આર્યન ખાન ડ્રગ્સ કેસ:મોટાભાઈની ધરપકડ બાદ સુહાના ખાન બીમાર પડી, દર કલાકે મમ્મીને ફોન કરીને પપ્પા-ભાઈની અપડેટ લે છે

મુંબઈ2 મહિનો પહેલા
  • સુહાના ખાન તાત્કાલિક ભારત આવવા માગતી હતી, પરંતુ શાહરૂખે ના પાડી

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ બાદથી નાની બહેન સુહાના ખાનની હાલત ઘણી જ ખરાબ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુહાના ખાન પોતાના ભાઈ અંગે ઘણી જ ચિંતિત છે અને તે દર કલાકે મમ્મી ગૌરી પાસેથી અપડેટ લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સુહાના ખાન હાલમાં ન્યૂ યોર્કમાં છે.

દર કલાકે ફોન કરે છે
વેબ પોર્ટલ બોલિવૂડલાઇફના અહેવાલ પ્રમાણે, સુહાના ખાન હાલમાં ન્યૂ યોર્કમાં છે. તેને જ્યારથી આર્યન ખાન અંગે સમાચાર મળ્યા છે ત્યારથી તે ચિંતામાં છે અને બીમાર પડી ગઈ છે. તેને જ્યારે ખબર પડી કે તેના પપ્પા શાહરુખ સરખું જમતા નથી અને ચેનથી સૂઈ શકતા નથી, તે સાંભળીને તે વધુ ચિંતામાં મુકાઈ ગઈ છે. તેણે તરત જ ભારત આવવાની વાત કહી હતી. જોકે, શાહરુખ નથી ઈચ્છતો કે હાલમાં તે ભારત પરત આવે.

બીમાર હોવાની વાત
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભાઈની ધરપકડ થયા બાદ ચિંતામાં સુહાના બીમાર પડી ગઈ છે. તેને ભાઈની ઘણી જ ચિંતા થાય છે. સુહાના દર કલાકે ફોન કરીને મમ્મી ગૌરી પાસેથી ભાઈ આર્યન તથા પપ્પા શાહરુખની અપડેટ લે છે.

'મન્નત'માં દરેક લોકો ટેન્શનમાં
શાહરુખ ખાન સતત પ્રયાસ કરી રહ્યો છે કે તેમના દીકરાને જામીન મળી જાય. વકીલ સતીશ માનશિંદે આર્યનને જામીન અપાવી શક્યા નહીં અને તેથી જ શાહરુખે નવા વકીલ પણ હાયર કર્યા છે. નવા વકીલ અમિત દેસાઈએ કોર્ટમાં આર્યન તરફથી દલીલો કરી હતી. ઉલ્લેખનીય છે કે અમિત દેસાઈએ સલમાન ખાનને હિટ એન્ડ રન કેસમાં જામીન અપાવ્યા હતા. આર્યનને કારણે 'મન્નત'માં દરેક વ્યક્તિ ચિંતાગ્રસ્ત છે. ગૌરીનો ભાઈ વિક્રાંત છિબ્બર પણ મુંબઈ આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...