તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશાંત કેસની CBI તપાસ થશે:કેન્દ્રએ બિહાર સરકારની અરજી મંજૂર કરી, પટનાથી મુંબઈ કેસ ટ્રાન્સફરની રિયાની અરજી પર સુપ્રીમમાં સુનાવણી ચાલુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિયા અને સુશાંત થોડા સમય પહેલાં બાંદ્રાના એક ફ્લેટમાં સાથે રહેતા હતા. બંને મે 2019થી એકબીજાની સાથે હતા. - ફાઈલ ફોટો - Divya Bhaskar
રિયા અને સુશાંત થોડા સમય પહેલાં બાંદ્રાના એક ફ્લેટમાં સાથે રહેતા હતા. બંને મે 2019થી એકબીજાની સાથે હતા. - ફાઈલ ફોટો
  • બોમ્બે હાઇકોર્ટમાં CBI તપાસની માગ માટે સમિત ઠક્કરે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ફાઈલ કરેલ છે
  • રિયાની યાચિકા પર જજ હૃષિકેશ રોયની બેન્ચ સુનાવણી કરશે, આ કેસમાં પરિવાર અને બે રાજ્ય સરકારે કેવિએટ દાખલ કરેલ છે

સુશાંત સિંહ રાજપૂત કેસની CBI તપાસ કરાવવા માટેની અરજી બિહાર સરકારે કેન્દ્રને મોકલી હતી, જે હવે કેન્દ્ર સરકારે મંજૂર કરી લીધી છે. સુપ્રીમમાં કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાએ કહ્યું કે એમણે સુશાંત કેસની તપાસ CBIને ટ્રાન્સફર કરી દીધી છે. લાંબા સમયથી આ કેસમાં CBI દ્વારા તપાસ કરાવવાની માગ થઈ રહી હતી.

જ્યારે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ પોતાની સામે સુશાંતના પિતા દ્વારા દાખલ થયેલો કેસ પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજી પર પણ સુપ્રીમમાં સુનાવણી થઈ રહી છે. આ યાચિકા પર જજ હૃષિકેશ રોયની બેન્ચ સુનાવણી કરી રહી છે. આ કેસમાં બિહાર અને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કેવિએટ (caveat) દાખલ કરેલ છે. આ સિવાય સુશાંતના પિતા કેકે સિંહે પણ કેવિએટ ફાઈલ કરેલી છે જેથી તેમની વાત સાંભળ્યા વગર રિયાએ ફાઈલ કરેલ યાચિકા પર કોઈ નિર્ણય લેવામાં ન આવે.

રિયા પર સુશાંતના પિતાએ આ આરોપ લગાવ્યા છે
સુશાંતના પિતા કે. કે. સિંહે 25 જુલાઈએ પટનામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ તેના દીકરાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવી કેસ ફાઈલ કરાવ્યો હતો. રિયા, તેનો ભાવિ શોવિક, પિતા ઇન્દ્રજીત, માતા સંધ્યા અને બે મેનેજર સૌમિલ ચક્રવર્તી અને શ્રુતિ મોદી વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમના વિરુદ્ધ IPC ધારા 341 અને 342 (ખોટી રીતે રોકવા અથવા બંધક બનાવવા), 380 (ચોરી), 406 (ભરોસો તોડવો), 420 (છેતરપિંડી) અને 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવા) હેઠળ કેસ દાખલ થયો છે. સુશાંતના પરિવારે રિયા પર સુશાંતના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા લેવાનો આરોપ પણ લગાવ્યો છે.

આ કેસમાં તપાસ માટે ચાર પોલીસ ઓફિસરની ટીમ બિહારથી મુંબઈ આવી છે. આ સિવાય રવિવારે પટનાથી કેસમાં તપાસ કરવા માટે આવેલ SP વિનય તિવારીને BMCએ બળજબરીપૂર્વક ક્વોરન્ટીન કરી દીધા છે. બિહાર પોલીસને હજુ રિયાનું સ્ટેટમેન્ટ મળ્યું નથી.

14 જૂને સુશાંતે આત્મહત્યા કરી
14 જૂને સુશાંત સિંહે તેના મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી. તે ડિપ્રેશનમાં હતો માટે તેણે આ પગલું ભર્યું, આવું જણાવવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુશાંતના પરિવારે જે સ્ટેટમેન્ટ આપ્યા તે મુજબ સુશાંત ડિપ્રેશનમાં ન હતો. સુશાંત સાથે રોજ વાત થતી હતી. હાવભાવથી ક્યારેય એવું ન લાગ્યું કે તે ડિપ્રેશનમાં છે. હવે આ કેસમાં સુશાંતના પિતાએ CBI તપાસની અરજી કરી છે અને બિહાર સરકારે આ માટે ભલામણ પણ કરી દીધી છે.