બોલિવૂડની જાણીતી હસ્તીઓએ મુંબઈમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુલાકાત કરી હતી. આ મિટિંગ દરમિયાન સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે આજના સમયમાં બોલિવૂડ પર બોયકોટ ટૅગ લાવવામાં આવ્યું છે અને તે દૂર કરવું જરૂરી છે.
સુનીલે કહ્યું હતું કે બોલિવૂડના 99 લોકો ડ્રગ્સ લેતા નથી. આથી જ હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે ઇમેજ ખરાબ થઈ છે, તેને યોગ્ય કરવી જરૂરી છે. આ મિટિંગમાં સુભાષ ઘાઈ, જેકી શ્રોફ, સોનુ નિગમ, બોની કપૂર, મનોજ જોષી સહિતના સેલેબ્સ હાજર હતા.
બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડ હવે બંધ થવો જોઈએ
સુનીલ શેટ્ટીએ વધુમાં કહ્યું હતું કે આજના સમયમાં બોલિવૂડમાં બોયકોટ ટ્રેન્ડ ચાલે છે તે બંધ થવો જરૂરી છે, કારણ કે જો એક ટોપલીમાં ખરાબ સફરજન હોય તો એનો અર્થ એ નથી કે બધા જ સફરજન ખરાબ છે. બધા એક જેવા નથી. આપણી સ્ટોરી ને સંગીત દુનિયા સાથે આપણને જોડે છે. આથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર બોયકોટનું જે કલંક લાગેલું છું, તે સુધારવાની જરૂર છે. આ વાત વડાપ્રધાન મોદી સુધી પહોંચાડવી જરૂરી છે.
હાલમાં બોલિવૂડ બોયકોટ ટ્રેન્ડનો ભોગ બન્યું છે
બોલિવૂડનો છેલ્લા ઘણાં સમયથી બોયકોટ થઈ રહ્યો છે. હાલમાં જ શાહરુખની ફિલ્મ 'પઠાન'નો સો.મીડિયામાં બોયકોટ કરવામાં આવ્યો હતો. ફિલ્મના ગીત 'બેશરમ રંગ'માં દીપિકાની ભગવા બિકીની સામે પણ વાંધો હતો.
બોની કપૂર ઉત્તર પ્રદેશમાં શૂટિંગ કરવા માગે છે
ફિલ્મમેકર બોની કપૂરે કહ્યું હતું કે તેમે ઉત્તર પ્રદેશમાં શૂટિંગ કરવાની માજા આવી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકો ઉત્તર પ્રદેશમાં શૂટિંગ કરતા સમયે સલામતી અનુભવે છે, કારણ કે સરકારે રાજ્યને ક્રાઇમ ફ્રી બનાવ્યું છે. તેમણે ઉત્તરપ્રદેશમાં બે ફિલ્મનું શૂટિંગ કર્યું હતું અને ભવિષ્યમાં અન્ય ફિલ્મનું શૂટિંગ કરવાનું વિચારે છે.
ઉત્તરપ્રદેશને ફ્રેન્ડલી સ્ટેટ બનવવા માટે બોલિવૂડ સેલેબ્સને મળ્યા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે દિવસ મુંબઈની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશને દેશના સૌથી ફ્રેન્ડલી સ્ટેટ બનાવવાનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. આ જ કારણે તેઓ બોલિવૂડ સેલેબ્સને મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.