તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશાંત કેસ સાથે જોડાયેલો ડ્રગ્સ એંગલ:ફરી એકવાર બોલિવૂડની બદનામીથી વધારે કંઈ નહીં, NCBએ કહ્યું- કેસની તપાસ હજી પણ બંધ થઈ નથી

મુંબઈ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધી 35 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે

સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી 35 આરોપી સામે આવ્યા છે, પરંતુ તેમાં રિયા ચક્રવર્તીને છોડીને કોઈ મોટું નામ નથી. આ કેસમાં બોલિવૂડમાં ડ્રગ્સ લેવાની વાત ફરી સામે આવી છે, પરંતુ કોઈ પણ મોટા સ્ટાર્સ વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા નથી.

આ કેસમાં 35 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે, જેમાં આઠને છોડીને તમામને જામીન મળી ગયા છે. સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીની ગયા મહિને 26મીના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ વાતથી સાબિત થયું કે NCB હજી પણ તપાસ કરી રહી છે.

અત્યાર સુધી ડ્રગ્સ કેસમાં શું શું થયું?

 • એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)એ ટ્રેસ કરેલાં મેસેજમાંથી ડ્રગ્સની લેવડદેવડ અંગે ખબર પડી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને ઈન્ટીમેશન આપવામાં આવ્યું હતું અને કેસ સંખ્યા CR 16/2020 દાખલ કરીને NCBએ તપાસ શરૂ કરી હતી.
 • NCBએ રિયા ચક્રવર્તી તથા તેના ભાઈ શૌવિક તથા બીજા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી મોટાભાગના ડ્રગ્સની લેવડદેવડમાં સામેલ હતા.
 • રિયાને જામીન મળી ગયા. માનવામાં આવે છે કે રિયા ડ્રગ્સ ટ્રેડને ફાઇનાન્સ કરતી હતી, તેના કોઈ પુરાવા મળ્યા નથી.
 • NCBએ 35 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, હવે ટ્રાયલ શરૂ થશે.
 • ચાર્જશીટ 12 હજાર પાનાંની છે અને 50 હજાર પેજ ડિજિટલ ફોર્મેટમાં છે. ચાર્જશીટમાં 200 સાક્ષીઓના નિવેદન લેવામાં આવે છે.

રિયા ચક્રવર્તી વિરુદ્ધ શું આરોપ છે?

 • રિયા વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેન્સ એક્ટ, 1985ના સેક્શન 22 (B) (20) તથા 8 (Cની સાથે) સેક્શન 27 A, 28, 29 તથા 30 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
 • સેક્શન 20નો અર્થ છે, ગેરકાયદેસર રીતે ગાંજો પોતાના પાસે રાખવો અથવા લેવડદેવડ સંબંધિત ગુનો
 • સેક્શન 27Aનો અર્થ છે પ્રતિબિંધિત ડ્રગ્સ વેપાર માટે પૈસા આપવા
 • સેક્શન 28નો અર્થ ગુનો કરવાનો પ્રયાસ
 • સેક્શન 29નો અર્થ છે ગુનોનો ષડયંત્ર રચવું
 • સેક્શન 30નો અર્થ છે ગુનાની તૈયારીમાં સામેલ થવું

ચેટ રેકોર્ડ્સ તથા બીજા આધાર પર NCBએ બોલિવૂડ સેલેબ્સની પૂછપરછ કરવાનું શરૂ કર્યું હતું. દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર તથા અર્જુન રામપાલની પૂછપરછ થઈ હતી. જોકે, આ તમામ વિરુદ્ધ કોઈ નક્કર માહિતી મળી નથી.

અર્જુન રામપાલના ઘરે દરોડા પણ પડ્યા હતા. તેની પ્રેમિકા ગેબ્રિએલાના ભાઈ એજિસિલાઓસની ધરપકડ કરવામાં આવી હતી.

ડ્રગ્સ કેસમાં હજી તપાસ ચાલે છે
NCB મુંબઈના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું, 'આ કેસમાં હજી તપાસ પૂરી થઈ નથી. હજી સુધી 35 આરોપીઓ સામે આવી ગયા છે. અમે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. જોકે, હજી સુધી અમે તપાસ કરવાનું બંધ કર્યું નથી. જો જરૂર પડી તો સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ પણ થશે.'

NCBના લેવલનો કેસ ક્યારેય હતો જ નહીં

 • NDPS એક્ટના જાણકાર પહેલેથી જ કહે છે કે આ કેસ ક્યારેય NCBના લેવલનો હતો જ નહીં. આ કેસમાં તપાસમાં જો કોઈ મોટી સિન્ડિકેટનો ખુલાસો ના થયો તો આ વાત ફરીવાર સાચી પડશે.
 • NDPS એક્ટ અંગે દેશના જાણીતા સેલિબ્રિટી વકીલ રિઝવાન મર્ચન્ટે કહ્યું હતું, 'NCBની રચના ડ્રગ્સના પેકેટ શોધવા માટે નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય તથા ઈન્ટર સ્ટેટ સ્તર પર ડ્રગ્સનું સ્મગલિંગ રોકવા માટે થઈ હતી.'
અન્ય સમાચારો પણ છે...