પોલીસને શંકા:રિયા ચક્રવર્તી એક્ટર સુશાંતના મોત પછી ઈમેલ આઈડીનો ઉપયોગ કરતી હતી, પાસવર્ડ બદલવાનો પ્રયાસ કર્યો હતો

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂત મોત કેસની ફરિયાદ બિહારમાં થતાં જ તપાસ ઝડપથી થઈ રહી છે. સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી પર સુશાંતના પૈસાનો ખોટો રીતે ઉપયોગ કરવાનો આક્ષેપ મૂક્યો છે. હવે ટાઈમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે, સુશાંતના મોત બાદ પણ રિયા સતત એક્ટરનું મેલ આઈડીનો ઉપયોગ કરતી હતી.

પોલીસને શંકા છે કે રિયા ચક્રવર્તી એક્ટરના મોત પછી પણ તેનો ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને તેની સાથે છેડછાડ કરી રહી હતી. કહેવામાં આવે છે કે પોલીસને શંકા છે કે રિયાએ પાસવર્ડ બદલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

તમામ ડેટા રિકવર કરવામાં આવી શકે
ટાઈમ નાઉ સાથેની વાતચીતમાં પોલિટિકલ એનાલિસ્ટ રવિ શ્રીવાસ્તવે કહ્યું હતું કે દરેક લોકો માની રહ્યાં છે કે રિયા, સુશાંતને મેલ તથા અકાઉન્ટનો ઉપયોગ કરતી હતી. જોકે, ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાંથી કંઈ પણ હંમેશાંના માટે ડિલીટ કરી શકાય નહીં. તે રિકવર કરી શકાય છે.

8 જૂન પછી રિયાએ સુશાંતને બ્લોક કરી દીધો હતો
સુશાંતના હાઉસ હેલ્પર નીરજે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે રિયા ચક્રવર્તી આઠ જૂનના રોજ પોતાનો તમામ સામાન લઈને જતી રહી હતી. આઠ જુનથી 13 જૂનથી સુશાંતે રિયાને અનેકવાર ફોન કર્યા હતા પરંતુ બ્લોક હોવાને કારણે કૉલ કનેક્ટ થઈ શક્યો નહોતો. આ પહેલાં એક્ટરની બહેને રિયા પર આક્ષેપ કર્યો હતો કે તે 8 જૂનના રોજ સુશાંતની દવા, ક્રેડિટ કાર્ડ તથા જરૂરી સામાન લઈને જતી રહી હતી. આ કારણથી સુશાંત ઘણો જ અપસેટ હતો.

અન્ય સમાચારો પણ છે...