમાં રિલીઝ કરી દે તો સારું રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિનય તિવારીએ કહ્યું- મારો ખર્ચ બિહાર સરકાર ભોગવી રહી છે, મને 2-3 દિવસમાં રિલીઝ કરી દે તો સારું રહેશે - Divya Bhaskar
વિનય તિવારીએ કહ્યું- મારો ખર્ચ બિહાર સરકાર ભોગવી રહી છે, મને 2-3 દિવસમાં રિલીઝ કરી દે તો સારું રહેશે
  • દિવ્ય ભાસ્કરે પટના SP વિનય તિવારી સાથે ખાસ વાતચીત કરી, તેમનું કહેવું છે કે મુંબઈમાં તેમનો રહેવાનો બધો ખર્ચ બિહાર સરકાર ભોગવી રહી છે
  • જ્યારે વિનય તિવારીને પૂછવામાં આવ્યું કે તેમની ટીમ અત્યારે મુંબઈ રહેશે કે પરત ફરશે તો તેમણે કહ્યું આ પરિસ્થિતિ પર નિર્ભર કરે છે

સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ માટે મુંબઈ પહોંચેલ પટના SP વિનય તિવારીને BMCએ જબરદસ્તી ક્વોરન્ટીન કરી દીધા છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે આ પોલિટિકલ સ્ટંટ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 14 દિવસને બદલે તેમને થોડા જ દિવસોમાં રિલીઝ કરી દેવામાં આવશે. જેથી તેઓ તપાસ પૂરી કરી શકે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં વિનય તિવારીએ અમુક સવાલોના જવાબ આપ્યા છે. આ રહ્યા વાતચીતના અંશ...

Q. તમારા કલીગ્સે જે તપાસ કરી છે, તેમાં અત્યારસુધી શું જાણવા મળ્યું?

વિનય તિવારી: તે તો અત્યારે નહીં જણાવી શકું. આગળ કયો એન્ગલ રહેશે તે પણ બિહારના સિનિયર ઓફિસરોના આદેશ મુજબ નક્કી થશે.

Q. સાંભળવા મળ્યું છે કે કદાચ આગામી બે- ત્રણ દિવસમાં તમે રિલીઝ થવાના છો?

વિનય તિવારી: સારું જ થશે જો આવું થયું તો.

Q. સુશાંતના CAનું સતત કહેવું છે કે તેના અકાઉન્ટમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું?

વિનય તિવારી: હું આ બાબતે અત્યારે કોઈ કમેન્ટ કરી શકીશ નહીં, કારણકે તપાસ હજુ થઇ રહી છે. હાલ તો ઘણી બેઝિક તપાસ થઇ રહી છે. અમે ઇચ્છીએ છીએ કે વધારેમાં વધારે લોકોના સ્ટેટમેન્ટ લઇ શકીએ. અમારી પાસે હજુ ઘણા લોકોના સ્ટેટમેન્ટ નથી.

Q. બિહાર પોલીસને શું લાગે છે? આત્મહત્યા કે મર્ડર?

વિનય તિવારી: એક સ્ટેટમેન્ટના આધારે અત્યારે કઈ કહી ન શકાય. તપાસ પૂરી થયા પછી ખબર પડશે કે આ આત્મહત્યા કે મર્ડર? એમ અમે કઈ રીતે કહી શકીએ?

Q. ટીવી ચેનલોમાં જે એક્સપર્ટ આવી રહ્યા છે, તેમનું કહેવું છે કે આત્મહત્યાના કેસમાં લીગેચર માર્ક આવો ન હોય?

વિનય તિવારી: મેં તમને જણાવ્યું કે આ સમયે હું આ બાબતે કોઈ કમેન્ટ નહીં કરી શકું.

Q. તમારા ડિપાર્ટમેન્ટના જે અન્ય સાથી આવ્યા છે, તેઓ હજુ કેટલા દિવસ મુંબઈ રોકાશે?

વિનય તિવારી: સ્થિતિ બદલી રહી છે અને તેને જોઈને જ રોકવાનો કે પરત જવાનો નિર્ણય લેવામાં આવશે.

Q. બધો ખર્ચ બિહાર સરકાર ભોગવી રહી છે કે મહારાષ્ટ્ર સરકાર?

વિનય તિવારી: બિહાર સરકારના આદેશ પર કામ કરી રહ્યા છીએ. રહેવાનો બધો ખર્ચ તેઓ ભોગવી રહ્યા છે.

Q. શું કારણ છે કે મુંબઈ પોલીસ મદદ નથી કરી રહી?

વિનય તિવારી: હું આવું કઈ રીતે કહી શકું? અધિકારીનું કામ ડ્યુટી કરવાનું છે. મારો ઓપિનિયન તો ત્યારે જ આવી શકે છે જ્યારે પ્રૂફ સામે આવશે.

Q. જો પ્રાઈમરી લેવલ પર જ પ્રૂફ સાથે ચેડાં થઇ ચૂક્યા હોય, તો પછી સત્ય બહાર લાવવું ઘણું કઠિન છે?

વિનય તિવારી: આ વિશે હું અત્યારે શું બોલું ? આ કહેવું શક્ય નથી કે ચેડાં થયા છે કે નહીં. અમને જે સ્થિતિમાં વસ્તુ મળશે તેમાં કામ કરશું. અમે અમારું બેસ્ટ આપવાની ટ્રાય કરશું. જેથી આ કેસમાં ન્યાય મળી શકે.

Q. ક્યારેય પટના પ્રવાસ દરમ્યાન સુશાંત સાથે તમારી મુલાકાત થઇ છે?

વિનય તિવારી: જી ક્યારેય નહીં.