અથિયા-કેએલ રાહુલનાં વેડિંગ:સુનીલ શેટ્ટી દીકરીના લગ્નની વિધિ શરૂ થતાં જ રડી પડ્યો

મુંબઈ13 દિવસ પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી અને કેએલ રાહુલે 23 જાન્યુઆરીના રોજ ખંડાલામાં લગ્ન કર્યા હતા. અથિયા-રાહુલે સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી હતી અને મીડિયા સામે પોઝ પણ આપ્યા હતા. અથિયા દુલ્હન તરીકે ઘણા જ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. લગ્નની વિધિ શરૂ થઈ ત્યારે સુનીલ શેટ્ટીની આંખો ભીની થઈ ગઈ હતી.

લગ્નમાં તમામ મહેમાનોનું ધ્યાન રાખ્યું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અથિયા અને કેએલ રાહુલના લગ્નની વિધિ શરૂ થઈ ત્યારે સુનીલ શેટ્ટી એકદમ ભાવુક થઈ ગયો હતો. જ્યારે બંનેએ ફેરા ફરવાની શરૂઆત કરી એ સમયે સુનીલ શેટ્ટી રડી પડ્યો હતો. લગ્નમાં સુનીલ શેટ્ટીએ તમામ મહેમાનોનું ધ્યાન રાખ્યું હતું.

દુલ્હન તરીકે અથિયાનો લુક એકદમ સિમ્પલ
અથિયા શેટ્ટીનો બ્રાઇડલ લુક એકદમ સિમ્પલ હતો. તેણે એકદમ સાદો ટીકો પહેર્યો હતો. કલીરે પણ એકદમ હળવા હતા. તેણે લગ્નમાં ન્યૂડ મેકઅપ સાથે બ્લશ પિંક આઇશેડો કર્યા હતા. લગ્નમાં તેણે ફુલસ્લીવની ચોલી પહેરી હતી. અથિયાએ ઓલ્ડ-રોઝ પિંક રંગનો લહેંગો પહેર્યો હતો. ચિનકારી લહેંગા પર ઝરદોશી તથા જાળી વર્ક કરવામાં આવ્યું હતું. આલિયાએ ડાયમંડ મંગળસૂત્ર પહેર્યું હતું અને હાથમાં મોટી ડાયમંડ એન્ગેજમેન્ટ રિંગ હતી.

લહેંગો બનતાં 10 હજાર કલાક થયા
લગ્નમાં અથિયા તથા રાહુલે ફેશન-ડિઝાઇનર અનામિકા ખન્નાના ડિઝાઇનર આઉટફિટ પહેર્યા હતા. અનામિકા ખન્નાએ કહ્યું હતું કે અથિયાનો લહેંગો બનતાં 10 હજાર કલાક થયા હતા. લહેંગો સિલ્કમાં બનાવવાનો આવ્યો છે, જ્યારે દુપટ્ટો સિલ્ક ઓર્ગાન્ઝામાંથી તૈયાર કરવામાં આવ્યો હતો.

અથિયા-રાહુલે સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી
અથિયાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'આજે અમારા પ્રેમાળ લોકોની વચ્ચે અમારા ઘરમાં લગ્ન કર્યા. અમે અમારી આ જર્નીમાં તમારા આશીર્વાદ માગીએ છીએ...'

અનુષ્કા રંજન પતિ આદિત્ય સાથે.
અનુષ્કા રંજન પતિ આદિત્ય સાથે.

લગ્નમાં કોણ કોણ આવ્યું હતું?
લગ્નમાં નિકટના પરિવારના સભ્યો તથા મિત્રો હાજર રહ્યા હતા. બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર, અંશુલા કપૂર, જેકી શ્રોફની દીકરી ક્રિષ્ના શ્રોફ, અનુષ્કા રંજન, ક્રિકેટર ઈશાંત શર્મા, એક્ટ્રેસ ડિઆના પેન્ટી લગ્નમાં સામેલ થયા હતા.

લગ્ન પૂરા થયા એટલે મીડિયાને મીઠાઈ વહેંચી
અથિયા તથા કેએલ રાહુલનાં લગ્ન પૂરાં થયાં એટલે તરત જ સુનીલ શેટ્ટી દીકરા અહાન સાથે મીઠાઈનાં બોક્સ લઈને બહાર આવ્યો હતો. અહીં સુનીલ શેટ્ટીએ ફોટોગ્રાફર્સ તથા મીડિયા પર્સનને મીઠાઈ વહેંચી હતી. મીડિયા સાથેની વાતચીતમાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે લગ્ન ઘણા જ સારી રીતે સંપન્ન થયા. તે હવે ઑફિશિયલી ફાધર ઇન લૉ બની ગયો છે.

IPL પછી રિસેપ્શન યોજાશે
બંનેનું રિસેપ્શન IPL પૂરી થયા બાદ આપવામાં આવશે. સૂત્રોના મતે, લગ્નમાં ભલે માત્ર 100 મહેમાનો હોય, પરંતુ સુનીલ શેટ્ટીએ દીકરીના લગ્નના રિસેપ્શનમાં 3000 મહેમાનોને આમંત્રણ આપ્યું છે, જેમાં બોલિવૂડ, સ્પોર્ટ્સ, બિઝનેસ તથા રાજકીય દુનિયાની અનેક હસ્તીઓ સામેલ થશે.

અન્ય સમાચારો પણ છે...