સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસ:એક્ટરના મિત્ર ગણેશ હિરવાકરે ચેતવણી આપતા કહ્યું, ‘14 જૂન સુધી RTIનો જવાબ નહીં મળે તો CBIનાં કાર્યાલય સામે આંદોલન કરીશું’

8 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
આવતા મહીને એક્ટરનાં મૃત્યુને એક વર્ષ પૂરું થશે - Divya Bhaskar
આવતા મહીને એક્ટરનાં મૃત્યુને એક વર્ષ પૂરું થશે
  • સુશાંતના મિત્ર અને કોરિયોગ્રાફર ગણેશ હિવારકરે કેસની અપડેટ જાણવા માટે થોડા દિવસ પહેલાં RTI ફાઈલ કરી હતી
  • હજુ સુધી CBIએ કોઈ જવાબ આપ્યો નથી

સુશાંત સિંહ રાજપૂતનાં અપમૃત્યુને એક વર્ષ પૂરું થવા આવ્યું છે, પરંતુ હજુ આ કેસમાં તપાસ કરી રહેલી CBI કોઈ પરિણામ સુધી પહોંચી શકી નથી કે એક્ટરે આત્મહત્યા કરી હતી કે તેનું મર્ડર થયું છે. સુશાંતના મિત્ર અને કોરિયોગ્રાફર ગણેશ હિવારકરે આ કેસમાં અપડેટ જાણવા માટે થોડા દિવસ પહેલાં RTI(રાઈટ ટુ ઈન્ફોર્મેશન) ફાઈલ કરી હતી, પણ CBIએ કોઈ જવાબ ના આપ્યો. હવે ગણેશે એજન્સીને ચેતવણી આપતા કહ્યું કે, જો સુશાંતની પ્રથમ પુણ્યતિથિ એટલે કે 14 જૂન સુધી મને રાઈટ ટુ ઈન્ફોર્મેશનનો જવાબ નહીં મળે તો હું અને અન્ય સુશાંતના ચાહકો CBIની ઓફિસ સામે આંદોલન કરીશું.

સુશાંતનો મિત્ર ગણેશ હિવારકર
સુશાંતનો મિત્ર ગણેશ હિવારકર

સિદ્ધાર્થ પિઠાની પર CBI એક્શન લે: ગણેશ
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ગણેશે કહ્યું, NCB(નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)નું કામ તો જગ જાહેર છે. તેમણે સિદ્ધાર્થ(સુશાંતનો મિત્ર અને રૂમ પાર્ટનર)ને અરેસ્ટ કર્યો છે, પરંતુ NCB માત્ર ડ્રગના એન્ગલથી તેને આરોપી સાબિત કરી શકે છે. હવે CBIની જવાબદારી છે કે તે સિદ્ધાર્થ પર કોઈ એક્શન લે. તેઓ કોને સસ્પેક્ટ માની રહ્યા છે? આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ક્યારે ફાઈલ કરશે? આ મર્ડર છે કે અબેટમેન્ટ ટુ સુસાઈડ? હજુ સુધી આની પર કોઈ એક્શન કેમ લીધા નથી? બધા કારણ પર પ્રકાશ પાડો.

ગણેશની પોસ્ટ
ગણેશની પોસ્ટ

વધુમાં ગણેશે કહ્યું, મેં અનેક પ્રશ્નોનો જવાબ જાણવા માટે 15 મેના રોજ RTI ફાઈલ કરી હતી, પરંતુ 13 દિવસ પછી પણ CBI તરફથી કોઈ જવાબ આવ્યો નથી. હજુ CBI 10થી 12 દિવસનો સમય લઇ શકે છે. તેમ છતાં જો 14 જૂન સુધી મને જવાબ નહીં મળે તો તો હું અને અન્ય સુશાંતના ચાહકો CBIના દિલ્હી કાર્યાલય પર આંદોલન કરીશું.

હૈદરાબાદથી સિદ્ધાર્થની ધરપકડ કરી
આ કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરતી નોર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ તેના પૂર્વ હાઉસ મેનેજર સિદ્ધાર્થ પિઠનીની હૈદરાબાદથી ધરપકડ કરી હતી. પિઠાની પર ડ્રગ્સ ખરીદવાનો તથા સુશાંત સુધી પહોંચાડવાનો આક્ષેપ છે. આ પહેલાં CBIએ અનેકવાર સિદ્ધાર્થની પૂછપરછ કરી હતી. તેને 1 જૂન સુધી કસ્ટડીમાં મોકલ્યો છે. ડ્રગ્સ કેસમાં NCBએ 3 વાર સમન્સ મોકલ્યા હોવા છતાં પણ તે હાજર થયો નહોતો. એ પછી તેને ફરાર જાહેર કર્યો હતો.

14 જૂન, 2020ના રોજ સુશાંતે દુનિયાને અલવિદા કહ્યું
14 જૂનના રોજ સુશાંતની ડેડબોડી બાંદ્રાના ફ્લેટમાંથી લટકતી મળી આવી હતી. મુંબઈ પોલીસે આ આત્મહત્યા જણાવી હતી જો કે, દોઢ મહિના પછી એક્ટરના પિતા કેકે સિંહે પટનામાં રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ FIR ફાઈલ કરી હતી. તેમણે રિયા પર સુશાંતને આત્મહત્યા માટે મજબૂર કરવા અને બેંકમાંથી 15 કરોડ રૂપિયાની હેરાફેરીનોં આરોપ લગાવ્યો હતો. એ પછી કેસ CBI પાસે ગયો. CBIની મદદ કરી રહેલી એમ્સે મર્ડરની વાતને નકારી દીધી છે અને રિપોર્ટ એજન્સીને સોંપ્યો છે. જો કે હજુ પણ CBIની તપાસ તો ચાલુ જ છે.

અન્ય સમાચારો પણ છે...