તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુશાંત ડેથ કેસ:CBI તપાસનું સ્ટેટસ જાણવા માટેની યાચિકા ફાઈલ થઇ હતી, સુપ્રીમ કોર્ટે કહ્યું- અમે આના પર વિચાર નહીં કરીએ, હાઇકોર્ટ જાઓ

23 દિવસ પહેલા

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના લગભગ 9 મહિના થવા આવ્યા છે. તેના મૃત્યુની તપાસ CBI કરી રહી છે. જેનું હાલનું સ્ટેટસ જાણવા માટે સુપ્રીમ કોર્ટમાં એક યાચિકા ફાઈલ થઇ હતી. બુધવારે ચીફ જસ્ટિસ એસએસ બોબડેએ સુનાવણી કરતા કહ્યું કે અમે આના પર વિચાર નહીં કરીએ, આને રિજેક્ટ કરવામાં આવે છે. હાઇકોર્ટ જાઓ જ્યાં તપાસ ચાલી રહી છે.

બે મહિનામાં તપાસ પૂરી કરવાની માગ કરી હતી
CBIની તપાસનું સ્ટેટસ જાણવા માટે પુનિત ઢાન્ડાએ આ યાચિકા અંદાજે 4 મહિના પહેલાં ફાઈલ કરી હતી. પુનિતે અપીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટ તપાસ એજન્સીને એ જણાવવા આદેશ આપે કે તપાસ ક્યાં સુધી પહોંચી છે. યાચિકાકર્તાએ એવી પણ માગ કરી હતી કે તપાસ એજન્સી બે મહિનાની અંદર આ કેસને પૂરો કરે. તેમણે ફાઇનલ તપાસ રિપોર્ટ કોર્ટને આપવાની માગ પણ કરી હતી.

CBI જવાબદારીથી કામ નથી કરી રહી
યાચિકાકર્તાએ દલીલ કરી હતી કે કોર્ટે ટાઈમ લિમિટ નક્કી કરી દેવી જોઈએ જેથી સમય પર નિર્ણય આવી શકે. યાચિકામાં કહેવામાં આવ્યું હતું કે, CBI જવાબદારીથી કામ નથી કરી રહી અને તપાસમાં સમય લઇ રહી છે. 19 ઓગસ્ટ 2020ના રોજ સુશાંત કેસની CBI તપાસના આદેશ કોર્ટે આપ્યા હતા. તપાસ બાદ હજુપણ એજન્સી કોઈ નિર્ણય સુધી પહોંચી નથી. તેનો પરિવાર, મિત્ર, ફેન્સ જાણવા ઈચ્છે છે કે આખરે સુશાંતનું મૃત્યુ કઈ રીતે થયું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો