તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર પોતાના ભાઈનો હાથથી લખેલો લેટર શેર કર્યો છે. તેમાં એક્ટરે 30 વર્ષના પોતાના અનુભવ અને જિંદગીની સાચી રમત વિશે જણાવ્યું છે. શ્વેતાએ કેપ્શનમાં લખ્યું છે, 'ભાઈએ લખેલું. આ વિચાર ખૂબ ઉમદા છે.'
સુશાંતના લેટરનું ભાષાંતર
'મને લાગે છે કે મેં જિંદગીના 30 વર્ષ ખર્ચ કરી દીધા. પહેલા 30 વર્ષ કંઈક બનવાના પ્રયાસમાં. હું દરેક વસ્તુમાં સારો બનવા ઈચ્છતો હતો. હું ટેનિસ, સ્કૂલ અને ગ્રેડ્સમાં સારો બનવા ઈચ્છતો હતો. અને મેં દરેક વસ્તુને એ જ દ્રષ્ટિએ જોઈ. હું જેવો છું, એવો જ ઠીક છું. પણ જો મને સારી વસ્તુ મળી તો ખબર પડી કે આખી રમત જ ખોટી હતી. કારણકે આખી રમત તો તેને શોધવાની હતી, જે હું પહેલેથી જ હતો.'
મૃત્યુના 7 મહિના પુરા થયા
સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં ફાંસીએ લટકેલો મળ્યો હતો. તેના મૃત્યુ બાદ CBI, ED, NCB, મુંબઈ પોલીસ અને બિહાર પોલીસે આ કેસની તપાસ કરી, પણ કોઈપણ અંતિમ નિર્ણય સુધી પહોંચ્યા નહીં કે એક્ટરના મૃત્યુનું સાચું કારણ શું છે? આ કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી એક મહિનો જેલમાં પણ રહી હતી. તેનો ભાઈ 3 મહિના જેલમાં રહ્યો હતો.
મિત્ર અણ્ણા હઝારેને મળ્યો
આ વચ્ચે સુશાંત માટે ન્યાય માગી રહેલા તેના મિત્ર ગણેશ હિવરકરે અણ્ણા હઝારેની મુલાકાત લીધી. મુલાકાતનો ફોટો શેર કરીને ગણેશે સોશિયલ મીડિયા પર લખ્યું કે તે છેલ્લા 3 મહિનાથી RSS પ્રમુખ મોહન ભાગવતને મળવાની પણ ટ્રાય કરી રહ્યા છે, કૃપા કરીને કોઈ તેમની મદદ કરી શકતા હોય તો જણાવો. સાથે જ એક લેટર લખીને સુશાંતના મૃત્યુ વિશે જણાવ્યું છે. (વાંચો આખા સમાચાર)
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.