પંજાબના ગુરદાસપુર લોકસભા સીટથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ તથા બોલિવૂડ એક્ટર સની દેઓલ જ્યારથી રાજકારણમાં આવ્યો છે, ત્યારથી ખોટા કારણોને લીધે ચર્ચામાં રહે છે. હાલમાં સની દેઓલ એક પત્રને કારણે વિવાદમાં આવ્યો છે. આ પત્ર જાન્યુઆરી મહિના છે અને હવે વાઇરલ થયો છે. આ પત્રમાં સની દેઓલે સુજાનપુર વિધાનસભા પરથી ચૂંટણી જીતેલા ધારાસભ્ય દિનેશ સિંહ ઉર્ફે બબ્બુની દીકરીને થાર કારની ડિલિવરી ઝડપથી મળે તેમ કહ્યું છે.
સનીએ દેઓલે પત્ર લખ્યો
સનીનો આ પાત્ર 20 જાન્યુઆરી, 2021નો છે. આ પત્રમાં સની દેઓલે કહ્યું હતું કે સુરભિએ એડવાન્સમાં 21 હજાર રૂપિયા ભરી દીધા છે. ધારસભ્યની દીકરીને એજન્સી ઝડપથી કારની ડિલિવરી આપે.
નોંધનીય છે કે જનતા તથા વિપક્ષનો આક્ષેપ છે કે જ્યારથી સની દેઓલ લોકસભાની ચૂંટણી જીત્યો છે, ત્યારથી પોતાના વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે. સો.મીડિયામાં અવારનવાર જનતા સની દેઓલને ટ્રોલ કરતી હોય છે.
સો.મીડિયા યુઝર્સ ગુસ્સે થયા
ધારાસભ્યની દીકરીને થાર ગાડી અપાવવા માટે સની દેઓલે પત્ર લખ્યો તે વાતથી જનતા ગુસ્સે થઈ ગઈ છે. જનતાએ સની દેઓલની ઘણી જ આલોચના કરી છે અને સાથે જ વિપક્ષના નિશાને પણ સની દેઓલ છે.
વિપક્ષે કહ્યું, જનતા માટે કંઈ જ કરતો નથી
વિપક્ષે સની દેઓલને ખરું-ખોટું સંભળાવતા કહ્યું હતું કે સની દેઓલ ધારાસભ્યની દીકરીને કાર અપાવવા માટે પત્ર લખી શકે છે, પરંતુ જનતાની ભલાઈ માટે કંઈ જ કરી શકે તેમ નથી.
સ્થાનિક લોકોએ પણ સવાલ કર્યા
ગુરદાસપુરમાં રહેતા વરુણ કોહલીએ કહ્યું હતું, 'સની દેઓલ પોતાના ધારાસભ્યને કાર જલદી મળે તે માટે મહિન્દ્ર કંપનીને પત્ર લખી શકે છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તે જનતા માટે વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિને પણ એક પત્ર લખે, જેમાં તે ખેડૂતોની માગણી પૂરી કરવાની અપીલ કરે. તે એ વાત સાબિત કરે કે ગુરદાસપુરની જનતાએ જે વ્યક્તિને લોકસભામાં મોકલ્યો છે, તે તેમનો અવાજ છે અને તેમની સાથે છે.'
પૂર્વ ભાજપના નેતાએ સલાહ આપી
પૂર્વ ભાજપી નેતા મોહનલાલે સલાહ આપતા કહ્યું હતું કે ગુરદાસપુરની જનતાએ તેમને ભલાઈ માટે મત આપીને પસંદ કર્યા છે, જેથી તે જનતાની મદદ કરે અને જનતાનો અવાજ બને. માત્ર પરિવાર અંગે વિચારવું તે તેનું કર્તવ્ય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.