તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Sushant Singh Rajput Case The Question Raised By The Congress On The CBI Probe, Asked Why The Investigating Agency Is Silent Even After 310 Days

સુશાંતના મોતને એક વર્ષ:કોંગ્રેસે CBI તપાસ પર ઉઠાવ્યા સવાલ, પૂછ્યું- 310 દિવસ પછી પણ તપાસ એજન્સી કેમ ચૂપ છે

મુંબઈ3 મહિનો પહેલા
  • સુશાંતની ફર્સ્ટ ડેથ એનિવર્સરી પર કોંગ્રેસે CBIની તપાસ પર સવાલ કર્યા

સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ થઈ ગયું છે. 14 જૂન, 2020ના રોજ તે પોતાના બેડરૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. એક્ટરની ફર્સ્ટ ડેથ એનિવર્સરી પર કોંગ્રેસે CBIની તપાસ પર સવાલ કર્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે મોદી સરકાર પર આક્ષેપ મૂક્યો છે કે તે CBI, ED તથા NIAનો ઉપયોગ વિપક્ષ પર કરે છે.

CBI ફાઈનલ રિપોર્ટ ક્યારે આપશેઃ સાવંત
સચિન સાવંતે પોતાની સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, આજે સુશાંત સિંહ રાજપૂતને દુર્ભાગ્યપૂર્ણ મોતને એક વર્ષ થઈ ગયું. CBIને આ કેસમાં તપાસ કરતાં 310 દિવસ તથા AIIMSની પેનલે હત્યાની આશંકાને નકારી તે વાતને 250 દિવસ થયા. CBI ફાઈનલ રિપોર્ટ ક્યારે આપશે? CBI કેમ આ મુદ્દે ચૂપ છે? CBI રાજકીય આકાઓના દબાણમાં છે.

સચિન વઝે કેસ પર પણ સવાલ કર્યા
સાવંતે પોતાની અન્ય એક પોસ્ટમાં સચિન વઝે કેસમાં NIAની તપાસ પર સવાલ કર્યા છે અને પૂછ્યું છે કે અંતે એજન્સી માસ્ટરમાઈન્ડ સુધી કેમ પહોંચી ના શકી. પરમબીર સિંહની પૂછપરછ કેમ નથી કરવામાં આવી? આખરે કેમ NIA વારંવાર કોર્ટ પાસે સમય માગે છે અને કંઈ પણ કરી શકતી નથી?

સાવંતે પોતાની પોસ્ટમાં વધુમાં કહ્યું હતું, મોદી સરકાર NIA, ED અને CBIનો ઉપયોગ MVA (મહાવિકાસ અઘાડી)ને નિશાન બનાવવા તથા તેને બદનામ કરવા માટે રાજકીય હથિયારની જેમ કરે છે. આ એજન્સીઓ હવે સ્વંત્ર નથી, પરંતુ જીત હંમેશાં સત્યની થાય છે.

19 ઓગસ્ટના રોજ CBIને કેસ આપવામાં આવ્યો
25 જુલાઈ, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં FIR કરી હતી. રિયા પર દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આક્ષેપ કર્યો હતો. બિહાર પોલીસ મુંબઈ આવી તો રિયાના વકીલ સતીશ માનશિંદેએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને કેસને પટનાથી મુંબઈ શિફ્ટ કરવાની અપીલ કરી હતી. આ દરમિયાન બિહાર સરકારે કેસની CBI તપાસની ભલામણ કરી અને 19 ઓગસ્ટના રોજ CBIને કેસ આપવામાં આવ્યો હતો.

સુશાંતના ઓટોપ્સી રિપોર્ટની તપાસ માટે 21 ઓગસ્ટ 2020ના રોજ ડૉ સુધીર ગુપ્તાની લીડરશિપમાં AIIMSના પાંચ ડૉક્ટર્સની ટીમ બનાવવામાં આવી હતી. 28 સપ્ટેમ્બર, 2020ના રોજ પોતાનો રિપોર્ટ CBIને આપ્યો હતો. AIIMSની પેનલે હત્યાની આશંકનો ઈનકાર કર્યો હતો. AIIMSના ફોરેન્સિક વિભાગના હેડ ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું હતું કે આ ક્લિયર કટ આત્માહત્યાનો કેસ છે. સુશાંતનું મર્ડર થયું નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટીમને વિસેરામાંથી કોઈ પણ પ્રકારનું ઝેર મળ્યું નહોતું.