સ્ટાર-કિડ્સનું નાઇટ આઉટ:અનન્યા પાંડે-શનાયા કપૂર શોર્ટ ડ્રેસમાં તો સુહાના ખાનનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો

મુંબઈ6 મહિનો પહેલા
  • અનન્યા પાંડે-સુહાનાએ શનાયા કપૂરના કપડાં પહેર્યાં

અનન્યા પાંડે, સુહાના ખાન, શનાયા કપૂર તથા ખુશી કપૂર હાલમાં જ નાઇટ આઉટ કરતાં જોવા મળ્યાં હતાં. આ ચારેય ફેશનેબલ અંદાજમાં રેસ્ટોરાંની બહાર ક્લિક થયા હતા. અનન્યા તથા શનાયાએ શોર્ટ આઉટફિટ પહેર્યાં હતાં અને સુહના ખાન સ્ટ્રિપ્ડ પેન્ટમાં જોવા મળી હતી.

ખુશી કપૂર પણ જોવા મળી
સુહાના ખાન તથા અનન્યા પાંડે એક જ કારમાં સાથે આવ્યા હતા. શનાયા તથા ખુશી કપૂર અલગ-અલગ કારમાં રેસ્ટોરાંમાં પહોંચ્યા હતા. સુહાના ખાને સ્ટ્રિપ્ટ બ્લેક-વ્હાઇટ પેન્ટ્સ, ઑફ શોલ્ડર વ્હાઇટ ક્રોપ ટોપ પહેર્યું હતું. જોકે, સુહાના ખાને જે પેન્ટ પહેર્યું હતું તે તેણે શનાયા કપૂર પાસેથી માગેલું હતું. તે પેન્ટ શનાયા કપૂરનું હતું.

અનન્યાએ પણ શનાયાના જ કપડાં પહેર્યાં
માત્ર સુહાનાએ જ નહીં, પણ અનન્યા પાંડેએ શોર્ટ લવન્ડર કલરનો જે ડ્રેસ પહેર્યો હતો તે પણ શનાયાનો જ હતો. અનન્યાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને શનાયાનો આભાર માન્યો હતો. શનાયા કપૂર વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી, જ્યારે ખુશી કપૂર બ્લેક આઉટફિટમાં હતી.

તસવીરોમાં જુઓ સ્ટાર-કિડ્સનો અંદાજ.....

શનાયા કપૂર.
શનાયા કપૂર.
ડાબેથી, શનાયા, અનન્યા તથા સુહાના.
ડાબેથી, શનાયા, અનન્યા તથા સુહાના.
અનન્યા પાંડે.
અનન્યા પાંડે.
ખુશી કપૂર.
ખુશી કપૂર.
સુહાના ખાન.
સુહાના ખાન.
શનાયા તથા અનન્યા.
શનાયા તથા અનન્યા.
ડાબેથી, શનાયા, અનન્યા તથા સુહાના.
ડાબેથી, શનાયા, અનન્યા તથા સુહાના.
ડાબેથી, શનાયા, અનન્યા તથા સુહાના.
ડાબેથી, શનાયા, અનન્યા તથા સુહાના.
સુહાનાએ જે પેન્ટ પહેર્યું તે શનાયા છે. શનાયાએ ભૂતકાળમાં આ પેન્ટ એક પાર્ટીમાં પહેર્યું હતું.
સુહાનાએ જે પેન્ટ પહેર્યું તે શનાયા છે. શનાયાએ ભૂતકાળમાં આ પેન્ટ એક પાર્ટીમાં પહેર્યું હતું.

સુહાનાનો વીડિયો વાઇરલ થયો
સુહાના ખાનનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં સુહાના પોતાની એક ચાહક સાથે સેલ્ફી લેતી જોવા મળી હતી. આ વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે સુહાનાના વખાણ કર્યાં છે. એક યુઝરે કહ્યું હતું કે સુહાના ઘણી જ સારી છે. અન્ય એકે કમેન્ટ કરી હતી કે સુહાનાએ નાનાકડી છોકરી સાથે સેલ્ફી લીધી, તે કેટલી સ્વીટ છે. બીજા એકે કહ્યું હતું કે સુહાના પિતા શાહરુખ જેટલી જ નમ્ર છે.

અનન્યા પાંડેના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે તે 'ગહરાઈયા'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ તથા સિદ્ધાંત ચતુર્વેદી હતા. હવે અનન્યા પાંડે 'ખો ગયે હમ કહાં' તથા વિજય દેવરાકોંડા સાથે 'લાઇગર'માં જોવા મળશે. સુહાના ખાન પણ એક્ટિંગ ડેબ્યૂ કરવાની હોવાની ચર્ચા છે. તે ઝોયા અખ્તરની ફિલ્મ 'આર્ચીઝ કોમિક્સ'થી બોલિવૂડ ડેબ્યૂ કરે તેમ માનવામાં આવે છે. થોડાં સમય પહેલાં જ સુહાના ખાન ડિરેક્ટર ઝોયા અખ્તરની ઓફિસની બહાર જોવા મળી હતી. આ ફિલ્મથી માત્ર સુહાના જ નહીં, પણ ખુશી કપૂર તથા અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગત્સ્ય પણ બોલિવૂડ ડેબ્યૂ કરવાનો છે. આ ફિલ્મ થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.