સુશાંતની મિત્રનો દાવો:સ્મિતા પારીખે લખ્યું, ‘રિયા સુશાંત પહેલાં આદિત્ય રોય કપૂરને ડેટ કરતી હતી’, આત્મા સાથે રહેતી હોવાની વાત પણ કહી

6 મહિનો પહેલા
  • સુશાંતના મૃત્યુને આશરે 9 મહિના પછી રિયા ચક્રવર્તીએ સો. મીડિયા પર કમબેક કર્યું છે

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મિત્ર સ્મિતા પારીખ સુશાંતના મૃત્યુ પછીથી રિયા વિરુદ્ધ બોલી રહી છે. સ્મિતાએ હાલ સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા વધુ એકવાર રિયાને લઈને એવી વાત લખી છે, જે તેના રહસ્યમયી ભૂતકાળ તરફ ઈશારો કરે છે. સ્મિતાએ દાવો કર્યો છે કે રિયા ચક્રવર્તી સુશાંત પહેલાં આદિત્ય રોય કપૂરને ડેટ કરતી હતી.

રિયાનું લવ અફેર અને આત્મા વિશે લખ્યું
સ્મિતાનું કહેવું છે કે રિયા સાથે હંમેશાં એક આત્મા રહેતી હતી. સ્મિતાએ પોસ્ટ કરીને ઘણાં રહસ્યો પર પ્રકાશ પાડ્યો. પ્રથમ પોસ્ટમાં સ્મિતાએ લખ્યું, સુશાંતને મળ્યા પહેલાં રિયા આદિત્ય રોય કપૂરને ડેટ કરતી હતી. જ્યારે તેણે રિયાને છોડી ત્યારે આત્માને લીધે રિયાએ પોતાને સાચવી. આ સ્ટોરી કેટલા બધાને કહી છે. એક ખતરનાક માણસ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. રિયાને સુશાંતની લાઈફમાં મોકલવામાં આવી હતી.

બીજી પોસ્ટમાં સ્મિતાએ એક યુઝરને જવાબ આપતાં કહ્યું, તે ઘણીવાર કહેતી હતી કે તેના બાળપણના મિત્રનું મૃત્યુ 17 વર્ષની ઉંમરે થયું હતું અને તે હજુ તેની સાથે જ છે. આ કેટલી દુઃખની વાત છે.

કોલ-ડિટેલમાં આદિત્યનું નામ આવ્યું હતું
સુશાંત સિંહ રાજપૂત મર્ડરકેસમાં રિયાની કોલ-ડિટેલ્સ ચેક કરવામાં આવી હતી, ત્યારે તેના રેકોર્ડમાં આદિત્ય રોય કપૂરનું નામ પણ બહાર આવ્યું હતું. તેણે રિયાને 23 વાર કોલ કર્યા હતા. રિપોર્ટ પ્રમાણે, રિયા અને આદિત્ય રોય કપૂરને 2012થી 14 દરમિયાન ઘણીવાર એકસાથે જોયાં હતાં, પરંતુ તેમના રિલેશનની વાત ચોંકાવનારી છે.

સોશિયલ મીડિયા પર રિયાનું કમબેક
સુશાંતનાં મૃત્યુને આશરે 9 મહિના પછી રિયા ચક્રવર્તીએ સો. મીડિયા પર કમબેક કર્યું છે. હાલમાં જ તેણે રવીન્દ્રનાથ ટાગોરની બુક ગીતાંજલિ વાંચતો ફોટો શેર કર્યો હતો. આ તસવીર સાથે રવીન્દ્રનાથ ટાગરોના વિચારો શૅર કર્યા હતા. રિયાએ કહ્યું હતું, 'સવાલ તથા રડવું. ઓહ ક્યાં? હજાર ધારાઓનાં આંસુઓમાં પીગળી ગઈ અને પૂરના આશ્વાસનની સાથે જળપ્રલયથી દુનિયાને બચાવવાની છે. હું છું. રવીન્દ્રનાથ ટાગોર, ગીતાંજલિ.' જામીન પર છૂટ્યા બાદથી લઈ અત્યારસુધી રિયાની સો.મીડિયામાં આ ત્રીજી પોસ્ટ છે. આ પહેલાં તેણે વુમન્સ ડે પર માતાની સાથેની એક તસવીર શૅર કરી હતી, ત્યાર બાદ તેણે ફ્રેન્ડ સાથેની એક તસવીર શૅર કરી હતી.

8 માર્ચના રોજ રિયાએ શૅર કરેલી તસવીર.
8 માર્ચના રોજ રિયાએ શૅર કરેલી તસવીર.

ઉલ્લેખનીય છે કે 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત બાંદ્રાસ્થિત ઘરમાં મૃત મળી આવ્યો હતો. દોઢ મહિના બાદ તેના પિતા કે કે સિંહે પટનામાં રિયા વિરુદ્ધ FIR ફાઈલ કરી હતી. આ ઉપરાંત 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસ CBIને આપ્યો હતો. ત્યાર બાદ ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો હતો, જેમાં રિયા 30 દિવસ સુધી જેલમાં રહી હતી. હાલમાં રિયા જામીન પર છે.