ફર્સ્ટ ડેથ એનિવર્સરી:અંતિમ સમય સુધી પ્રેમ માટે તરસતો રહ્યો હતો સુશાંત, ચાર એક્ટ્રેસિસ સાથે જોડાયું નામ પરંતુ પ્રેમ અધૂરો જ રહ્યો

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત પોતાના ફ્લેટમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો

શાંત ચહેરો..સૌમ્ય હાસ્ય અને ચમકતું ફિલ્મી કરિયર. સુશાંત સિંહ રાજપૂત પાસે બધું જ હતું, પરંતુ પ્રેમ નહોતો. સુશાંતનું નામ ઘણી એક્ટ્રેસિસ સાથે જોડાયું છે. અંકિતા લોખંડેથી લઈ રિયા ચક્રવર્તી સુશાંતના જીવનમાં આવી પરંતુ તેનો પ્રેમ સફળ રહ્યો નહીં. સુશાંતના અધૂરા સંબંધો પર એક નજર...
અંકિતા લોખંડે

2016માં અંકિતા-સુશાંતનું બ્રેકઅપ થયું હતું
2016માં અંકિતા-સુશાંતનું બ્રેકઅપ થયું હતું

અંકિતા તથા સુશાંતની નિકટતા 2009માં ટીવી સિરિયલ 'પવિત્ર રિશ્તા' દરમિયાન વધી હતી. છ વર્ષ સુધી લિવ ઈનમાં રહ્યા બાદ 2016માં બંને અલગ થઈ ગયા હતા. સુશાંતે, માર્ચ 2019માં સો.મીડિયા અકાઉન્ટમાંથી તમામ તસવીરો ડિલિટ કરી નાખી હતી. જોકે, જ્યારે અંકિતાને ફોન પર સુશાંતના મોતના સમાચાર મળ્યા તો તે માત્ર એટલું જ કહી શકે કે 'વ્હોટ?'

સુશાંતે કરિયરમાં આગળ વધવા માટે અંકિતાનો સાથ છોડ્યો હતો. અંકિતાએ કહ્યું હતું કે સુશાંત પોતાની પસંદ અંગે બહુ જ પહેલેથી સ્પષ્ટ હતો.

ક્રિતિ સેનન

ક્રિતિ-સુશાંત વચ્ચે માત્ર એક વર્ષ સંબંધ ટક્યો
ક્રિતિ-સુશાંત વચ્ચે માત્ર એક વર્ષ સંબંધ ટક્યો

અંકિતા સાથેના બ્રેકઅપ બાદ સુશાંતનું નામ 2017માં આવેલી ફિલ્મ 'રાબ્તા'ની કો-સ્ટાર ક્રિતિ સેનન સાથે જોડાયું હતું. આ ફિલ્મ પહેલાં આલિયા ભટ્ટને ઑફર કરવામાં આવી હતી, પરંતુ તેણે ના પાડતા ફિલ્મ ક્રિતિને મળી હતી. શૂટિંગ દરમિયાન સુશાંત તથા ક્રિતિની નિકટતાની વાતો સામાન્ય થઈ ગઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી, પરંતુ બંને વચ્ચેનું બોન્ડિંગ મજબૂત બન્યું હતું. ક્રિતિ અવારનવાર સુશાંતને મળવા તેના ફ્લેટ પર જતી હતી. 2017માં ક્રિતિના જન્મદિવસ પર સુશાંતે પાર્ટી આપી હતી. જોકે, બંને એકબીજાના સારા મિત્રો હોવાની વાત જ કરતા હતા. તેમણે ક્યારેય એ વાત સ્વીકારી નહોતી કે બંને વચ્ચે અફેર છે.

