તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હજી પણ સ્ટાર કિડ્સ પર દાવ:ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ હવે મુદ્દો નથી, આ વર્ષે પણ બોલિવૂડમાં 4 સ્ટાર કિડ્સની એન્ટ્રી થશે

મુંબઈ3 મહિનો પહેલાલેખક: હિરેન અંતાણી
  • આ મુદ્દા પર ડિબેટને કારણે જાગૃતતા વધી, કાસ્ટિંગ સમયે સાવચેતી રાખવામાં આવે છે
  • ડિજિટલ પ્લેટફોર્મ તથા બજેટ ફિલ્મના કરોડોનું રિસ્ક હવે ગેમ બદલી રહ્યું છે

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કંગના રનૌતે બોલિવૂડમાં નેપોટિઝ્મનો મુદ્દો ઉછાળ્યો હતો. દેશભરમાં આ અંગે ચર્ચા થઈ હતી. બોલિવૂડમાં સ્ટાર કિડ્સને મળતા કામ અંગે બબાલ થઈ અને સુશાંતના ચાહકોએ અનેક સ્ટાર્સનો બહિષ્કાર કર્યો હતો. આલિયા ભટ્ટની 'સડક 2'ને સૌથી વધુ અસર થઈ. તે સમયે બોલિવૂડ બે હિસ્સામાં વહેંચાઈ ગયું હતું, પરંતુ સમય પસાર થતાં નેપોટિઝ્મનો મુદ્દો હવાઈ ગયો છે. આ વર્ષે બોલિવૂડમાં ચાર સ્ટાર કિડ્સને લૉન્ચ અથવા પ્રમોટ કરવામાં આવશે. આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે બોલિવૂડમાં નેપોટિઝ્મ હવે પહેલાંની તુલના કરતાં ઓછો છે.

આ સ્ટાર કિડ્સનું બોલિવૂડમાં સ્વાગત થશે

1. વધુ એક દેઓલની એન્ટ્રી
સની દેઓલે પોતાના બીજા દીકરા રાજવીર બોલિવૂડમાં કામ કરશે, તેની જાહેરાત કરી હતી. સનીએ 2019માં મોટા દીકરા કરન દેઓલને લૉન્ચ કર્યો હતો. સનીએ ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' બનાવી હતી.

સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી
સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી

2. સુનીલ શેટ્ટીના દીકરા અહાનને શુભેચ્છાનો વરસાદ
સુનીલ શેટ્ટીના દીકરા અહાનની ફિલ્મ 'તડપ'નું પ્રમોશન અનેક બિગ સ્ટાર્સે સો.મીડિયામાં કર્યું છે. 'તડપ'નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. કોરોનાને કારણે ફિલ્મ રિલીઝ અંગે અવઢવ છે.

3. સૂરજ બરજાત્યાનો દીકરો ડિરેક્ટર બનશે
રાજશ્રી પ્રોડક્શનના સૂરજ બરજાત્યાએ 2015માં 'પ્રેમ રતન ધન પાયો' પછી કોઈ ફિલ્મ બનાવી નથી. થોડાં સમય પહેલાં સૂરજ બરજાત્યાના દીકરા અવનીશે ડિરેક્ટર તરીકે બોલિવૂડ ડેબ્યૂ બનવાની જાહેરાત કરી હતી. અવનીશ એક્ટર સની દેઓલના દીકરા રાજવીરને ડિરેક્ટ કરશે.

સંજય કપૂરની દીકરી શનાયા
સંજય કપૂરની દીકરી શનાયા

4. કરન જોહર, શનાયાને લૉન્ચ કરશે

બોલિવૂડમાં નેપોટિઝ્મનો સૌથી મોટો આક્ષેપ કરન પર છે, પરંતુ કરનને આ આક્ષેપોની કોઈ પરવા નથઈ. તેણે ત્રણ મહિના પહેલાં જ સંજય કપૂરની દીકરી શનાયા કપૂરને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. શનાયાના કઝિન અર્જુન, જાહન્વી તથા સોનમ સ્ટાર છે.

આ ઉપરાંત સારા અલી ખાન, અનન્યા પાંડે, ટાઇગર શ્રોફ હજી થોડાં વર્ષો સુધી તો ફિલ્મમાં કામ કરશે. તેમના એક પછી એક પ્રોજેક્ટ જાહેર થઈ રહ્યાં છે.

માનવામાં આવે છે કે જાહન્વીની બહેન ખુશી, શાહરુખની દીકરી સુહાના તથા અમિતાભની દૌહિત્રી નાવ્યા નવેલી આવતા વર્ષે લૉન્ચ થશે.

કંગનાએ મુદ્દો ઉઠાવ્યો અને બોલિવૂડમાં આગ લાગી
સુશાંતના મોત બાદ તરત જ કંગનાએ બોલિવૂડમાં નેપોટિઝ્મનો મુદ્દો ઉઠાવ્યો હતો. કંગનાએ કરન જોહર તથા અન્ય મેકર્સ પર સુશાંત જેવા આઉટસાઈડરની સાથે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ વિવાદ બાદ બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. આર બાલ્કી જેવા મેકર્સે નેપોટિઝ્મનો બચાવ કર્યો હતો અને શેખર કપૂરે વિરોધને યોગ્ય ગણાવ્યો હતો.

