રિયા-સુશાંત ફરી ચર્ચામાં:ટાઇમ્સની યાદીમાં સુશાંત સિંહ મોસ્ટ ડિઝાયરબલ મેન, મહિલાઓની યાદીઓમાં રિયા ટોચ પર

મુંબઈ5 મહિનો પહેલા
 • સુશાંતના મોત બાદ રિયા ચર્ચામાં આવી
 • રિયાએ કેટરીના કૈફ તથા દીપિકા પાદુકોણને પણ પાછળ મૂક્યા

ધ ટાઇમ્સે 2020ના 50 મોસ્ટ ડિઝાયરબલ મેન તથા વીમેનની યાદી રિલીઝ કરી હતી. મેનના લિસ્ટમાં સુશાંત સિંહ રાજપૂત તો વીમેનની યાદીમાં રિયા ટોચ પર છે. લિસ્ટમાં અલગ અલગ ફીલ્ડ સાથે જોડાયેલા 40 કે તેનાથી ઓછી ઉંમરના પુરુષ તથા મહિલાઓને સામેલ કરવામાં આવ્યા છે. આ તમામ ગયા વર્ષે સૌથી વધુ પ્રભાવ છોડ્યો હતો, તે લોકોને છે. આ લિસ્ટ ઓનલાઇન પોલના માધ્યમથી મતોની ગણતરીને આધારે તૈયાર કરવામાં આવ્યું છે.

રિયા ચક્રવર્તી સૌથી વધુ ચર્ચામાં રહી
ગયા વર્ષે રિયા સૌથી વધુ ચર્ચામાં રહી હતી. જોકે, તે જે કારણે ચર્ચામાં રહી, તેવી કલ્પના પણ તેણે કરી નહીં હોય. સુશાંતના મોત બાદ તેની પર આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો આક્ષેપ મૂકવામાં આપ્યો હતો. સુશાંતના ચાહકોએ તેને ખૂની કહી દીધી હતી. પછી ડ્રગ્સ એંગલ સામે આવ્યો અને તે એક મહિનો જેલમાં રહી હતી. જોકે, મોટાભાગે રિયા ચૂપ જ રહી હતી. જોકે, તે પોતાની ટી શર્ટના સ્લોગનથી જવાબ આપતી હતી.

વીમનની ટોપ 10 યાદી

 1. રિયા ચક્રવર્તી
 2. એડલિન કેસ્ટેલિનો (મિસ યુનવર્સની થર્ડ રનરઅપ
 3. દિશા પટની
 4. કિઆરા અડવાણી
 5. દીપિકા પાદુકોણ
 6. કેટરીના કૈફ
 7. જેક્લીન ફર્નાન્ડિઝ
 8. અનુપ્રિયા ગોયંકા
 9. રૂહી સિંહ
 10. અવરિતિ ચૌધરી

સુશાંત સિંહ મોત પછી સતત ચર્ચામાં રહ્યો
14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પછી તે સતત ચર્ચામાં રહ્યો હતો. CBI, NCB અને ED ત્રણેય તપાસ એજન્સી અલગ અલગ એંગલથી સુશાંત મોત કેસની તપાસ કરે છે. સુશાંતના ચાહકો સો.મીડિયાના માધ્યમથી ન્યાયની અપીલ કરે છે.

મેન ટોપ 10ની યાદી

 1. સુશાંત સિંહ રાજપૂત
 2. વિજય દેવરાકોંડા
 3. આદિત્ય રોય કપૂર
 4. વિકી કૌશલ
 5. દલકીર સલમાન
 6. વિરાટ કોહલી
 7. ટાઈગર શ્રોફ
 8. રણવીર સિંહ
 9. ગુરફતેહ સિંહ પીરઝાદા
 10. સિદ્ધાર્થ મલ્હોત્રા