14 જૂન, 2020ના રોજ સુશાંતના મોતના ત્રીજા દિવસે ક્રિતિએ ભાવુક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'સુશ, મને ખબર હતી કે તારું દિમાગ એકદમ બ્રિલિયન્ટ છે જે તારું મિત્ર પણ છે અને દુશ્મન... પણ હું એ વાતથી એકદમ તૂટી ગઈ છું કે તારી લાઈફમાં એક ઘડી એવી આવી જ્યાં તને જીવવા કરતાં મરી જવું વધુ સરળ લાગ્યું. કાશ તારી પાસે એ ઘડીએ લોકો હોત અને એ ક્ષણ પસાર થઇ ગઈ હોત. એ ઘડીએ કાશ તે તને પ્રેમ કરનારાને તારાથી દૂર ના કર્યા હોત... કાશ હું તારી અંદર જે તૂટ્યું હતું એને સરખું કરી શકત... હું ના કરી શકી.’

સારા અલી ખાન

2019ની શરૂઆતમાં સારા તથા સુશાંત અલગ થયા
2019ની શરૂઆતમાં સારા તથા સુશાંત અલગ થયા

ક્રિતિ સાથેના બ્રેકઅપ બાદ સુશાંત એક્ટ્રેસ સારના સંપર્કમાં આવ્યો હતો. સારાની ડેબ્યૂ ફિલ્મ 'કેદારનાથ'નો કો-સ્ટાર હતો. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ચર્ચા હતી કે બંને એકબીજાને ડેટ કરે છે. સારા એક્ટરના ફાર્મહાઉસ પર પણ જતી અને અહીંયા ત્રણથી ચાર દિવસ રોકાતી. ડિસેમ્બર, 2018માં સારા તથા સુશાંત થાઈલેન્ડ ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ બંને એરપોર્ટથી સીધા ફાર્મહાઉસ ગયા હતા. સુશાંત, સારાને પ્રપોઝ કરવાનો હતો પરંતુ કરી શક્યો નહીં. સારા તથા સુશાંતનું જાન્યુઆરી, 2019માં બ્રેકઅપ થયું હતું અને ત્યારબાદથી સારા ક્યારેય સુશાંતના ફાર્મહાઉસમાં ગઈ નહોતી.

સુશાંતના મોત બાદ ડ્રગ્સ એંગલમાં સારાનું નામ સામે આવ્યું હતું. રિયાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે અને સારા સાથે ગાંજો લેતા હતા. સારા જ તેને ગાંજો ઑફર કરતી હતી.

રિયા ચક્રવર્તી

એપ્રિલ 2019થી સુશાંતે રિયાની સાથે લિવ ઈનમાં રહેવાનું શરૂ કર્યું હતું
એપ્રિલ 2019થી સુશાંતે રિયાની સાથે લિવ ઈનમાં રહેવાનું શરૂ કર્યું હતું

રિયા તથા સુશાંતની પહેલી મુલાકાત 2013માં થઈ હતી. તે સમયે સુશાંત 'શુદ્ધ દેસી રોમાન્સ'નું શૂટિંગ કરતો હતો અને રિયા બાજુમાં 'મેરે ડેડ કી મારુતિ' ફિલ્મનું શૂટિંગ કરતી હતી. ત્યારબાદ બંને પાર્ટીઓમાં મળતા અને મિત્રો બન્યા હતા. એપ્રિલ, 2019માં રિયા તથા સુશાંતે લિવ ઈનમાં રહેવાની શરૂઆત કરી હતી. જોકે, આ દરમિયાન બંનેએ ક્યારેય પોતાના સંબંધોને જાહેરમાં સ્વીકાર્યો નહોતો.

સુશાંતના મોત બાદ સંબંધ કબૂલ્યો
સુશાંતના મોતના એક મહિના બાદ રિયાએ CBI તપાસની ડિમાન્ડ કરીને પોતાને સુશાંતની પ્રેમિકા ગણાવી હતી. સુશાંતના મોતના અઠવાડિયા પહેલાં જ રિયા બ્રેકઅપ કરીને ઘર છોડીને જતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...