બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર સુભાષ ઘઈનો જન્મદિવસ 24 જાન્યુઆરીના રોજ છે. તેમણે પોતાના 78મા જન્મદિવસની પાર્ટી 23 જાન્યુઆરીના રોજ આપી હતી. સુભાષ ઘઈની બર્થડે પાર્ટીમાં બોલિવૂડના અનેક સેલેબ્સ સામેલ થયા હતા. સુભાષ ઘઈએ સલમાન ખાન સાથે મળીને કેક કાપી હતી.
બ્લૂ ડ્રેસમાં ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય પાર્ટીમાં પતિ અભિષેક બચ્ચન સાથે આવી હતી. તે બ્લૂ ડ્રેસમાં ઘણી જ સુંદર લાગતી હતી. પાર્ટીમાં જેકી શ્રોફ, અનિલ કપૂર, શત્રુધ્ન સિંહા, અનુપમ ખેર, કાર્તિક આર્યન, સલમાન ખાન, જયા બચ્ચન, મહિમા ચૌધરી સહિતના સેલેબ્સ આવ્યા હતા.
સુભાષ ઘઈએ સલમાન સાથે કેક કાપી
ફિલ્મમેકર સુભાષ ઘઈએ સલમાન ખાન સાથે માત્ર કેમેરા સામે જ પોઝ આપ્યા નહોતા, પરંતુ જન્મદિવસની કેક પણ સાથે કાપી હતી. આ દરમિયાન સલમાનનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે એકવાર સલમાન ખાને સુભાષ ઘઈને જાહેરમાં થપ્પડ મારી દીધી હતી. એક્ટરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે સુભાષ ઘઈની હરકતોથી ઘણો જ ત્રાસી ગયો હતો અને તેથી જ તેણે થપ્પડ મારી હતી. આ ઘટના બાદ સલમાન ખાને પિતા સલીમ ખાનની સમજાવટ બાદ સુભાષ ઘઈની માફી માગી હતી.
સુભાષ ઘઈની પાર્ટીની તસવીરો........
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.