ન્યાય ધ જસ્ટિસ:સુશાંત સિંહ રાજપૂતની જિંદગીથી પ્રેરિત ફિલ્મનું ટીઝર રિલીઝ, શ્રદ્ધા કપૂરના પિતા શક્તિ કપૂર NCB ચીફના રોલમાં છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફિલ્મ એક્ટરની આત્મહત્યાના દિવસે એટલે કે 11 જૂને રિલીઝ થશે - Divya Bhaskar
ફિલ્મ એક્ટરની આત્મહત્યાના દિવસે એટલે કે 11 જૂને રિલીઝ થશે
  • ડિરેક્ટર દિલીપ ગુલાટીની ફિલ્મ ‘ન્યાય: ધ જસ્ટિસ’નું શૂટિંગ બે મહિના પહેલાં પૂરું થયું છે
  • ફિલ્મના પ્રોડ્યુસર અશોક સરાવગી છે

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસ પ્રેરિત અપકમિંગ ફિલ્મ ‘ન્યાય: ધ જસ્ટિસ’નું ટીઝર મંગળવારે રિલીઝ થયું. 58 સેકન્ડના આ ટીઝરના દરેક સીન સુશાંતની મૃત્યુનો ઘટનાક્રમ યાદ કરાવે છે. સ્ટોરી ટીવી ચેનલ્સ પર બ્રેકિંગ ન્યૂઝ સાથે શરુ થાય, જેમ 14 જૂનની બપોરે અચાનક આવેલા સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. મેકર્સે રૂમમાં પંખા સાથે લટકેલો લીલા રંગનો દુપટ્ટો પણ દેખાડ્યો છે.

11 જૂને ફિલ્મ રિલીઝ થશે
દિલીપ ગુલાટીએ લખેલી અને તેમના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 11 જૂને થિયેટર્સમાં રિલીઝ થશે. મેકર્સ સુશાંતને શ્રદ્ધાંજલિ આપવા રૂપે ફિલ્મ રિલીઝ કરશે. ફિલ્મમાં લીડ કેરેક્ટરમાં ઝુબેર ખાન અને શ્રેયા શુક્લા છે, તેઓ સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીનો રોલ પ્લે કરશે. અન્ય એક્ટર્સમાં અમન વર્મા, અસરાની, શક્તિ કપૂર, આનંદ જોગ, સોમી ખાન, અરુણ બખ્શી અને સુધા ચંદ્રન સામેલ છે.

શ્રદ્ધા કપૂરના પિતા શક્તિ કપૂર NCB ચીફના રોલમાં
શ્રદ્ધા કપૂરના પિતા શક્તિ કપૂર NCB ચીફના રોલમાં

ફિલ્મનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે
ફિલ્મની ઘોષણા કરવાની સાથે જ વિવાદોમાં સપડાઈ ગઈ હતી. પોતાને સુશાંત સિંહ રાજપૂતનો ફેન કહેનારા મનીષ મિશ્રા નામના સમાજસેવકે પહેલાં ડિંડોશી સિવિલ કોર્ટ અને ત્યાંથી રિજેક્ટ થયા પછી બોમ્બે હાઈકોર્ટમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટે પિટિશન ફાઈલ કર્યું હતું. તેણે સુશાંતની છબી ખરાબ કરવાનો આરોપ મૂક્યો હતો. આ વાતને લઈને હાઈકોર્ટે મનીષ મિશ્રાને પૂછ્યું હતું કે, તમને કેવી રીતે ખબર કે મેકર્સ ફિલ્મમાં શું દેખાડવાના છે?

રાઈટ્સ વગર ફિલ્મનું શૂટિંગ પૂરું થયું
દિલીપ ગુલાટીની ફિલ્મ ‘ન્યાય: ધ જસ્ટિસ’નું શૂટિંગ બે મહિના પહેલાં પૂરું થયું છે. ફિલ્મના પ્રોડ્યુસર અશોક સરાવગીએ જણાવ્યું, ફિલ્મની સ્ટોરી સુશાંત સિંહ રાજપૂતની જિંદગીથી પ્રેરિત છે. તેમાં લીડ કેરેક્ટરનું નામ મહેન્દ્ર ઉર્ફ માહી રાખ્યું છે. જ્યારે રિયા ચક્રવર્તીથી પ્રેરિત કેરેક્ટરનું નામ ઉર્વશી છે. આ સ્ટોરી પબ્લિક ડોમેનમાં છે, આથી રાઈટ્સ લેવાની જરૂર ના પડી.

અન્ય સમાચારો પણ છે...