તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકોને લઈને ચિંતામાં અન્ના:સુનિલ શેટ્ટીએ કહ્યું- ઇન્ડસ્ટ્રીના દરેક સ્ટાર કિડને નશેડી કહેવામાં આવે છે, અમે એવા નથી, સારા લોકો છીએ

21 દિવસ પહેલા
 • કૉપી લિંક

એક્ટર સુનિલ શેટ્ટી સ્ટાર કિડ્સ વિરુદ્ધ બની રહેલા લોકોના ખોટા પરસેપ્શનને લઈને ચિંતામાં છે. તેણે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું, 'હું મારા બાળકોને લઈને ચિંતિત નથી. સામાન્ય રીતે મને ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સના બાળકોની ચિંતા છે. ઇન્ડસ્ટ્રીના દરેક બાળકને ડ્રગી (નશેડી અથવા નશા કરવાવાળા) કહેવામાં આવે છે. નહીં, અમે એવા નથી. અમે સારા લોકો છીએ. અમે સોશિયલી પ્લેસ્ડ છીએ અને અમારી સામાજિક જવાબદારીઓ નિભાવીએ છીએ. હું સાફ, સારા અને ફ્રેન્ડલી વાતાવરણનું સમર્થન આપું છું.'

'જીવો અને જીવવા દો'ના કન્સેપ્ટમાં માને છે
સુનિલ શેટ્ટીના જણાવ્યા મુજબ તે 'જીવો અને જીવવા દો'ના કન્સેપ્ટમાં માને છે. તેણે કહ્યું, 'નિષ્ફ્ળતા ક્યારેય મારા રસ્તામાં નથી આવી. પાંચ ફ્લોપ આપ્યા પછી પણ હું સુનિલ શેટ્ટી છું. તમે મને નથી કહી શકતા કે કઈ રીતે ચાલવાનું છે અને કઈ રીતે વાત કરવાની છે?'

શેટ્ટીએ આગળ કહ્યું, 'તમે મારા વિશે એવું કહી શકો છો કે તે ફ્લોપ એક્ટર છે પણ જિંદગીમાં તમે ક્યાં છો? સવાલ કરનારા તમે કોણ છો? જો તમે અંગત થશો તો હું આ પ્રકારના સવાલ કરું છું. બાકી તમે તમારી લાઈફ જીવી રહ્યા છો અને હું મારી લાઈફ. માટે જજમેન્ટ ન આપો.'

દીકરાના કારણે મારી ઇમેજ પ્રભાવિત થશે: શેટ્ટી
સુનિલ શેટ્ટીની દીકરી અથિયા ત્રણ ફિલ્મો 'હીરો', 'મુબારકાં' અને 'મોતીચૂર ચકનાચૂર'માં એક્ટ્રેસ તરીકે કામ કરી ચૂકી છે. તેનો દીકરો અહાન તેલુગુ સિનેમાની બ્લોકબસ્ટર 'RX100'ની હિન્દી રીમેકથી બોલિવૂડ ડેબ્યુ કરી રહ્યો છે.

સુનિલ શેટ્ટી પત્ની માના, દીકરો અહાન અને દીકરી અથિયા સાથે.
સુનિલ શેટ્ટી પત્ની માના, દીકરો અહાન અને દીકરી અથિયા સાથે.

પોતાના દીકરાની બોલિવૂડ એન્ટ્રીને લઈને સુનિલે કહ્યું, 'મને લાગે છે કે મારી ઇમેજ તેને કારણે પ્રભાવિત થશે. તે ઘણો સારો છે. ત્યાં સુધી કે જો તે એક્શન કરે છે તો લોકો કહેશે કે આ ક્યાંથી શીખ્યું, પિતા તો આટલા સારા ન હતા. પિતા એવરેજ રહ્યા, પણ દીકરો શાનદાર છે. તેની પાસે ગોલ્ડ હાર્ટ છે.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો