શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન, અમિતાભ બચ્ચનનો દોહિત્રી અગસ્ત્ય નંદા તથા જાહન્વી કપૂરની નાની બહેન ખુશી કપૂરની ફિલ્મ 'ધ આર્ચીઝ'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મની પ્રોડ્યૂસર રીમા કાગતીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. ફિલ્મને ઝોયા અખ્તર ડિરેક્ટ કરશે. ફિલ્મને ઝોયા તથા રીમા કાગતી સાથે મળીને પ્રોડયૂસ કરી રહ્યા છે. ફિલ્મ કોમિક સિરીઝ પર આધારિત છે.
રીમાએ ક્લેપબોર્ડની તસવીર શૅર કરી
રીમાએ સો.મીડિયામાં 'ધ આર્ચીઝ'ના પહેલા શોટની ડીટેલ્સ આપીને ક્લેપબોર્ડની તસવીર શૅર કરી હતી. પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'આર્ચીઝ, શૂટસ્ટાર્ટસ, ટાઇગર બેબીનું પહેલું સોલો પ્રોડક્શન. રીમાએ આ પોસ્ટમાં ઝોયા અખ્તરને ટૅગ કરીને પાર્ટનર ઇન ક્રાઇમ ગણાવી હતી.
ફરહાને ટીમને ગુડલક વિશ કર્યું
રીમાની પોસ્ટ બાદ ફરહાને આ જ પોસ્ટ પોતાના સો.મીડિયામાં શૅર કરીને ટીમને ગુડલક વિશ કર્યું હતું. આ ફિલ્મમાં અગસ્ત્ય આર્ચી એન્ડ્ર્યૂઝના રોલમાં જોવા મળશે. સુહાના વેરોનિકા તથા ખુશી બેટ્ટીના પાત્રમાં હશે.
નવેમ્બરમાં ફિલ્મની જાહેરાત કરી હતી
ઝોયાએ ગયા વર્ષે નવેમ્બરમાં ફિલ્મની જાહેરાત કરી હતી. જોકે, હજી સુધી ફિલ્મના કાસ્ટિંગ અંગે કોઈ ઑફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી. ફિલ્મનું શૂટિંગ ઉટી તથા આસપાસના હિલ સ્ટેશન પર કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.