સુશાંત કેસમાં નવો એન્ગલ:DCP દહિયાનો આરોપ, સુશાંતના જીજુ રિયાને પોલીસ સ્ટેશન બોલાવવા પ્રેશર કરી રહ્યા હતા, તે એક વ્યક્તિને તપાસ વગર કસ્ટડીમાં રખાવવા ઇચ્છતા હતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિયા ચક્રવર્તી સુશાંતના મૃત્યુ પહેલાં 8 જૂને તેના ઘરેથી સામાન લઈને તેના ઘરે જતી રહી હતી - Divya Bhaskar
રિયા ચક્રવર્તી સુશાંતના મૃત્યુ પહેલાં 8 જૂને તેના ઘરેથી સામાન લઈને તેના ઘરે જતી રહી હતી
  • 14 જૂને સુશાંતે મુંબઈના બાંદ્રામાં તેના ફ્લેટમાં આત્મત્યા કરી હતી
  • પરમજીત સિંહ દહિયાએ અમુક વોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે
  • સુશાંતની સૌથી મોટી બહેન રાનીનાં લગ્ન એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ઓપી સિંહ સાથે થયાં છે

મુંબઈ પોલીસના DCP પરમજીત સિંહ દહિયાનો દાવો છે કે સુશાંત સિંહ રાજપૂતના જીજુ અને IPS ઓપી સિંહ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પોલીસ સ્ટેશન બોલાવીને સુશાંતને છોડવાનું તેના પર પ્રેશર બનાવવાનું કહેતા હતા. 34 વર્ષીય સુશાંતે બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. સુશાંત સિંહના જીજુ ઓપી સિંહ એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ છે અને હરિયાણા મુખ્યમંત્રી ઓફિસમાં સ્પેશિયલ ઓફિસરની ફરજ બજાવી રહ્યા છે. તેમનાં લગ્ન સુશાંતની સૌથી મોટી બહેન રાની સાથે થયાં છે. દહિયાએ ઓપી સિંહના વોટ્સએપના અમુક સ્ક્રીન શોટ પણ શેર કર્યા છે. તેના પરથી ખબર પડે છે કે સુશાંતના જીજુ તેની પાસે ટેક્સી બુક કરાવાથી લઈને હોટલનો રૂમ બુક કરવા માટે પણ કહેતા હતા.

સુશાંતના જીજુ અને સૌથી મોટી બહેન રાની
સુશાંતના જીજુ અને સૌથી મોટી બહેન રાની

પરિવાર રિયાને પોલીસ સ્ટેશન બોલાવવા માટે પ્રેશર કરી રહ્યા હતા
દહિયાએ કહ્યું, સિંહે મને રિયા ચક્રવર્તીને અનઓફિશિયલ રીતે પોલીસ સ્ટેશન બોલાવવા અને તેને પ્રેશર કરવા કહ્યું હતું. દહિયા એક એપ્રિલ સુધી બાંદ્રાના ઝોનલ પોલીસ હેડ હતા.

પરિવાર રિયાને સુશાંતથી અલગ કરવા ઈચ્છતો હતો દહિયાએ કહ્યું કે, ઓપી સિંહે કહ્યું હતું કે સુશાંતના પરિવારને લાગે છે કે રિયા એક્ટરને કંટ્રોલ કરી રહી છે અને તેઓ તેને સુશાંતની જિંદગીથી બહાર કરવા માગે છે. દહિયાએ કહ્યું કે ઓપી સિંહે 18 અને 25 ફેબ્રુઆરીએ વોટ્સએપ પર મેસેજ મોકલીને અનઓફિશિયલી આ અનુરોધ કર્યો હતો. સુશાંતના પરિવારે કોઈ લેખિતમાં ફરિયાદ કરી ન હતી.

એક વ્યક્તિને કસ્ટડીમાં લેવા પણ કહ્યું હતું
દહિયાએ જણાવ્યું કે ઓપી સિંહ 5 ફેબ્રુઆરીએ મુંબઈ આવ્યા હતા અને તેમને સુશાંતને તે મુંબઈમાં છે એવું જણાવવા કહ્યું. તેમણે મિરાંડા નામના એક વ્યક્તિને કોઈ ફરિયાદ કે તપાસ વગર પોલીસ કસ્ટડીમાં રાખવાનો આગ્રહ પણ કર્યો હતો.

દહિયાએ કહ્યું કે તેમને સિંહને વિનમ્રતાથી ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે નિયમ વિરુદ્ધ કોઈને પણ પોલીસ સ્ટેશન બોલાવી તેમને કસ્ટડીમાં રાખવા પોસિબલ નથી. તેમણે સિંહને ફરિયાદ દાખલ કરવા કહ્યું હતું જેથી તપાસ થઇ શકે. આ બાબતે લેખિત ફરિયાદ થઇ ન હતી.

સુશાંતના પિતાનો મુંબઈ પોલીસ પર આરોપ
સુશાંતના પિતા કેકે સિંહે એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે તેમણે 25 ફેબ્રુઆરીએ મુંબઈ પોલીસને સતર્ક કર્યા હતા કે તેમના દીકરાનો જીવ જોખમમાં છે. મુંબઈ પોલીસે સોમવારે કહ્યું હતું કે, પરિવારે પૂછપરછ દરમ્યાન કોઈ વ્યક્તિ પર શંકા હોવાનું જણાવ્યું ન હતું. મુંબઈ પોલીસે 16 જૂને પરિવારનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું હતું.