તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂઝ ચેનલનો દાવો:CBIને શંકાસ્પદ ચેટ મળી, સેમ્યુઅલ હાઓકિપ સુશાંતને બ્લેકમેલ કરતો હતો, 2019માં બંને વચ્ચે ઝઘડો થયો હતો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં CBI,ED અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે. 14 જૂન, 2020ના રોજ સુશાંતનો મૃતદેહ મળ્યો હતો, પણ હજુ ખબર નથી પડી કે તે સુસાઈડ હતું કે મર્ડર. આ દરમિયાન રોજ કેસ સાથે જોડાયેલી કઈક નવી વાત સામે આવી રહી છે.

ટાઈમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે, CBIને સંકેત મળ્યા છે કે, સુશાંતને તેનો લીગલ એડવાઈઝર સેમ્યુઅલ હાઓકિપ બ્લેકમેલ કરી રહ્યો હતો. તપાસ દરમિયાન સેમ્યુઅલની કેટલીક ચેટ પણ જાહેર થઈ ગઈ છે. તેને લીધે CBI સેમ્યુઅલની વારંવાર પૂછપરછ કરી રહી છે.

સુશાંત અને સેમ્યુઅલ વચ્ચે ઝઘડો થયો હતો
સુશાંતના ફાર્મહાઉસ મેનેજર રઈસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સુશાંત અને સેમ્યુઅલ વચ્ચે 2019માં એક મોટો ઝઘડો થયો હતો.

સુશાંતના ફાર્મહાઉસનો કોન્ટ્રાક્ટ સેમ્યુઅલે કરાવ્યો હતો. કોન્ટ્રાક્ટ પ્રમાણે સુશાંતને ફાર્મ હાઉસ માટે બે વર્ષના 26 લાખ રૂપિયા આપવાના હતા પરંતુ પછી ખબર પડી કે આ રૂપિયા માત્ર એક વર્ષના હતા. આ વાત પર સુશાંત સેમ્યુઅલ પર ગુસ્સે થયો હતો અને બંને વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. આ લડાઈને લીધે સેમ્યુઅલે રાતે 2 વાગે સુશાંતનું ઘર છોડવું પડ્યું હતું. સુશાંતે સેમ્યુઅલનો ફોન પણ લઇ લીધો હતો.

આ ઝઘડા પછી સુશાંતને ફાર્મ હાઉસનો કોન્ટ્રાક્ટ આગળ વધારવો નહોતો. તેણે મૃત્યુના બે દિવસ પહેલાં 12 જૂને સ્ટાફ મેમ્બર દીપેશ સાવંતને ફાર્મ હાઉસનું ફર્નિચર વેચવાનું કહ્યું હતું. સાથે જ ફાર્મ હાઉસ પર રહેતા પોતાના ત્રણ શ્વાન અમર, અકબર અને એન્થનીને એડોપ્શન સેન્ટર મોકલવાનું કહ્યું હતું.

સેમ્યુઅલે સુશાંત-સારાના રિલેશનનો ખુલાસો કર્યો હતો
આની પહેલાં સુશાંત અને સારા અલી ખાનના સંબંધો વિશેના ખુલાસા કરતી વખતે સેમ્યુઅલ ચર્ચામાં આવ્યો હતો. સેમ્યુઅલે જણાવ્યું કે, બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. વેકેશનમાં બંને થાઈલેન્ડ પણ ગયા હતા, પરંતુ સુશાંતની ફિલ્મ સોનચિરિયા ફ્લોપ થવાથી સારાએ સંબંધો તોડી નાખ્યા હતા. આ બ્રેકઅપથી સુશાંત તૂટી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...