તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રિયાને થોડી રાહત:રાજ્ય માનવાધિકાર પંચે કૂપર હોસ્પિટલ તથા મુંબઈ પોલીસને ક્લીન ચિટ આપી, સુશાંતની બૉડી જોવા માટે રિયા ચક્રવર્તી હોસ્પિટલ ગઈ હતી

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર આઠ સપ્ટેમ્બરની છે. આ જ દિવસે NCBએ રિયાની ધરપકડ કરી હતી અને બીજા દિવસે ભાયખલા જેલમાં શિફ્ટ કરી હતી
  • ડ્રગ્સ કેસમાં NCBએ રિયા સહિત 17 લોકોની ધરપકડ કરી છે
  • રિયાની જામીન અરજી બેવાર નામંજૂર થઈ ચૂકી છે

રિયા ચક્રવર્તી છેલ્લાં આઠ દિવસથી જેલમાં છે અને હવે તેના માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય માનવાધિકાર પંચે શબઘરમાં રિયા જતા જે વિવાદ થયો હતો તે અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. આ કેસમાં મુંબઈ પોલીસ તથા કૂપર હોસ્પિટલને સવાલ કરવામાં આવ્યો હતો કે રિયાને ત્યાં જવાની પરવાનગી કેવી રીતે આપવામાં આવી હતી. SHRCના અધિકારી મતે રિયા માત્ર વેઈટિંગ એરિયા સુધી જ ગઈ હતી. આ નિવેદન બાદ હવે રિયાની સાથે સાથે બંને પક્ષની મુશ્કેલીઓનો અંત આવ્યો છે.

સુશાંત સિંહ રાજપૂતની પ્રેમિકા રિયા ચક્રવર્તી હાલમાં મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે. રિયા આજે 16 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટમાં જામીન અરજી કરી શકે તેમ માનવામાં આવતું હતું. રિયાના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે આ કેસમાં તાત્કાલિક સુનાવણી થાય તે માટે તેઓ અપીલ કરશે, જેથી કાલ સુધી દલીલો થઈ શકે.

NCBએ 8 સપ્ટેમ્બરે રિયાની ધરપકડ કરી હતી
NCBએ ડ્રગ્સ કેસમાં બે દિવસની પૂછપરછ બાદ આઠ સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી. નવ સપ્ટેમ્બરના રોજ રિયાને ભાયખલા જેલમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. રિયાની જામીન અરજી બેવાર નીચલી અદાલતે નામંજૂર કરી હતી. ડ્રગ્સ કેસમાં રિયા-શોવિક સહિત અત્યાર સુધી 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શોવિક પણ આજે હાઈકોર્ટમાં જામીન અરજી કરી શકે છે.

ડ્રગ્સ કેસમાં સુશાંતની પૂર્વ મેનેજરની પૂછપરછ
NCBએ આજે, 16 સપ્ટેમ્બરના રોજ સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીની પોણા બે કલાક પૂછપરછ કરી હતી. તપાસ એજન્સીએ સુશાંતની ટેલેન્ટ મેનેજર જયા સાહાને પણ બોલાવી હતી. જોકે, આ દરમિયાન NCBની ટીમનો એક સભ્યો કોરોના પોઝિટિવ આવતા આખી ટીમને ક્વૉરન્ટીન કરવામાં આવી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો