• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Sushant Ex Manager Ankit Acharya Interview Sushant Giving Rs 50,000 To Rs 1 Lakh To Staff Members To Take Care Of Parents While Going Home, Friendship With Sandeep Singh Was Broken

પૂર્વ મેનેજર અંકિત આચાર્યનો ખુલાસો:સુશાંત સ્ટાફના સભ્યોને ઘરે જતા સમયે મા-બાપનું ધ્યાન રાખવા 50 હજારથી એક લાખ રૂપિયા આપતો, સંદીપ સિંહ સાથેની મિત્રતા તૂટી ગઈ હતી

મુંબઈએક વર્ષ પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર અંકિત આચાર્યને તેના બોસે નોકરીમાંથી કાઢી મૂક્યો છે. અંકિત આચાર્ય સુશાંતને ન્યાય અપાવવા માટેના કૅમ્પેનમાં જોડાયો હતો. હવે દિવ્ય ભાસ્કરે અંકિત આચાર્ય સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં અંકિતે સૈફ અલી ખાનની પણ વાત કરી હતી. અંકિતે સૈફના ત્યાં બે વર્ષ સુધી કામ કર્યું હતું.

અંકિત આચાર્ય સાથેની વાતચીતના મુખ્ય અંશ
સવાલઃ રિયાનો દાવો છે કે સુશાંત તથા તેના પિતા વચ્ચે સારા સંબંધો નહોતા, આ વાતમાં કેટલી સચ્ચાઈ છે?
અંકિતઃ
સુશાંતભાઈ પોતાના પિતા સાથે વાત કરતા હતા. હા એ વાત છે કે 2019 પહેલા તેમના પિતા ક્યારેય મુંબઈ આવ્યા નહોતા પરંતુ ફોન પર વાતો થતી રહેતી હતી. તેઓ અઠવાડિયે વાત કરતા કે ક્યારે વાત કરતા તે તો ખબર નથી પરંતુ વાત થતી હતી.

સવાલઃ સુશાંત પિતા અંગે તમારી સાથે કોઈ વાત કરતો હતો?
અંકિતઃ
સુશાંત પિતાને બહુ જ મિસ કરતો હતો. માતાને સતત યાદ કરતો રહેતો હતો. પિતા સાથે ફોન પર ક્યારેય ઝઘડો થયો નહોતો.

સવાલઃ છેલ્લાં પાંચ-છ વર્ષમાં સુશાંત કેટલીવાર પટના ગયો હતો?
અંકિતઃ
એકવાર ગયો હતો.

સવાલઃ ઓક્ટોબર, 2019 પછી રિયાએ બધાને કાઢી મૂક્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. તે સમયે સુશાંતે રિયાને રોકી નહોતી?
અંકિતઃ
આ વાતની મને ખબર નથી. સપ્ટેમ્બરમાં તેઓ યુરોપ ગયા હતા અને તે સમયે હું મારા ગામડે જતો રહ્યો હતો. તેઓ આવ્યા ત્યારે અમને કાઢી મૂકવામાં આવ્યા હતા. મેં સુશાંતભાઈ સાથે વાત કરાવવાનું કહ્યું હતું પરંતુ તેમણે કોઈ વાત કરાવી નહીં અને જવાબ આપ્યો હતો કે તે બહાર છે, જ્યારે આવે ત્યારે વાત કરવી. પછી મેં સુશાંતને ફોન પણ કર્યો હતો અને મેસેજ પણ કર્યો હતો. જોકે, ફોન બંધ આવતો હતો.

સવાલઃ ત્યારબાદ સુશાંતને ઘરે જઈ મળવાનો પ્રયાસ કર્યો હતો?
અંકિતઃ
અમને કેમ કાઢી મૂક્યા તેનું કારણ તો આપ્યું નહોતું. સ્ટાફે કહ્યું હતું કે મેડમ સાથે વાત કરી લો. પછી ખબર પડી કે મેડમ એટલે રિયા. સુશાંતને મળવા માટે ઘરે ગયો હતો પરંતુ બિલ્ડિંગના ગાર્ડે અંદર જવા દીધો નહોતો.

સવાલઃ તમે બે વર્ષ સુશાંતની સાથે હતા તો તે સમયે સંદીપ સિંહ ક્યારેય આવ્યો હતો?
અંકિતઃ
મેં તો ક્યારેય સંદીપ સિંહને જોયો નથી. માત્ર 'પવિત્ર રિશ્તા' સમયે બંને વચ્ચે મિત્રતા હતી પરંતુ 2012-2013માં તેમની મિત્રતા તૂટી ગઈ હતી.

સવાલઃ કારણ?
અંકિતઃ
કારણ તો ખબર નથી પરંતુ 2012-13થી લઈ જ્યાં સુધી હું સાથે હતો ત્યાં સુધી મેં ક્યારેય સંદીપ સિંહને જોયો નથી. ફોન પર વાત થતી હોય તો ખબર નથી.

