સુશાંતના મોતની CBI તપાસ:સુશાંત કેસમાં CBI પાસે શોધવાની એક જ વસ્તુ બાકી રહી ગઈ છે - ક્લોઝર રિપોર્ટની ડેટ

મુંબઈ4 મહિનો પહેલા
 • 14 જૂન, 2021ના રોજ સુશાંતના મોતને એક વર્ષ થયું

મનીષા ભલ્લા/આશીષ રાયઃ સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં CBIએ રિયા સહિત છ લોકો વિરુદ્ધ કેસ કર્યો છે, પરંતુ છેલ્લાં 11 મહિનામાં CBIના હાથમાં કંઈ જ આવ્યું નથી. કોઈની ધરપકડ કરવામાં આવી નથી, કોઈ ચાર્જશીટ પણ ફાઇલ થઈ નથી. CBI હવે ક્લોઝર રિપોર્ટ આપે તેવી શક્યતા છે. વારંવાર પૂછવા છતાંય CBI સત્તાવાર રીતે આ કેસમાં કંઈ બતાવવા તૈયાર નથી.

CBIની કાર્યવાહીમાં શું શું થયું
CBIને સુપ્રીમ કોર્ટ તરફથી 19 ઓગસ્ટના રોજ કેસમાં આગળ વધવાનો આદેશ મળી ગયો હતો. ત્યારબાદ CBIની એક ટીમે મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારમાં DRDO ગેસ્ટ હાઉસમાં પોતાની ઓફિસ બનાવી દીધી હતી અને એક પછી એક તમામ અભિયુક્તને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

28 ઓગસ્ટથી સતત ત્રણ દિવસ સુધી સાત-સાત કલાક સુધી રિયાની પૂછપરછ કરવામાં આવી હતી. રિયાની સાથે તેના ભાઈ શૌવિક, માતા સંધ્યા તથા પિતા ઈન્દ્રજીત અને સુશાંતના મિત્ર સિદ્ધાર્થ, હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, સ્ટાફમાંથી દીપેશ સાવંત તથા કેશવની પૂછપરછ કરવામાં આવી હતી. સુશાંતના સ્ટાફમાંથી મહેશ શેટ્ટી તથા મેનેજર શ્રુતિ મોદીને પણ કલાકો સુધી સવાલ કરવામાં આવ્યા હતા. CBIની ટીમે સુશાંતના ઘર પર ક્રાઇમ સીન રીક્રિએટ કર્યો હતો. ટીમ કૂપર હોસ્પિટલ પણ ગઈ હતી અને સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટર્સની ટીમને પણ સવાલ-જવાબ કર્યા હતા. સુશાંત તથા રિયા થોડાં સમય માટે મુંબઈ એરપોર્ટની નજીક એક રિસોર્ટમાં ત્રણ મહિના માટે રોકાયા હતા. તે રિસોર્ટના મેનેજર તથા તમામ સ્ટાફની પણ પૂછપરછ થઈ હતી.

તપાસ ટીમના અધિકારીઓનો ટ્રેડ રેકોર્ડ

 • CBIએ આ કેસની તપાસ માટે એક ટીમ બનાવી હતી. આ તમામ અધિકારી મહત્ત્વપૂર્ણ પદ પર રહી ચૂક્યા છે. અનેક મોટા કેસ હેન્ડલ કરી ચૂક્યા છે.
 • મનોજ શશિધર ગુજરાત કેડરના 1994 બેચના અધિકારી છે, તે ગુજરાત IBમાં ADG હતા અને વડોદરાના કમિશ્નર પણ રહી ચૂક્યા છે. તેમને ગયા વર્ષે જ CBIમાં મોકલવામાં આવ્યા હતા
 • ગગનદીપ ગંભીર પણ ગુજરાત કેડરમાંથી છે. 2004ની બેચના અધિકારી ગગનદીપ આ પહેલાં સૃજન કૌંભાડ તથા હાથરસ કેસમાં તપાસ અધિકારી રહી ચૂક્યા છે. તેમણે ગેરકાનૂની ખનિજ ખનન કેસ, અગસ્ટા વેસ્ટલેન્ડ ડીલ તથા વિજય માલ્યા કેસમાં તપાસ કરી છે.
 • ટીમના ત્રીજા અધિકારી નૂપુર પ્રસાદ AGMUT કેડરમાંથી છે. 2007ની બેચના અધિકારી નૂપુર બિહારના ગયામાં રહે છે. તેમના પતિ IPS સુરેન્દ્ર હાલમાં FRROમાં કાર્યરત છે.

3 અઠવાડિયા પહેલાં જ CBIને નવા ડિરેક્ટર મળ્યા
જ્યારે સુશાંત કેસ CBIની પાસે આવ્યો ત્યારે ઋષિ કુમાર શુક્લા ડિરેક્ટર હતા. તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો અને તેમના સ્થાને સુબોધ કુમાર જયસ્વાલે ગયા મહિને એટલે કે 25 મેના રોજ કાર્યભાર સંભાળ્યો. નવા ડિરેક્ટર માટે સુશાંત કેસ કેટલો પ્રાયોરિટીમાં છે, તે કહેવું અઘરું છે. કદાચ તે જે કેસ આગળ વધી શક્યા નથી, તેમાં તાત્કાલિક ક્લોઝર રિપોર્ટ આપવાનું કહી શકે છે.

પ્રવક્તા પણ નવા અધિકારી, કહ્યું- કંઈ ખબર નથી
CBIના નવા પ્રવક્તા રમેશ ચંદ્ર જોષીને દિવ્ય ભાસ્કરે સુશાંત કેસ અંગે પૂછ્યું તો તેમણે કોઈ માહિતી શૅર કરવાની ના પાડતા કહ્યું કે તેમને કંઈ જ ખબર નથી. જોષી ઇન્ડિયન ઇન્ફર્મેશન સર્વિસના અધિકારી છે અને ત્રણ મહિના પહેલાં જ CBIના પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

CBIનો ફરી એકવાર રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો

 • સુશાંતનું મોત મુંબઈમાં થયું હતું. પહેલી નજરમાં આ એક સુસાઈડ કેસ હતો. તેનો અર્થ આ કેસ મુંબઈ પોલીસે હેન્ડલ કરવાનો હતો. બીજી તરફ સુશાંતના પિતાએ પટનામાં રિયા ચક્રવર્તી તથા અન્ય લોકો વિરુદ્ધ FIR કરાવી હતી. આ કેસની તપાસ બિહાર પોલીસ પાસે હતી.
 • મહારાષ્ટ્રમાં બિન ભાજપની સરકાર છે. બિહારમાં ભાજપ તથા જનતાદળ યુનાઈટેડની સરકાર છે. બિહારની વિધાનસભા ચૂંટણી નજીક હોવાથી આ કેસ રાજકીય દૃષ્ટિથી વધારે મહત્ત્વનો હતો. પછી આ કેસ CBIને આપવામાં આવ્યો.
 • બિહાર વિધાન ચૂંટણી નજીક આવી એટલે આ કેસ સાવ ભૂલાઈ ગયો હતો. CBIની તપાસ પણ આ દરમિયાન એકદમ મંદ પડી ગઈ હતી. આજે તો કોઈ પણ રાજકીય પાર્ટીને આ કેસની ના દરકાર છે ના તો CBIએ કોઈ નિર્ણાયક પગલું ભર્યું.

EDની તપાસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો

 • એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે પણ સુશાંત કેસમાં મની લોન્ડ્રિંગ એંગલની તપાસ કરી હતી. EDને પણ પોતાની તપાસમાં કોઈ નક્કર પુરાવા મળ્યા નહીં.
 • રિયાએ સુશાંતના બેંક અકાઉન્ટ્સમાંથી 15 કરોડ રૂપિયા હડપ કર્યા છે, તેવો આક્ષેપ સુશાંતના પિતાએ લગાવ્યો હતો.
 • આ આધારે EDએ મની લોન્ડ્રિંગ થયું છે કે નહીં તેની તપાસ શરૂ કરી
 • 7 ઓગસ્ટના રોજ EDએ રિયાની પૂછપરછ કરી હતી
 • અત્યાર સુધી ED કોઈ નક્કર નિર્ણય પર આવી નથી. માનવામાં આવે છે કે EDને રિયા કે તેના પરિવાર વિરુદ્ધ કંઈ જ મળ્યું નથી.
 • EDએ રિયાનો મોબાઈલ ફોન સ્કેન કર્યો હતો. ચેટ રેકોર્ડમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો અને EDએ NCBને આ અંગેની માહિતી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...