સુશાંત કેસ:યુરોપ પ્રવાસ દરમિયાન સુશાંત તથા રિયા ઈટલીની આ 600 વર્ષ જૂની હોટલમાં રોકાયા હતા, તસવીરોમાં

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસ હાલમાં CBI કરી રહી છે અને રોજ કંઈ ને કંઈ ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ પણ ખાનગી ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઈન્ટરવ્યૂમાં રિયાએ સુશાંત સાથેના યુરોપ પ્રવાસ અંગે વાત કરી હતી. રિયાએ ઈટલીમાં પ્લાઝો મેગ્નાની ફેરોની હોટલમાં રોકાયા અંગેની વાત કરી હતી. આ હોટલ ઈટલીમાં ક્યા આવેલી છે અને તેની ખાસિયત શું છે, તે અંગે વાત કરીએ.

પ્લાઝો મેગ્નાની ફેરોની હોટલ ઈટલીના ફ્લોરેન્સમાં આવેલી છે. આ હોટલ 15મી સદીમાં ફ્લૉરન્ટાઈન સ્ટાઈલમાં બનાવવામાં આવી છે. 16મી સદીના સ્ટેચ્યૂ, પેઈન્ટિંગ તથા અન્ય વસ્તુઓથી હોટલને ડેકોરેટ કરવામાં આવી છે. હોટલ સેન ફ્રેડિઆનોની ઐતિહાસિક જગ્યા પર છે.

15મી સદીની શરૂઆતમાં ડેલ પુગલિસીસ પરિવાર આ જગ્યાનો માલિક હતો. તેમણે પોતાના ઘરને આઠ નાના અપાર્ટમેન્ટ્સમાં ફેરવી નાખ્યું હતું. ડેલ પુગલિસીસ પરિવાર આર્ટ સાથે જોડાયેલો હતો. 16મી સદીના મધ્યમાં આ અપાર્ટમેન્ટને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું હતું. જોકે, પછીથી આ બંને હિસ્સાને ભેગા કરી દેવામાં આવ્યા હતા.

ઈ.સ. 1770 સુધી બહુ જ અમીર વ્યક્તિ ફ્રાન્સેસ્કો પછી તેમનું નામ જિયુસેપ, માર્ક્વિસ ઉબાલ્ડો ફેરોની રાખવામાં આવ્યું હતું. તેમણે આ હોટલ ખરીદી લીધી હતી. માનવામાં આવે છે કે નેપોલિયનના યુદ્ધો દરમિયાન અહીંયા ફોર્મલ પાર્ટીઓ થતી હતી. 19મી સદીમાં મેગ્નાસીસ પરિવારને આ ઘર મળ્યું હતું. તેમણે પ્રથમ વિશ્વ યુદ્ધ સુધી આ જગ્યા પોતાની પાસે રાખી હતી.

19મી સદીના અંતે મેગ્નાસીસ પાસેથી અમીરગીસને આ જગ્યા વારસામાં મળી હતી. આ કુટુંબ મૂળ સિએનાનું હતું. વર્ષ 2015થી 2019 સુધી આ હોટલ મિશેલ એલેફ્ટરિએડ્સની પ્રોપર્ટી હતી. હાલમાં આ હોટલ IGG (આઈ ગોટ ગેમ્સ) પાસે છે.

ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં રિયા ચક્રવર્તીએ કહ્યું હતું, યુરોપ પ્રવાસ પર અમે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે સુશાંતે કહ્યું હતું કે તેને ફ્લાઈટમાં ગભરામણ જેવું થાય છે અને તે મોડાફિનિલ નામની દવા લે છે. ફ્લાઈટમાં બેસતા પહેલા તેણે દવા લીધી હતી. સુશાંત હંમેશાં આ દવા પોતાની પાસે રાખતો હતો. આથી જ તેને આ દવા માટે કોઈની સલાહ લેવાની જરૂર નહોતી.

રિયાએ વધુમાં કહ્યું હતું, જ્યારે અમે પેરિસમાં લેન્ડ થયા ત્યારે સુશાંત ત્રણ દિવસ સુધી રૂમની બહાર નીકળ્યો નહોતો. યુરોપ જતા પહેલા તે ઘણો જ ખુશ હતો અને પોતાનો અલગ અંદાજ બતાવવા માગતો હતો. જોકે, તે ત્રણ દિવસ સુધી રૂમમાં ભરાઈ રહેતા મને ચિંતા થઈ હતી. સ્વિટ્ઝરલેન્ડ ગયા તો તે એકદમ ખુશ હતો. ત્યારબાદ અમે ઈટલી ગયા હતા.

રિયાએ કહ્યું હતું, ઈટલીમાં તેઓ પ્લાઝો મેગ્નાની ફેરોની હોટલમાં રોકાયા હતા. આ એક ગૉથિક હોટલ છે. મને આ અંગે પહેલા તેને કંઈ જ ખબર નહોતી પરંતુ જ્યારે તેઓ આ હોટલના રૂમમાં રોકાયા ત્યારે ત્યાં અલગ જ પ્રકારનું સ્ટ્રક્ચર જોવા મળ્યું હતું.

રિયાએ આ હોટલ અંગે ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું, રૂમમાં એક ડોમ જેવું સ્ટ્રક્ચર હતું અને દરવાજા પર અતરંગી તસવીરો હતી. રૂમમાં મને ડર લાગતો હતો પરંતુ સુશાંતે કહ્યું હતું કે કોઈ વાત નહીં, બધું ઠીક છે. જોકે, પછી તે સૂઈ શક્યો નહોતો. રાત્રે તેણે મને કહ્યું હતું કે અહીંયા કંઈક છે પરંતુ મેં તેને એમ કહ્યું હતું કે આ એક ખરાબ સપનું હશે. ત્યારબાદ સુશાંતની હાલત ખરાબ થઈ હતી અને તે રૂમની બહાર જવા ઈચ્છતો નહોતો.

અન્ય સમાચારો પણ છે...