સવાલઃ જો સુશાંતની હત્યા થઈ હોય તો તેની પાછળનો હેતુ શું હોઈ શકે? તમને શું લાગે છે?
અંકિતઃ
કારણ તો ખબર નથી પરંતુ નીરજ ક્યારેક એમ કહે છે કે 14 જૂને સવારે જ્યૂસ આપ્યો હતો. પછી તે ફરી જાય છે. મારા મતે તો 13 જૂનની રાત્રે હત્યા કરવામાં આવી હશે. નીરજ, દીપેશ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. તે રાત્રે પાર્ટી થઈ હતી અને જ્યારે તેને મારી નાખ્યો ત્યારે તે લોકોએ જોવું તો જોઈએ ને. નીરજ વગેરે જ્યારે પોતાના ઘરે જતા હોય ત્યારે સુશાંત 50 હજારથી લઈ એક લાખ રૂપિયા આપતો હતો પણ 13 જૂનની રાત્રે તેમને કોઈ મારીને જતું રહે છે પરંતુ કોઈ ધ્યાન રાખતું નથી, કોઈ જોતું નથી.

સવાલઃ જૂના કુકે એવું કહ્યું છે કે કોઈ પાર્ટી થઈ નથી?
અંકિતઃ
નિવેદનોમાં વિરોધાભાસ છે. ક્રાઈમ સીન પર હાજર રહેલા દરેકની કડકાઈથી પૂછપરછ થવી જોઈએ. મને તો 14 જૂને બપોરે બે વાગે આ ઘટનાની જાણ થઈ હતી. હું તે સમયે 'સોન ચીડિયા' જોતો હતો, ત્યારે એક ફ્રેન્ડનો મેસેજ આવ્યો હતો. પછી તેમની બિલ્ડિંગ તરફ ગયો પણ હતો. જોકે, મને બહુ જ ડર લાગતો હતો એટલે હું બહાર જ ઊભો રહ્યો હતો.

સવાલઃ જે વ્યક્તિએ તમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તેનો નંબર સેવ કર્યો હતો, તેની બોલી કેવી હતી, તે મુંબઈયા હિંદી બોલતો હતો?
અંકિતઃ
હું બહુ જ ડરી ગયો હતો એટલે નંબર સેવ નથી કર્યો. મેં કૉલ લૉગમાંથી નંબર જ ડિલીટ કરી નાખ્યો. મેં એક ઈન્ટરવ્યૂમાં આ ધમકીવાળી વાત કહી હતી. તે શુદ્ધ હિંદી બોલતો હતો. ઈન્ટરવ્યૂમાં ધમકીની વાત કહી પછી એક પણ ફોન આવ્યો નથી. ભાઈ માટે તો હું લડીશ. તેનો 10-15 દિવસ પહેલા ફોન આવ્યો હતો. 15 સેકન્ડ વાત કરી હતી.

સવાલઃ અત્યારે તમે ક્યા કામ કરો છો?
અંકિતઃ
હું થાનેના બિઝનેસમેનના ત્યાં કામ કરતો હતો. જોકે, મેં ચેનલમાં ઈન્ટરવ્યૂ આપવાના શરૂ કર્યાં તો મને નોકરીમાંથી કાઢી મૂક્યો. તેઓ કદાચ ડરી ગયા હતા કે નહીં તે તો ખ્યાલ નથી પરંતુ CBI મારી પૂછપરછ કરે અથવા ભવિષ્યમાં ધમકીભર્યા ફોન આવે તો. મેં ત્યાં સાત દિવસ કામ કર્યું હતું. જોકે, મને આ સાત દિવસના પૈસા મળી ગયા છે.

સવાલઃ સુશાંત પહેલા ક્યાં કામ કરતા હતા?
અંકિતઃ
સૈફ અલી ખાનના ત્યાં સ્પોટબોય તરીકે કામ કરતો હતો. શૂટ પર તેમની સાથે જતો હતો. જોકે, તેમને ગાળો બોલવાની ખરાબ ટેવ છે અને તેથી જ બે વર્ષ કામ કરીને નોકરી છોડી દીધી હતી. સૈફ અલી ખાન મારી પાસે મસાજ પણ કરાવતા પરંતુ શરૂઆત હંમેશાં મા-બહેન સામે ગાળો બોલી જ કરતા હતા. કરીના મેડમ સારા હતા. ટિપમાં 500 રૂપિયા આપતા હતા. સુશાંતભાઈ પોતાના સ્ટાફને ઘર જતા સમયે 50 હજારથી એક લાખ રૂપિયા માતા-પિતાનું ધ્યાન રાખવા માટે આપતા હતા.

અન્ય સમાચારો પણ છે...