અજીત રેડેકરઃ ક્રિકેટર કેએલ રાહુલ તથા એક્ટ્રેસ અથિયા શેટ્ટી 23 જાન્યુઆરીએ લગ્ન કરવાના છે. લગ્નની વિધિઓ 21 જાન્યુઆરીથી શરૂ થઈ છે. 22 જાન્યુઆરી એટલે કે આજે હલ્દી સેરેમની યોજાશે. સુનીલ શેટ્ટીએ દીકરીના લગ્ન પહેલાં મીડિયા સાથે વાત કરી હતી. એક્ટરે કહ્યું હતું કે લગ્ન બાદ તે પૂરા પરિવાર સાથે મીડિયાને મળશે. આટલો પ્રેમ આપવા બદલ તમામનો આભાર. લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં થશે. 23 જાન્યુઆરીએ દક્ષિણ ભારતીય રીત રિવાજથી લગ્ન થશે.
મહેમાનોએ અનેક નિયમો માનવા પડશે
સૂત્રોના મતે, લગ્નમાં આવનાર મહેમાનોને કડક નિયમોનું પાલન કરવું પડશે. મહેમાનો લગ્ન દરમિયાન એક પણ તસવીર ક્લિક કરી શકશે નહીં. લગ્નમાં એન્ટ્રી ગેટ આગળ મહેમાનોએ ફોન જમા કરાવવો પડશે.
માત્ર 100 મહેમાનો આવશે
અથિયા તથા કેએલ રાહુલના લગ્નમાં માત્ર 100 મહેમાનોને ઇનવાઇટ કરવામાં આવ્યા છે. આ 100 મહેમાનોમાં બંને પરિવારના મેમ્બર્સ તથા નિકટના મિત્રો સામેલ છે. લગ્નની તસવીરો લીક ના થાય તે માટે મીડિયાને વેન્યૂથી ઘણું જ દૂર રાખવામાં આવ્યું છે. દિવ્ય ભાસ્કરના રિપોર્ટર અજીત રેડેકરે કહ્યું હતું કે સિક્યોરિટી ઘણી જ ટાઇટ છે. મોબાઇલ ફોનના કેમેરા પર કવર લગાવવામાં આવ્યું છે, જેથી કોઈ ફોટો ક્લિક ના કરે.
લગ્નને પ્રાઇવેટ રાખવામાં આવશે
સેલેબ્લ મોટાભાગે પોતાના લગ્નને પ્રાઇવેટ રાખવા માગતા હોય છે. દીપિકા-રણવીર, આલિયા-રણબીર, વિકી-કેટરીનાએ પોતાના લગ્નને પ્રાઇવેટ રાખ્યા હતા. તેમણે પણ પોતાના લગ્નમાં સામેલ થનારા મહેમાનોને ફોન લઈને આવવાની પરવાનગી આપી નહોતી. સૂત્રોના મતે, અથિયાએ લગ્નમાં બોલિવૂડમાંથી કોઈને આમંત્રમ આપ્યું નથી.
મેમાં ગ્રાન્ડ સેલિબ્રેશન
કેટલાંક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા ક્રિકેટ સાથે સંકળાયેલા લોકો માટે મેમાં એક ગ્રાન્ડ રિસેપ્શનમાં યોજવામાં આવશે. હાલમાં ઇન્ડિયન ક્રિકેટર્સ ક્રિકેટમાં વ્યસ્ત છે. IPL પૂરી થયા બાદ ગ્રાન્ડ રિસેપ્શન યોજવામાં આવશે.
ચાર વર્ષના ડેટિંગ માટે અથિયા-રાહુલ એક સાથે
રાહુલ તથા અથિયા ચાર વર્ષથી રિલેશનશિપમાં છે. રાહુલ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર પ્લેયર છે. અથિયા એક્ટર સુનીલ શેટ્ટી તથા માના શેટ્ટીની દીકરી છે. બંને પરિવાર કર્ણાટકના છે. અથિયાએ 'હીરો' ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. અથિયાની નેટવર્થ 29 કરોડ રૂપિયા છે અને રાહુલ વર્ષે 30 કરોડની કમાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.