બર્થડે / અનન્યા પાંડેએ બેસ્ટફ્રેન્ડ સુહાના ખાનને 20મો બર્થડે વિશ કર્યો, લખ્યું- તને ઘણી મિસ કરું છું

X

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 03:52 PM IST

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનનો આજે શુક્રવારે 20મો જન્મદિવસ છે. તેની બેસ્ટફ્રેન્ડ અનન્યા પાંડેએ તેને સોશિયલ મીડિયા પર 20મા જન્મદિવસની શુભકામના આપી છે. સુહાના, અનન્યા અને સંજય કપૂરની દીકરી શનાયા કપૂર બાળપણના મિત્રો છે. આ ત્રણ ઘણીવાર બહાર સાથે હેન્ગ આઉટ કરતા પણ જોવા મળે છે.

અનન્યાએ ફાટો શેર કરી લખ્યું કે, બે વસ્તુ હું ખૂબ મિસ કરી રહી છું, એક બહાર ફરવા જવું અને બીજી સુહાના. 20મો જન્મદિવસ મુબારક, પણ તું હંમેશાં મારી લિટલ બેબી જ રહીશ. આ પોસ્ટ પર સુહાનાએ જવાબ આપ્યો છે કે, મિસ યુ, આઈ લવ યુ અને થેન્ક યુ.

સુહાના ખાનનો આ 20મો જન્મદિવસ છે. સુહાનાએ હજુ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું નથી. ચંકી પાંડેની 21 વર્ષીય દીકરી અનન્યા પાંડેએ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. સુહાના ન્યૂ યોર્ક યુનિવર્સિટીની ફિલ્મ સ્કૂલમાં ભણે છે પણ મહામારીને કારણે તે હાલ મુંબઈમાં ઘરે છે. તે અગાઉ સુહાનાએ લંડનની કોલેજમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. સુહાનાએ ગયા વર્ષે શોર્ટ ફિલ્મ ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુથી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી