તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રિયા ચક્રવર્તી વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ ફાઈલ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) હવે તેને સમન્સ મોકલવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ મુજબ આ સમન્સ તેને આવતા અઠવાડિયે મોકલવામાં આવશે. રિયાની શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન વિશે પૂછપરછ થશે. આ સાથે જ તેના બેન્ક અકાઉન્ટની પણ તપાસ થશે.
ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર, ED માહિતી મેળવશે કે કોઈ મોટો પ્રોજેક્ટ હાથમાં ન હોવા છતાં રિયાની કમાણી ક્યાંથી આવી રહી હતી. તેનો ખર્ચ કોણ ભોગવતું હતું? EDએ એવું સ્પષ્ટપણે જણાવ્યું કે આ કેસ મની લોન્ડરિંગનો છે અને તેઓ માત્ર ઇલ-લીગલ રીતે થયેલ મની ટ્રાન્ઝેક્શનના એન્ગલથી જ તપાસ કરશે. તેનો સુશાંતના આત્મહત્યાના કેસ સાથે કોઈ સંબંધ નથી.
રિપોર્ટ્સ અનુસાર, ED સુશાંતના બેન્ક ખાતાનું ખોટી રીતે હેન્ડલિંગ અને તેના પૈસાને ખોટી રીતે વાપરવાના આરોપોની તપાસ કરશે. સાથે જ એ વાતની તપાસ થશે કે શું કોઈ તેની કમાણી અને તેની કંપનીઓનો ઉપયોગ મની લોન્ડરિંગ અને ઇલ-લીગલ સંપત્તિ બનાવવા માટે કરી રહ્યું હતું?
31 જુલાઈએ કેસ ફાઈલ થયો
ED એ અગાઉ પટના પોલીસ પાસે રિયા અને તેના પરિવાર વિરુદ્ધ ફાઈલ થયેલ FIRની કોપી માગી હતી. તેના સ્ટડી બાદ EDએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો. ત્યારબાદ 31 જુલાઈના રોજ EDએ રિયા અને તેના પરિવારના સભ્યો સહિત 6 લોકો વિરુદ્ધ કેસ ફાઈલ કરીને કેસની તપાસ શરૂ કરી દીધી છે.
સ્ટાર્ટ અપ અને મની ટ્રાન્સફર તપાસનું કારણ બન્યા
સુશાંતના પિતાનો આરોપ હતો કે સુશાંતના બેન્ક અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા ત્રણ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આરોપ છે કે આ ખાતા રિયા, રિયાના ભાઈ શોવિક અને તેની માતાના છે. એવી પણ માહિતી મળી છે કે સુશાંત અને રિયાએ એકસાથે ત્રણ સ્ટાર્ટ અપમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું.
સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાનને લેટર લખ્યો
અગાઉ BJP નેતા ડો. સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન મોદીને લેટર લખીને સુશાંતનો કેસ CBI, ED અને અન્ય નેશનલ એજન્સીને સોંપવાની માગ કરી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સુશાંત કેસમાં મની લોન્ડરિંગનો એન્ગલ જોવાની અપીલ કરી હતી. તેમણે એક ટ્વીટમાં લખ્યું હતું, EDએ મની લોન્ડરિંગના એન્ગલથી તપાસ શરૂ કરી દેવી જોઈએ.
There is a huge public sentiment about handing over #SushantSinghRajput case to CBI but looking at the reluctance of State Government, atleast @dir_ed ED can register an ECIR since misappropriation and money laundering angle has come out.
— Devendra Fadnavis (@Dev_Fadnavis) July 31, 2020
રિયા ચક્રવર્તીનું પહેલું રિએક્શન સામે આવ્યું
શુક્રવારે રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર 20 સેકન્ડનો વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે કહ્યું કે, મને ભગવાન અને ન્યાય વ્યવસ્થા પર ભરોસો છે. મને વિશ્વાસ છે કે મને ન્યાય મળશે. ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પર મારા વિશે ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે, તેમ છતાં હું મારા વકીલના કહેવા પર ચૂપ છું. કારણકે કેસ કોર્ટમાં છે. સત્યમેવ જયતે. સત્ય બહાર આવશે.
View this post on Instagram#RheaChakraborty gives out a statement saying she has full faith that justice will be served.
A post shared by Filmfare (@filmfare) on Jul 31, 2020 at 6:01am PDT
25 જુલાઈના રોજ પટનામાં કેસ ફાઈલ થયો
સુશાંતના પિતા કેકે સિંહે 25 જુલાઈએ પટનામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ તેના દીકરાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવી કેસ ફાઈલ કરાવ્યો છે. રિયા, તેનો ભાવિ શોવિક, પિતા ઇન્દ્રજીત, માતા સંધ્યા અને બે મેનેજર સૌમિલ ચક્રવર્તી અને શ્રુતિ મોદી વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમના વિરુદ્ધ IPC ધારા 341 અને 342 (ખોટી રીતે રોકવા અથવા બંધક બનાવવા), 380 (ચોરી), 406 (ભરોસો તોડવો), 420 (છેતરપિંડી) અને 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવા) હેઠળ કેસ દાખલ થયો છે. સુશાંતના પરિવારે રિયા પર સુશાંતના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા લેવાનો આરોપ પણ લગાવ્યો છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.