તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મ સાથે જોડાયેલું સત્ય:'દિલ બેચારા'ના ક્લાઈમેક્સનું ડબિંગ સુશાંત સિંહ રાજપૂત કરી શક્યો નહોતો, કોઈ બીજાએ તેનો અવાજ કાઢ્યો અને ફિલ્મ પૂરી કરી હતી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના નિધનને લગભગ 11 મહિનાનો સમય થઈ ગયો છે. તેની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' તેના નિધનના લગભગ 4 મહિના બાદ રિલીઝ થઈ હતી. પરંતુ શું તમને ખબર છે કે, આ ફિલ્મના ક્લાઈમેક્સ સીન માટે તે ડબિંગ નહોતો કરી શક્યો. બાદમાં એક વોઈસ ઓવર આર્ટિસ્ટે તેનો અવાજ કાઢીને ડબિંગ પૂરું કર્યું હતું. આ ડબિંગ આર્ટિસ્ટ હતો આરજે આદિત્ય. એક વાતચીતમાં ખુદ આદિત્યે આ વાતનો ખુલાસો કર્યો.

ઘણા આર્ટિસ્ટ્સનો અવાજ ટ્રાય કરવામાં આવ્યો
મિસ માલિની સાથે વાતચીતમાં આદિત્યે જણાવ્યું કે, મને લાગે છે કે સુશાંતના શોકિંગ અને દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ બાદ આ બધું શરૂ થયું. કોઈએ વિચાર્યું ન હતું કે આવું કંઈક થશે. ફિલ્મ (દિલ બેચારા)માં તેનું અમુક વોઈસ વર્ક બાકી રહી ગયું હતું, જે તે પૂરું કરી શક્યો નહીં. પ્રોડક્શન ટીમે તેના માટે લોકોની શોધ શરૂ કરી અને ઘણા વોઈસ ઓવર આર્ટિસ્ટ્સને ટ્રાય કર્યા, પરંતુ સુશાંત જેવો અવાજ મળી શક્યો નહીં. ત્યારબાદ મુકેશ છાબરા (ફિલ્મના ડાયરેક્ટર)ની ઓફિસમાંથી કોઈએ મને અપ્રોચ કર્યો અને સુશાંત માટે પોતાનો અવાજ ટ્રાય કરવા માટે કહ્યું.

આદિત્યએ આગળ કહ્યું કે, મુકેશ છાબરાના ઓફિસથી મને એમએસ ધોનીની એક ક્લિપ મોકલવામાં આવી, જેને હું ટ્રાય કરવા જઈ રહ્યો હતો અને તેમાં ઘણો સમય લાગ્યો. કેમ કે, મેં ઘણા એક્ટર્સનો અવાજ ટ્રાય કર્યો હતો, પરંતુ ક્યારે સુશાંતનો અવાજ ટ્રાય નહોતો કર્યો. તેથી તેનો અવાજ કાઢવાની આ પહેલી તક મળી હતી. પરંતુ જેવું મેં ઓડિશન મોકલ્યું, મને મુકેશ છાબરાની ઓફિસમાંથી ફોન આવ્યો અને કહ્યું કે તેઓ મારી સાથે વાત કરવા માગે છે.

પ્રેક્ટિસ કરવામાં વધુ બે દિવસ લાગ્યાં હતા
આદિત્યના અનુસાર, તેને સુશાંતનો અવાજ કાઢવા માટે વધુ 2 દિવસનો સમય લાગ્યો હતો. કેમ કે આ કોઈની મિમિક્રી નહોતી, પરંતુ પાત્રની ભાવનાને યોગ્ય રીતે રજૂ કરવાની હતી. 'દિલ બેચારા' ડાયરેક્ટર તરીકે મુકેશ છાબરાની પહેલી ફિલ્મ છે. તેમાં સુશાંત સિવાય સંજના સાંઘીની પણ મુખ્ય ભૂમિકા છે. સૈફ અલી ખાને આ ફિલ્મમાં સ્પેશિયલ એપિરિયન્સ આપ્યું છે.