તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિલીઝ પર રોક:સુપ્રીમ કોર્ટ 'ઝુંડ'ની રિલીઝ પર 6 મહિનામાં આદેશ આપશે, ઓપોઝિશનના વકીલે કહ્યું- ત્યાં સુધી ફિલ્મ બેકાર થઇ જશે

5 મહિનો પહેલા

અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ'ની મુશ્કેલીઓ પૂરી થવાનું નામ જ નથી લઇ રહી. થોડા મહિના પહેલાં ફિલ્મના મેકર્સ પર નંદી ચિન્ની કુમારે કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ લગાવીને કેસ ફાઈલ કર્યો હતો. ત્યારબાદ ફિલ્મની રિલીઝ પર સ્ટે લગાવી દીધો હતો. લેટેસ્ટ સમાચાર મુજબ 'ઝુંડ'ને લઈને સુપ્રીમ કોર્ટે તેલંગાણા હાઇકોર્ટના નિણર્યને એમનો એમ જ રહેવા દીધો છે. એટલે કે 'ઝુંડ'ની રિલીઝ પર સ્ટે ઓર્ડર કાયમ છે.

સુપ્રીમ કોર્ટની બેન્ચ બોલી- 6 મહિનામાં કેસ સોલ્વ કરીશું
લાઈવ લોના સમાચાર મુજબ સુપ્રીમ કોર્ટે બુધવારે ટી સિરીઝ અને નાગરાજ મંજુલેની સ્પેશિયલ લિવ પિટિશન પર નિર્ણય સંભળાવ્યો. CJI એસ એ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને વી રામાસુબ્રમણ્યમની બેન્ચે આ અપીલ પર તેલંગાણા હાઇકોર્ટનો નિર્ણય સેમ ટુ સેમ રાખ્યો છે. આ દરમ્યાન CJIએ પ્રોડ્યુસર્સને કહ્યું કે, 'અમે 6 મહિનાની અંદર કેસ સોલ્વ કરવા માટે આદેશ આપીશું.'

આના પર વકીલે જવાબ આપ્યો, 'ફિલ્મ 6 મહિના પછી બેકાર થઇ જશે. 1.3 કરોડ રૂપિયાના એડજસ્ટમેન્ટની વાત થઇ છે. હવે તે આનું પાલન નથી કરી રહ્યા. મહેરબાની કરીને આના પર પ્રાથમિકતાથી વિચાર કરો. જોકે કોર્ટે તેમની યાચિકા ખારીજ કરી દીધી.

મે મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે
નંદી ચિન્ની કુમારે 13 મેના કુકટપલ્લી કોર્ટમાં કોપીરાઈટ ઉલ્લંઘનનો કેસ ફાઈલ કર્યો હતો. 17 સપ્ટેમ્બરે તેલંગાણા હાઇકોર્ટે આદેશ મળવા સુધી ભારત અને વિદેશમાં બિગ બીની ફિલ્મ 'ઝુંડ'ની રિલીઝ પર રોક લગાવી દીધી હતી. સાથે જ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ વીડિયો પર પણ ફિલ્મની સ્ક્રીનિંગ અથવા રિલીઝ પર રોક લગાવી દીધી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક ફૂટબોલ કોચ, વિજય બરસેનો રોલ પ્લે કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો