તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલ:રેડ પછી મુંબઈમાં 5 લોકોને NCB ટીમે કસ્ટડીમાં લીધા, 1 લાખના ડ્રગ્સ અને 4 લાખ કેશ મળ્યા

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ કેસમાં કસ્ટડીમાં લેવામાં આવેલા રાહીલ વિશ્રામના બોલિવૂડ સાથે સારા કનેક્શન છે - Divya Bhaskar
આ કેસમાં કસ્ટડીમાં લેવામાં આવેલા રાહીલ વિશ્રામના બોલિવૂડ સાથે સારા કનેક્શન છે
  • ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા ઘણા બોલિવૂડ સેલિબ્રિટીના નામ સામે આવી શકે છે
  • રિયા ચક્રવર્તીએ પણ ઘણા ફેમસ સેલેબ્સના નામનો ખુલાસો કર્યો છે

સુશાંત સિંહના મૃત્યુ સાથે ડ્રગ્સ કેસની કાર્યવાહી પણ ચાલું છે. NCB (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો)એ ગુરુવારે મુંબઈના અલગ અલગ વિસ્તારમાં રેડ પાડીને 5 લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ રેડમાં વધુ પ્રમાણમાં ડ્રગ્સ મળ્યા છે.

આ પાંચેયની પૂછપરછમાં ઘણા બોલિવૂડ સેલેબ્સના નામનો ખુલાસો થઇ શકે છે. તે પહેલાં રિયા ચક્રવર્તીએ પણ ઘણા ફેમસ સેલેબ્સના નામનો ખુલાસો કર્યો છે. જોકે, NCBએ તેમાંના કોઈને પણ સમન્સ મોકલ્યું નથી.

પકડાયેલા રાહીલ વિશ્રામની બોલિવૂડ સાથે લિંક
NCBના જોઈન્ટ ડિરેક્ટર સમીર વાનખેડેના જણાવ્યા મુજબ, 'NCB મુંબઈએ હિમાચલ પ્રદેશના એક કિલો ચરસ સાથે ડ્રગ પેડલર રાહીલ વિશ્રામને કસ્ટડીમાં લીધો છે. NCBએ તેની પાસેથી 4.5 લાખ રૂપિયા કેશ પણ જપ્ત કર્યા. તે સુશાંત સિંહ ડેથ કેસમાં સંબંધિત અન્ય પેડલર્સ સાથે ડિરેક્ટલી જોડાયેલો છે.' જણાવવામાં આવી રહ્યું છે કે રાહીલ વિશ્રામના સુશાંત સિંહ સાથે જોડાયેલા સ્મગલર્સ સાથે સીધા સંબંધ છે. રાહુલની અનુજ કેસવાની, કૈઝાન અને શોવિક ચક્રવર્તી સાથે સીધી લિંક મળી છે.

ડ્રગ પેડલર સૂર્યદીપને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે
મુંબઈથી પકડવામાં આવેલા ડ્રગ પેડલર સૂર્યદીપ મલ્હોત્રાને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે. સુશાંત સિંહ કેસની તપાસ કરી રહેલી NCBએ સૂર્યદીપને મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીના કનેક્શનના આરોપમાં અરેસ્ટ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યદીપ કોલેજ ટાઇમથી જ શોવિકનો સારો મિત્ર રહ્યો છે. સૂર્યદીપ મલ્હોત્રા મુંબઈના ફેમસ સેલેબ્સને ડ્રગ સપ્લાય કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...