તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકિતા લોખંડેનો ખુલાસો:રિયાના આવ્યા પછી સુશાંત તેના પરિવારથી દૂર થઇ રહ્યો હતો, ઘરની બહાર રાહ જોઈ રહેલી મોટી બહેનને મળવાની ના પાડી દીધી હતી

6 મહિનો પહેલા

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના દોઢ મહિના પછી તેની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ઘણા ખુલાસા કર્યા છે. અંકિતાએ કહ્યું કે, વર્ષ 2016માં બ્રેકઅપ થઇ ગયા પછી હું સુશાંતના સંપર્કમાં નહોતી પરંતુ તેની બહેનો અને પિતાના સંપર્કમાં હતી.

અંકિતાએ જણાવ્યું કે, મારી પાસે સુશાંતનો ફોન નંબર પણ નહોતો અને છેલ્લાં ચાર વર્ષથી મારે કોઈ સંપર્ક નહોતો. અમે જાણતા હતા કે પહેલાંની જેમ હવે વાત નહિ કરી શકીએ. તે તેની જિંદગીમાં ખુશ હતો અને હું મારી.

અંકિતાએ રિયાના આવ્યા પછી સુશાંતના પરિવાર સાથેના સંબંધ વિશે કહ્યું કે, સુશાંતની મોટી બહેન રાની નવેમ્બર,2019માં તેને મળવા ઘરે ગયાં હતાં. દીદી ઘરની બહાર ઊભા હતાં સુશાંત પણ મળવા માટે તૈયાર હતો પરંતુ પછી કંઈક થયું અને સુશાંતે મળવાની ના પાડી દીધી. રાની દીદીએ મને કહ્યું હતું કે, ‘સુશાંત પર કોઈ પ્રેશર લાગે છે.’ માતાના મૃત્યુ પછી સુશાંત દીદીની કોઈ પણ વાતની અવગણના કરતો નહોતો. રાની દીદીની વાત સાંભળીને મને પણ ઝટકો લાગ્યો હતો કારણ કે અત્યાર સુધી તેવું ક્યારેય બન્યું નહોતું.

સુશાંતના વ્યવહારથી દુઃખી થઇને રાની દીદીએ મને કહ્યું કે, ‘હું મારો ભાઈ ખોઈ રહી છું.’ ત્યારે મને તેમને ભગવાન પર વિશ્વાસ રાખવાનું અને બધું સારું થઇ જશે તેમ કહ્યું હતું. રાની દીદી આ વાતને લઇને ઘણા ચિંતિત હતાં કારણ કે સુશાંત કોઈના દબાણમાં આવે કે કોઈનું કહ્યું કરે તેવો માણસ નહોતો. રિયા એક વર્ષ પહેલાં સુશાંતની જિંદગીમાં આવી ત્યારે જ તે પરિવારથી દૂર થઇ રહ્યો હતો.

સુશાંત અને રિયા આશરે 1 વર્ષથી લિવ ઈનમાં રહેતા હતા. 8 જૂને સુશાંત સાથે ઝઘડો કર્યા પછી રિયા ઘર છોડીને જતી રહી હતી. બિહાર પોલીસની પૂછપરછમાં સુશાંતની બહેન મિતુએ ઝઘડાની વાત જણાવી છે. જતી વખતે રિયા તેવું પણ બોલીને ગઈ હતી કે તે હવે ક્યારેય પાછી નહિ આવે. ત્યારબાદ 14 જૂને સુશાંતે આત્મહત્યા કરી લીધી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser