મદદ / સની દેઓલે કોરોના વાઇરસ માટેના ફંડમાં 50 લાખ રૂપિયા આપ્યા, કહ્યું - મહામારી સામે લડવામાં કોઈ તકલીફ ન પડે

X

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 01:02 PM IST

બોલિવૂડ ડેસ્ક: એક્ટર અને પોલિટિશિયન સની દેઓલે મહામારી કોરોના વાઇરસ સામે લડવા માટે આર્થિક સહયોગ કર્યો છે. હાલ સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. પોલીસ અને હેલ્થ વર્કર્સ ખડે પગે લોકોની સેવા કરી રહ્યા છે. સની દેઓલે 50 લાખ રૂપિયાનું દાન કર્યું છે. તેણે ટ્વીટ કરી જણાવ્યું કે, ક્રોરોના જેવી મહામારીથી બચવા માટે આપણી લોકસભા ગુરદાસપુરના આરોગ્ય વિભાગને કોઈઓન પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે માટે હું મારા એમપી લેન્ડથી 50 લાખ રૂપિયાનું ફંડ રિલીઝ કરું છું જેથી આપણા હલકા ગુરદાસપુરને આ મહામારી સામે લડવામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

સની દેઓલ ભારતીય જનતા પાર્ટીના પંજાબના ગુરદાસપુરના એમપી (મેમ્બર ઓફ પાર્લામેન્ટ) છે. તેણે આ રકમ તેના સાંસદ કોટામાંથી દાન કરી છે.

આ લોકડાઉનને કારણે રોજ કામ કરીને પૈસા કમાતા લોકોને ઘણી તકલીફ પડવાની છે. શૂટિંગ બંધ થતા ઇન્ડસ્ટ્રીના ડેઇલી વર્કર્સને મદદ કરવા માટે ફિલ્મ એસોશિએશન્સ દ્વારા ફંડ એકઠું કરવામાં આવ્યું છે. સોનમ કપૂર, સિંગર ધ્વનિ ભાનુશાલી, રજનીકાંત સહિત સેલેબ્સે પણ કોરોના વાઇરસ સામે લડવા માટે આર્થિક સહાય કરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી