તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મજબૂરી:અમિતાભ બચ્ચન-વરુણ ધવન સાથે કામ કરનાર સુચિસ્મિતા હવે મોમોઝ વેચીને ઘરનું ગુજરાન ચલાવે છે

મુંબઈએક મહિનો પહેલા
સુચિસ્મિતા મોમોઝ વેચીને રોજની 300-400 રૂપિયાની કમાણી કરે છે
  • સુચિસ્મિતા રાઉત્રે મૂળ ઓરિસ્સાની છે. એક વાઈરસે તેનું આખું જીવન બદલી નાખ્યું છે.
  • પિતાનું નિધન, ઘર ચલાવવાની જવાબદારી સુચિસ્મિતા પર

કોરોનાની બીજી લહેર પહેલી લહેર કરતાં પણ વધુ ખતરનાક છે. કોરોનામાં અનેકે પોતાના જીવ ગુમાવ્યા છે તો કેટલાંકે પોતાની સંપત્તિ ને નોકરી ગુમાવી દીધી છે. બિઝનેસ હોય કે રોજગાર, ઘણાંને નુકસાન થયું છે. આવી જ એક વાત ફીમેલ કેમેરાપર્સન સુચિસ્મિતા રાઉત્રેની છે. સુચિસ્તિમાએ એક સમયે અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ જેવા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. જોકે, આજે તે પોતાના વતનમાં મોમોઝ વેચીને ગુજરાન ચલાવી રહી છે.

સુચિસ્મિતા રાઉત્રે મૂળ ઓરિસ્સાની છે. એક વાઈરસે સુચિસ્મિતાનું આખું જીવન બદલી નાખ્યું છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે સાઈન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા લાગી હતી. 2015માં સુચિસ્તિમા મુંબઈ આવી હતી. અહીંયા તેને ધીમે ધીમે કામ મળવાની શરૂઆત થઈ હતી. છ વર્ષ સુધી આસિસ્ટન્ટ કેમેરાપર્સન તરીકે સુચિસ્મિતાએ કામ કર્યું હતું. જોકે, 2020માં કોરોના આવ્યો અને તેનું જીવન બદલાઈ ગયું.

કોરોનાને કારણે દેશભરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. બોલિવૂડમાં કામકાજ ઠપ્પ થઈ ગયું. ટેક્નિકલ સ્ટાફ માટે વતનની વાટ પકડવાનો વારો આવ્યો હતો. મુંબઈમાં કેમેરાની પાછળ કામ કરતાં મોટાભાગના લોકો પોત-પોતાના વતન જતા રહ્યાં હતા. તેમને ખ્યાલ હતો કે હવે મુંબઈમાં થોડાં મહિનાઓ સુધી કોઈ જ કામ મળશે નહીં.

ઘરે જવાના પૈસા નહોતા
સુચિસ્મિતાએ ન્યૂઝ ચેનલ આજ તક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે લૉકડાઉન બાદ તે પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે તેવી સ્થિતિમાં નહોતી. તેની પાસે વતન ઓરિસ્સા જવાના પૈસા સુદ્ધા નહોતા. આ સમયે તેને અમિતાભ બચ્ચન તથા સલમાન ખાનની ટીમ તરફથી મદદ મળી હતી. તેમને કારણે જ તે ઓરિસ્સા જઈ શકી હતી.

કટકમાં રસ્તા પર મોમોઝ વેચે છે
સુચિસ્મિતાના પિતાનું નિધન થઈ ચૂક્યું છે. પરિવારમાં તે તથા તેની માતા છે. મુંબઈથી કટક આવ્યા બાદ સુચિસ્મિતા પર ઘર કેવી રીતે ચલાવવું તે મોટો પ્રશ્ન હતો. એક સમયે સુચિસ્મિતા કેમેરાની પાછળ પોતાની કળા બતાવતી હતી. આજે તે રસ્તા પર મોમોઝ વેચીને રોજના 300-400 રૂપિયાની કમાણી કરી રહી છે.

પરત આવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ ના થઈ
સુચિસ્મિતાની પરિસ્થિતિ લૉકડાઉનમાં ઘણી જ ખરાબ થઈ ગઈ હતી. તેની તમામ બચત પૂરી થઈ ગઈ. તેને કામ મળવાની કોઈ આશા દેખાતી નથી. તેણે બોલિવૂડમાં કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને સફળતા મળી નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો