તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુશાંત ડેથ કેસ:26/11 આતંકી હુમલા પર સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ બનાવવાનો હતો, મૃત્યુના એક દિવસ પહેલાં મેકર્સ સાથે વાત થઇ હતી

5 દિવસ પહેલા

સુશાંત સિંહના એજન્ટ ઉદય સિંહ ગૌરીએ ત્રણ તપાસ એજન્સીને આ જાણકારી આપી છે કે એક્ટર 26/11 ના રોજ મુંબઈમાં થયેલા ટેરેરિસ્ટ અટેક પર બનનારી એક ફિલ્મમાં કામ કરવાનો હતો.

ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, સુશાંત કોર્નર સ્ટોન LLP નામની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે જોડાયેલો હતો અને તેની સાથે જોડાયેલા ઉદય સિંહ ગૌરીએ મુંબઈ પોલીસ, CBI અને ED સામે ખુલાસો કર્યો કે સુશાંતની ISI અને કસાબને લઈને બનનારી ફિલ્મ માટે ચર્ચા ચાલી રહી હતી. 13 જૂને ગૌરીએ ફિલ્મમેકર નિખિલ અડવાણી, પ્રોડ્યુસર રમેશ તોરાની અને સુશાંતનો એક કોન્ફરન્સ કોલ કરાવ્યો હતો જેમાં તેમણે અંદાજે 7 મિનિટ સુધી ફિલ્મને લઈને ચર્ચા કરી હતી.

કોલ દરમ્યાન નિખિલે ફિલ્મનો આઈડિયા સુશાંતને શેર કર્યો હતો જેને સાંભળ્યા બાદ સુશાંત પણ તેને સવાલ- જવાબ કરી રહ્યા હતા.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગૌરીની 13 જૂને અંદાજે 5-6 વખત સુશાંત સાથે વાત થઇ હતી. ફિલ્મને લઈને નેક્સ્ટ ડિસ્કશન 15 જૂને થવાનું હતું પણ 14 જૂને સુશાંત તેના એપાર્ટમેન્ટમાં મૃત મળ્યો હતો. ગૌરી પહેલાં નિખિલ અડવાણી અને રમેશ તોરાનીએ પણ આ વાતનો ખુલાસો કરી દીધો છે કે 13 જૂને તેમની સુશાંત સાથે ફોન પર વાત થઇ હતી.

14 જૂને મૃત્યુ થયું
34 વર્ષીય સુશાંતની ડેડ બોડી 14 જૂન, 2020ના રોજ તેના બાંદ્રા સ્થિત ફ્લેટ પર મળી હતી. પોલીસે આત્મહત્યાની શંકા જતાવી હતી. ઘટનાસ્થળ પર કોઈ સુસાઇડ નોટ મળી ન હતી. પોલીસને સુશાંતના રૂમમાંથી એક ફાઈલ મળી, જેનાથી ખબર પડે છે કે તે 6 મહિનાથી ડિપ્રેશનની સારવાર લઇ રહ્યો હતો.

મોડી રાત્રે મિત્ર અને સવારે બહેનને ફોન કર્યો હતો
જાણકારી મુજબ, સુશાંતે શનિવાર રાત્રે 12:45 વાગ્યે તેના એક મિત્ર મહેશ શેટ્ટીને ફોન કર્યો હતો, પણ તેણે રિસીવ કર્યો ન હતો. રવિવારે સવારે સુશાંત સવારે ઉઠ્યો, 9 વાગ્યા આસપાસ તેણે જ્યુસ પીધું. ત્યારબાદ મુંબઈમાં રહેતી તેની બહેનને ફોન કર્યો અને પછી બેડરૂમમાં જતો રહ્યો.

બપોરે 12:30 વાગ્યે તેના કુકે લંચ માટે ઘણીવાર દરવાજો ખખડાવ્યો. મોબાઈલ પર કોલ કર્યો. પણ જ્યારે કોઈ જવાબ ન મળ્યો તો તેની બહેનને ફોન લગાવ્યો. બહેન આવ્યા પછી ચાવીવાળાને બોલાવીને બેડરૂમનો દરવાજો ખોલાવવામાં આવ્યો. અંદર સુશાંત ફાંસી પર લટકેલો હતો. જોકે, હજુ સુધી એ જાહેર નથી થયું કે સુશાંતના મૃત્યુનું કારણ આત્મહત્યા હતું કે બીજું કઈ?

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો