સુશાંત સુસાઈડ કેસ:‘દિલ બેચારા’ ફિલ્મના કો-એક્ટર સાહિલ વૈદે કહ્યું, ‘ડ્રાઈવ એક ખરાબ ફિલ્મ હતી, તેમાં કામ કરીને સુશાંત ફસાઈ ગયો હતો’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ‘ડ્રાઈવ’ 2019માં નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી, ફિલ્મને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો
  • સાહિલે કહ્યું, ‘સુશાંત સાથે શું થયું તે હું જાણતો નથી પરંતુ તે નબળો નહોતો, તે સેટ પર ખુશ જ રહેતો હતો’
  • સુશાંતનાં મૃત્યુ પછી હવે કરણ જોહર સાહિલના મેસેજનો જવાબ આપતા નથી

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 50થી પણ વધારે દિવસ થઇ ગયા છે અને આત્મહત્યા કેસમાં રોજ કઈક નવા વળાંકો આવી રહ્યા છે. આ દરમિયાન સુશાંત સાથે તેની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’માં કામ કરી ચૂકેલા એક્ટર સાહિલ વૈદે ઇન્ટરવ્યૂ ઘણી વાતો શેર કરી છે.

‘ડ્રાઈવ’ 2019માં નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી
સાહિલે નવભારતને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સુશાંત સાથે શું થયું તે હું જાણતો નથી પરંતુ તે નબળો નહોતો. તે ચુપચાપ સહન કરનારા લોકોમાંથી પણ નહોતો. કમનસીબે ડ્રાઈવ ખરાબ ફિલ્મ બની ગઈ અને તે આ ફિલ્મમાં કામ કરીને ફસાઈ ગયો હતો. કરણ જોહર માટે આ ફિલ્મને થિયેટર સુધી લઇ જવું મુશ્કેલ બની ગયું હતું. ફિલ્મને જાણી જોઇને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી તે વાત ખોટી છે. ડ્રાઈવ 2019માં નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી અને તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

દિલ બેચારમાં સુશાંતની સાથે સાહિલ વૈદ
દિલ બેચારમાં સુશાંતની સાથે સાહિલ વૈદ

‘સુશાંતના આત્મહત્યાના સમાચાર પર વિશ્વાસ ન આવ્યો’
સાહિલે વધુમાં કહ્યું કે, જ્યારે મેં સુશાંતની આત્મહત્યાનાં સમાચાર સાંભળ્યા ત્યારે મેં વિચાર્યું કે શું બકવાસ છે. મને ક્યારેય એવું લાગ્યું નથી કે તે પોતાનો જીવ લઇ શકે. તે સેટ પર ખુશ જ રહેતો હતો અને આજુબાજુના લોકોને પણ હસાવતો રહેતો હતો. એટલું જ નહિ પણ તેની સામે તો હું ડિપ્રેશનમાં હોઉં તેવું લાગતું હતું. હા, દરેક વ્યક્તિની અંદર શું ચાલી રહ્યું છે તે સમજવું મુશ્કેલ છે પરંતુ મેં સુશાંતની અંદર એવી કોઈ જ વસ્તુ નોટિસ કરી નહોતી.

સુશાંતનાં મૃત્યુ પછી બોલિવૂડમાં ચર્ચાતા નેપોટિઝ્મના મુદ્દા પર સાહિલે કહ્યું કે, કરિયરની શરુઆતમાં નેપોટિઝ્મ અડચણ બને છે, પરંતુ એકવાર તમારું મોટું નામ બની ગયું તો તમને કોઈ રોકી શકશે નહિ.

‘કરણ જોહર મારા મેસેજનો જવાબ આપતા નથી’
વર્ષ 2017માં આપેલા ઇન્ટરવ્યૂમાં સાહિલે કહ્યું હતું કે, ધર્મા પ્રોડક્શન કામ કરવા માટે સારી જગ્યા છે. તેઓ કાસ્ટ અને ક્રૂનું સારું ધ્યાન રાખે છે. તેમને ખબર છે કે, ફિલ્મો કેવી રીતે બનાવવી છે અને ટીમને મોટીવેટ કઈ રીતે કરવું છે. સાહિલે કરણ જોહર સાથેના બોન્ડિંગ પર કહ્યું કે, સુશાંતનાં મૃત્યુ પછી હવે કરણ જોહર મારા મેસેજનો જવાબ આપતા નથી. હું પણ ડરી ગયો છું અને ઈચ્છું છું કે, કોઈ મારી મદદ કરે. મને આશા છે કે ઇન્ડસ્ટ્રીમાં વધુ સારું થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...