'સડક 2'ને સૌથી વધુ નુકસાન
સુશાંતના મોત 'સડક 2'ના ટ્રેલનરે યુ ટ્યૂબ પર સૌથી વધુ ડિસલાઈક 45 લાખ મળ્યા હતા. ફિલ્મને IMDB પર 1.1 લૉએસ્ટ રેટિંગ મળ્યું હતું. બીજી તરફ સુશાંતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'ને હાઈએસ્ટ રેટિંગ મળ્યું હતું.

પહેલાં પણ નેપોટિઝ્મ હતું, પરંતુ આટલી ચર્ચા નહોતી
નેપોટિઝ્મનો મુદ્દો વર્ષોથી છે, પરંતુ સામાન્ય જનતાના મનમાં આ વાત એટલી અસર કરતી નહોતી, કારણ કે સ્ટાર કિડે કોઈ પણ આઉટસાઈડર ટેલેન્ટેડનો હક છીનવી લીધો હોય તેવું બન્યું નહોતું.

સુશાંતના મોત બાદ આ મુદ્દે આખો દેશ ઇમોશનલ થઈ ગયો, તેમાં પણ કંગનાએ બોલિવૂડના અનેક પ્રોડ્યૂસરને વિલન ગણાવ્યા અને લોકોએ તેનું સમર્થન કર્યું.

કાર્તિકનો કેસ તથા સો.મીડિયા ઇફેક્ટ
પહેલાં નેપોટિઝ્મ જેવા મુદ્દે ચર્ચા થતી હતી, પરંતુ તે આખા દેશમાં એક સાથે જોવા મળતી નહોતી. હવે સો.મીડિયાને કારણે દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય આપી શકે છે અથવા અન્ય લોકોને તેમાં જોડી શકે છે. આનું પ્રમાણ હાલમાં જ કાર્તિક આર્યનના કેસમાં જોવા મળ્યું. સત્ય જે પણ હોય, પરંતુ લોકોએ અત્યારે કાર્તિકને નેપોટિઝ્મનો શિકાર બન્યો હોવાનું માની લીધું છે.

કાર્તિક આર્યને નેપોટિઝ્મનો ભોગ બન્યો હોવાનું માનવામાં આવે છે
કાર્તિક આર્યને નેપોટિઝ્મનો ભોગ બન્યો હોવાનું માનવામાં આવે છે

નેપોટિઝ્મ હજી પણ છે, પરંતુ ઓછું થઈ રહ્યું છે
કાસ્ટિંગ ડિરેક્ટર વૈભવ વિશાંતે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે અત્યારે તો ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ છે, પરંતુ હવે તેના વિરુદ્ધ જાગૃતતા વધી છે. ડિજિટલ પ્લેટફોર્મ હવે ગેમ બદલી રહ્યું છે. હવે ઇન્ડસ્ટ્રી યોગ્ય દિશામાં છે.

પીરિયડ ફિલ્મ કે કોઈ ખાસ સબ્જેક્ટ અથવા બિગ બજેટ ફિલ્મમાં કોઈ પણ પ્રોડ્યૂસર જોખમ લેવા માગશે નહીં. ફિલ્મ '83'ના કાસ્ટિંગ અંગે કહ્યું હતું કે તે સમયની આખી ભારતીય ટીમ રેપ્લિકેટ કરવાની હતી. એટલે કે અહીંયા રિલેશન કે નેટવર્કમાંથી કાસ્ટિંગ કરવાનો સવાલ જ નહોતો.

સ્ટાર પરિવારના લોકોને કામ મળવાનું બંધ થશે નહીં
વૈભવે કહ્યું હતું કે હવે તો સ્ટાર પરિવાર સાથે જોડાયેલા લોકો પણ પોતાના માટે અથવા સંતાનો માટે યોગ્ય રોલ શોધવામાં અમારી મદદ લે છે. અમારી કાસ્ટિંગ એજન્સીમાં આવા કિસ્સામાં પણ સ્ટાર કિડ્ને કોઈ સવલત મળતી નથી. તેમને પણ અન્ય લોકોની જેમ સ્ક્રિપ્ટ તૈયાર કરીને ઓડિશન તથા લુક ટેસ્ટ જેવી તમામ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે.

એ વાત પણ સાચી કે કાસ્ટિંગ સમયે એક્ટર કોઈ સ્ટાર પરિવાર સાથે સંબંધ ધરાવે છે કે નહીં તે વાત પર કોઈ ફોક્સ કરતું નથી. સ્ટાર પરિવારમાંથી આવવું એ કંઈ ગુનો નથી. ટેલેન્ટ તથા મહેતના હિસાબે તેને પણ તેની યોગ્યતા પ્રમાણે બધું જ મળવું જોઈએ.

'બેલ બોટમ', 'બ્રહ્માસ્ત્ર' તથા 'મેદાન' જેવી આગામી ફિલ્મ તથા 'ફેમિલી મેન' વેબ સિરીઝ માટે કાસ્ટિંગ કરી ચૂકેલા વૈભવે કહ્યું હતું કે છેલ્લાં એક વર્ષમાં ઇન્ડસ્ટ્રીમાં ઘણો જ ફેરફાર આવ્યો છે. મોટાભાગના મેકર્સ પ્રોફેશનલ મદદ લઈ રહ્યાં છે. હવે પૂરા દેશમાંથી યોગ્ય પ્રતિભાઓની પસંદગી થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...