ટ્રોલર્સને જડબાતોડ જવાબ:સની લિયોની પર પબ્લિસિટી માટે દીકરી દત્તક લેવાનો આરોપ, એક્ટ્રેસ કહ્યું- મારે કોઈને મારી પેરેન્ટિંગ સાબિત કરવાની જરૂર નથી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સનીએ 2017માં દીકરી દત્તક લીધી હતી

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની અત્યારે પોતાની પર્સનલ લાઈફના કારણે સતત ટ્રોલ થઈ રહી છે. સનીએ હાલમાં જ દીકરી નિશાનો હાથ ન પકડતા અને તેને એકલી સીડી પર ચઢવા દેતા ઘણી ટ્રોલ કરવામાં આવી હતી, જે વિશે હવે તેણે રિએક્શન આપ્યું છે. સનીનું કહેવું છે કે તેને પોતાની પેરેન્ટિંગ સાબિત કરવા માટે કોઈ દેખાડાની જરૂર નથી.

સનીએ ડીએનએ સાથે વાતચીતમાં કહ્યું કે, મને લાગે છે કે, જે લોકો લખે છે તેઓ મારી જીંદગીનો હિસ્સો નથી. મને કોઈ તસવીરની જરૂર નથી જેનાથી એ સાબિત થાય કે હું સારી પેરેન્ટ છું અને મને કોઈ એક તસવીરના આધારે જજ ન કરી શકાય. તમે મારી, મારા પરિવાર, મારા બાળકો અને મારી પેરેન્ટિંગને જજ કરો તે પહેલા તમે તમારી જાતને માત્ર 5 મિનિટ માટે મારી જગ્યાએ રાખીને જુઓ. આ એકદમ બકવાસ છે.

બાળકોનો ઊછેર કરવો મુશ્કેલ છેઃ સની
ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે આગળ કહ્યું, અહીંના દરેક પેરેન્ટ્સ જાણે છે કે એક બાળકને મોટું કેવી રીતે કરી શકાય છે, અહીં ઘણા પેરેન્ટ્સ એવા પણ છે જે જાણે છે કે બાળકોનો ઊછેર કરવો શું છે. કમેન્ટ પર માત્ર એટલું જ કહેવા માગીશ કે મોટા થઈ જાવ.

સની લિયોની પહેલા તેનો પતિ ડેનિયલ વેબર પણ આ ટ્રોલિંગ પર રિએક્શન આપી ચૂક્યો છે. તેણે કહ્યું કે, હું આ વિશે વાત પણ કરવા નથી માગતો. લોકો શું વિચારે છે તેની મને પરવા નથી. મારા બાળકો ત્રણ વર્ષના છે અને તેઓ પાર્કમાં જંગલી પ્રાણીઓની જેમ દોડે છે, ત્યાં મારી દીકરી 6 વર્ષની છે જેને ખબર છે કે કેવી રીતે ચાલવાનું છે. તે અમારા ઘરની રાજકુમારી છે. આ ઘણું ખરાબ છે કે લોકો આવું વિચારે છે.

સનીએ 2017માં દીકરી દત્તક લીધી હતી
સની લિયોનીએ જુલાઈ 2017માં લાતુરમાં એક અનાથ બાળકીને દત્તક લીધી હતી. તે સમયે નિશા માત્ર 21 મહિનાની હતી. તેના એક વર્ષ પછી સની અને ડેનિયલને સરોગસી દ્વારા જોડિયા બાળકો થયા, જેનું નામ અશર અને નોઆહ છે.