સાઉથ એક્ટર સુધીર વર્માએ આત્મહત્યા કરી:10 જાન્યુઆરીએ ઝેર પીધું, સારવાર દરમિયાન મોત થયું

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાઉથના લોકપ્રિય એક્ટર સુધીર વર્માએ 33 વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે 10 જાન્યુઆરીએ ઝેર પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. તબિયત વધુ બગડતા તે હૈદરાબાદમાં પોતાના સંબંધીના ઘરે ગયો હતો અને ઝેર પીધું હોવાનું કહ્યું હતું. ત્યારથી સુધીરની સારવાર હૈદરાબાદની ઓસમાનિયા હોસ્પિટલમાં ચાલતી હતી. જોકે, તેને બચાવી શકાયો નહીં. સુધીર કામ ના મળવાને કારણે ડિપ્રેશનમાં હતો.

23 જાન્યુઆરીએ અવસાન થયું
તબિયત વધુ બગડતા સુધીરને 21 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમની પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. અહીંયા તેની સારવાર ચાલતી હતી, પરંતુ 23 જાન્યુઆરીએ તેનું અવસાન થયું. એક્ટર સુધાકર કોમકુલાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને સુધીરના મોતના સમાચાર આપ્યા હતા.

કામ ના મળવાને કારણે ડિપ્રેશનમાં હતો
મીડિયા રિપોર્ટ્સના મતે, સુધીર લાંબા સમયથી સારો રોલ ને કામ ના મળવાને કારણે ડિપ્રેશનમાં હતો. આ જ કારણે તેણે આત્મહત્યા જેવું પગલું ભર્યું.

2013માં ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી
સુધીરે 2013માં ફિલ્મ 'સ્વામી રા રા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેને ખળી ઓળખ 'કુંદનપૂ બોમ્મા'થી મળી હતી.

મિત્રો ભાવુક થયા
સુધીર વર્માના મિત્ર તથા કો-સ્ટાર સુધાકરે સો.મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેણે કહ્યું હતું કે કેટલો પ્રેમાળ અને સારો વ્યક્તિ. તમારી સાથે કામ કરવાની મજા આવી. હજી વિશ્વાસ નથી કે તમે આ દુનિયામાં નથી. ઓમ શાંતિ. એક્ટ્રેસ ચાંદનીએ સો.મીડિયામાં કહ્યું હતું કે સુધીર તમારા જવાથી હૃદય ભાંગી પડ્યું. તમે સારા એક્ટર હતા. તમારી ઘણી જ યાદ આવશે.

અન્ય સમાચારો પણ છે...