કૃષ્ણા-ગોવિંદા વિવાદ:સુનીતાએ બીજા ભાણીયા વિનયની પ્રશંસા કરી, કહ્યું- આમાંથી કોઈને તો યાદ છે કે મેં તેને માતાની જેમ ઉછેર્યો છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુનીતાએ કહ્યું, સારું છે કે વિનયને એ યાદ છે કે અમે તેના માટે શું કર્યું છે
  • 2018થી ગોવિંદા તથા ભાણેજ કૃષ્ણા અભિષેક વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે.

ગોવિંદા તથા કૃષ્ણા અભિષેકના પરિવાર વચ્ચેનો ઝઘડો શાંત થવાનું નામ લેતો નથી. તાજેતરમાં ગોવિંદા પોતાની પત્ની સુનીતાની સાથે ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યો હતો પરંતુ કૃષ્ણા આ એપિસોડનો ભાગ ન બન્યો. આ વાતથી ગુસ્સે થઈને સુનીતાએ મીડિયામાં કૃષ્ણાની વિરુદ્ધ ઘણી વાતો કરી હતી. હવે સુનીતાએ પોતાના બીજા ભાણીયા વિનય આનંદની પ્રશંસા કરતા કહ્યું કે, મને ખુશી છે કે આ બધામાંથી કોઈને તો યાદ છે કે મેં તેનો માતાની જેમ ઊછેર કર્યો છે.

તાજેતરમાં ઈટાઈમ્સ સાથે વાતચીતમાં સુનીતાએ કહ્યું, સારું છે કે વિનયને એ યાદ છે કે અમે તેના માટે શું કર્યું છે. હું કૃષ્ણા, આરતી અને બાકીના તમામ બાળકોનું ધ્યાન રાખતી હતી. સાસુ પછી, હું ઘરમાં એકમાત્ર મહિલા હતી જેને આ બાળકોની માતાની જેમ સંભાળ રાખી હતી. ગોવિંદાએ વિનયની સાથે પણ કેટલીક ફિલ્મો કરી છે. મને હજુ પણ યાદ છે કે આ બાળકો કેવી રીતે હોલમાં રમતા હતા.

જૂના દિવસોને યાદ કરતા સુનીતાએ કહ્યું, મારા લગ્ન માત્ર 18 વર્ષની ઉંમરમાં થયા હતા અને 19 વર્ષની ઉંમરમાં મેં દીકરીને જન્મ આપ્યો હતો. મને ખુશી છે કે આમાંથી કોઈને તો મહેસૂસ થયું કે મેં તેમનો ઉછેર એક માતાની જેમ કર્યો છે. અમને તેમની પાસેથી પૈસા કે બીજું કઈ નથી જોઈતું પરંતુ અમને પ્રેમ અને આદર જોઈએ છે. જો તમે સન્માન ન આપી શકો તો તમને રાખવાનો કોઈ અર્થ નથી. હું વિનયના શબ્દોથી ખૂબ જ ખુશ છું.

સુનીતાએ કશ્મીરા પર નિશાન સાધ્યું હતું
ધ કપિલ શર્મા શોમાં કૃષ્ણા ન જવાથી ગુસ્સે થયેલી સુનીતાએ તેની વિરુદ્ધ ઘણું કહ્યું હતું. સુનીતાએ કહ્યું કે,ઘરમાં ત્યારે મુશ્કેલીઓ શરૂ થઈ જ્યારે અમે ખરાબ વહુ લઈને આવ્યા. સુનીતાનો અર્થ કૃષ્ણાની પત્ની સાથે હતો.

શા માટે સુનીતા ભડકી?
થોડાં દિવસ પહેલાં કાશ્મીરાએ ગોવિંદા તથા સુનીતા અંગે કહ્યું હતું કે તે બંને તેના જીવનમાં કોઈ મહત્ત્વ ધરાવતા નથી. કાશ્મીરાએ ગુસ્સામાં કહ્યું હતું, 'કૃષ્ણા અંગે ફાલતુ વાત કરે છે. બની શકે એ એપિસોડમાં કૃષ્ણાની જરૂર ના હોય પણ તેમને કોણ સમજાવે. તમારે મને પૂછવું હોય તો પ્રિયંકા ચોપરા વિશે પૂછો, કેટરીના વિશે પૂછો, આ સુનીતા કોણ છે? મેં મારા દમ પર મારું નામ બનાવ્યું છે. મારી ઓળખ કોઈની પત્ની તરીકે આપવામાં આવતી નથી. તો હું આવા લોકો અંગે વાત કરવા માગતી નથી.' કાશ્મીરાની આ વાતથી ગુસ્સે થયેલી સુનીતાએ હવે પોતાની વાત રજૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગોવિંદા પત્ની સુનીતા સાથે 'ધ કપિલ શર્મા શો'માં આવ્યો હતો અને કૃષ્ણા તે એપિસોડમાં જોવા મળ્યો નહોતો. સુનીતાએ એમ કહ્યું હતું કે તે કૃષ્ણાનો ચહેરો જીવનમાં ક્યારેય જોવા માગતી નથી.