34ની ઉંમરમાં મોત, આજે પણ એક રહસ્ય:વજન ઘટાડવા સતત 40 દિવસ ભૂખ્યા રહ્યા, 30 ઘર લીધાં તો સંપત્તિ ખરીદવા પર બૅન મુકાયો હતો

20 દિવસ પહેલાલેખક: ઈફત કુરૈશી

આજે પી..યુ. ચિનપ્પાની વાત કરીશું. તે તમિળ સિનેમાના સુપરસ્ટાર હતા. ચિનપ્પાને ચાહકો ભગવાનની જેમ પૂજતા હતા. તેઓ ગાયક, પહેલવાન પણ હતા. તેઓ તલવારબાજી પણ જાણતા હતા. જ્યારે તે ગીત ગાતા તો સ્ટેજ પર પૈસાનો વરસાદ થતો. પહેલવાન હોવાને કારણે વજન વધી ગયું હતું અને હીરોના રોલ મળતા નહોતા તો તેમણે સતત 40 દિવસ સુધી ભૂખ્યા રહીને વજન ઘટાડ્યું અને સતત હિટ ફિલ્મ આપી.

ચિનપ્પાએ પહેલા એવા એક્ટર હતા, જેમણે પોતાની કમાણી રિયલ એસ્ટેટમાં રોકાવાનું શરૂ કર્યું. તેમણે પોતાનો હોમટાઉન પુદુકોટ્ટાઇ (તમિળનાડુ)માં 30 ઘર ખરીદ્યા હતા. આ વાત જ્યારે ત્યાંના રાજાને ખબર પડી તો ઘર ખરીદવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ચિનપ્પાએ ચેન્નઈમાં પણ 20 ઘર ખરીદ્યા હતા. એક સમયે તે 50 ઘરના માલિક હતા. તેમણે તમામ બચન પ્રોપર્ટીમાં રોકી હતી. 34 વર્ષની ઉંમરમાં અચાનક અવસાન થયું હતું. તેમના અવસાનનું કારણ આજે પણ એક રહસ્યમય છે.

ચિનપ્પાના અવસાન બાદ પરિવારની સ્થિતિ ઘણી જ ખરાબ થઈ ગઈ હતી. તેઓ પાયમાલ થઈ ગયા હતા. ચિનપ્પા 40ના દાયકાના સુપરસ્ટાર હતા, પરંતુ આજે પણ તમિળનાડુ સહિત સાઉથ ઇન્ડિયાના તમામ સ્ટેટ્સમાં તેમની ફિલ્મની DVDની સૌથી વધુ ડિમાન્ડ હોય છે અને ચેનલ પર તેમની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ આજે પણ ટેલિકાસ્ટ થાય છે. ચિનપ્પા પહેલા એક્ટર હતા, જેમની ફિલ્મની એક કરોડ ટિકિટ વેચાઈ હતી.

આજે વણકહી વાર્તાઓમાં માત્ર ચાર પાસ એક્ટર-સિંગરની વાત કરીશું.....

પાંચ વર્ષની ઉંમરમાં એક્ટિંગ, ચોથા ધોરણમાં અભ્યાસ છોડી દીધો
પી.યુ. ચિનપ્પાનું પૂરું નામ પુદુકોટ્ટાઇ ઉલાગનાથ પિલ્લાઇ ચિનપ્પા. તેમનો જન્મ 5 મે, 1916ના રોજ પદુકોટ્ટાઇ, તમિળનાડુમાં થયો હતો. પિતા ઉલાગનાથ પિલ્લાઇ સ્ટેજ આર્ટિસ્ટ હતા. કમાણી એટલી નહોતી કે ઘરનું ગુજરાન ચાલી શકે. પાંચ વર્ષીય ચિનપ્પા પિતા સાથે નાટકમાં કામ કરવા લાગ્યા. આ સમયે તેમને મહિને પાંચ રૂપિયાના પગારથી બેકસ્ટેજ માટે રાખવામાં આવ્યા.

પિતાને જોઈને નાનપણથી ચિનપ્પાને પણ અભ્યાસને બદલે સ્ટેજ તથા નાટકમાં રસ વધુ હતો. ચાર ધોરણ બાદ ચિનપ્પાએ ભણવાનું બંધ કર્યું. એક્ટિંગ એટલી સારી હતી કે નાની ઉંમરમાંથી વખાણ થવા લાગ્યા હતા.

15 રૂપિયાની નોકરી ને 3 વર્ષનો કોન્ટ્રાક્ટ
8 વર્ષની ઉંમરમાં પિતાએ ચિનપ્પાને એક્ટિંગ શીખવા માટે મીનાલોક્ષણિ વિદ્યાબાલા સભા મોકલ્યા હતા. અહીંયા જાણીતા લોકો એક્ટિંગ શીખતા હતા. ચિનપ્પાને અહીંયા કોઈ કામ ના મળ્યું અને થોડાં સમયમાં જ સભા છોડી દીધી હતી. આ જ સમયે મદુરાઈ ઓરિજિનલ બોય્ઝ કંપની નાટક મંડળી પુદુકોટ્ટાઇ આવી હતી. અહીંયા મંડળીએ ચિનપ્પાને નાના-મોટા માટે મહિને 15 રૂપિયાની નોકરી આપી અને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો.

અવાજ સુરીલો હોવાથી પગારમાં પાંચ ગણો વધારો થયો
એક દિવસ કંપની હાઉસમાં ચિનપ્પા સ્ટેજ પ્લે 'સાથી અનુસાયા'માં ગીત ગાતા હતા અને કંપની હાઉસના ટોપ ફ્લોર પર કંપનીના માલિક સચ્ચિદાનંદ પિલ્લઇ બેઠા હતા. તે ચિનપ્પાના અવાજ પર એ હદે મોહિત થઈ ગયા કે તેમણે ચિનપ્પાને મળીને બીજીવાર ગીત ગાવાનું કહ્યું. સચ્ચિદાનંદે ચિનપ્પાનો પગાર 15થી વધારીને સીધો 75 કરી દીધો હતો. હવે ચિનપ્પા કંપનીના લીડ હીરો બની ગયા હતા.

જ્યારે ગાતા પૈસાનો વરસાદ થતો
બેકગ્રાઉન્ડ મ્યૂઝિકની સાથે અભિનય સામાન્ય થઈ ગયો હતો ચિનપ્પા સ્ટેજ પર પોતાના ગીતો જાતે ગાનારા એકમાત્ર હીરો હતા. તેઓ અડધો કલાક સુધી સતત પર્ફોર્મન્સ આપતા અને તેમને જોઈને દર્શકો પૈસાનો વરસાદ વરસાવતા.

અવાજ બગડ્યો તો કંપની છોડી દીધી
કંપની અવાર-નવાર સામાન્ય કારણોથી આર્ટિસ્ટને કાઢી મૂકતી હતી. ચિનપ્પાને જ્યારે લાગ્યું કે તેમનો અવાજ બદલાઈ ગયો છે તો તેમણે જાતે જ કંપની છોડી દીધી હતી. ગામડે જઈને નાના-મોટા રોલ પ્લે કરવા લાગ્યા, પરંતુ ઘરનું ગુજરાન મુશ્કેલથી ચાલતુ હતુ. ગામમાં ચિનપ્પાએ તલવારબાજી સહિતની કેટલીક બાબતો શીખી હતી. કુસ્તીમાં પણ અનેક ઈનામ જીત્યા હતા. પહેલવાની કરતા કરતા તેમણે ડ્રામા કંપની શરૂ કરી હતી.

એક દિવસે સ્ટેજ પ્લે 'ચંદ્રાકાંતા'માં ચિનપ્પાના અભિનયથી ફિલ્મ કંપનીના લોકો એ હદે ઇમ્પ્રેસ થયા કે તેમને હીરોનો રોલ મળી ગયો. આ નાટક પરથી ફિલ્મ 'ચંદ્રકાંતા' બનાવવામાં આવી. આ ફિલ્મ 1936માં રિલીઝ થઈ હતી.

વજન વધતા ફિલ્મમાં કામ કરવાનું બંધ કર્યું
પહેલવાની કરવાથી ચિનપ્પાનું વજન વધી ગયું હતું. વજન ઘટાડવા માટે ચિનપ્પાએ ફિલ્મમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. એક બાજુ ચિનપ્પાએ ફિલ્મમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું તો ફિલ્મ ક્રિટિક તેમના વજનની મજાક ઉડાવતા હતા. ક્રિટિક કહેતા કે પી.યુ. ચિનપ્પા હવે પી.યુ. પેરિયપ્પા (દાદા) બની ગયા છે.

40 દિવસ ભૂખ્યા રહ્યા
ચિનપ્પા વજન ઘટાડવા માટે 40 દિવસ સુધી ભૂખ્યા રહ્યા. 40 દિવસમાં ચિનપ્પા એકદમ ફિટ થઈ ગયા હતા.

વજન ઘટતા જ સુપરસ્ટાર બન્યા
વજન ઘટ્યા બાદ ચિનપ્પાને ફિલ્મ 'ઉથામા પુથિરન' મળી હતી. આ ફિલ્મમાં ડબલ રોલ પ્લે કર્યો હતો. આ તમિળ સિનેમાની પહેલી ડબલરોલવાળી ફિલ્મ હતી. આ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ચિનપ્પાએ પછી 'ધયાલન', 'ધરમવીરમ', 'પ્રુથિવિરાજન', 'મનોમણિ' જેવી અનેક હિટ ફિલ્મ આપી અને 40ના દાયકાના સુપરસ્ટાર બની ગયા હતા.

એક પછી એક ફિલ્મ હિટ રહી
1941માં ચિનપ્પાની 'આર્યમાલા' રિલીઝ થઈ હતી અને આ હિટ ફિલ્મ હતી. આ ફિલ્મના છ ગીતો ચિનપ્પાએ જ ગાયા હતા. એક ગીતમાં ચિનપ્પા સાત અલગ-અલગ અવતારમાં જોવા મળ્યા હતા. આમ કરનાર તેઓ પહેલા એક્ટર હતા. 3 કલાક 38 મિનિટની આ ફિલ્મ ભારતની સૌથી લાંબી ફિલ્મની યાદીમાં 9મા સ્થાને છે. આ ફિલ્મ તમિળની સૌથી લાંબી ફિલ્મની યાદીમાં ત્રીજા સ્થાને છે.

ચિનપ્પાને ચાહકો ભગવાનની જેમ પૂજતા
ચિનપ્પાની સ્પર્ધા તે સમયના સ્ટાર એમ.કે. ત્યાગારાજા ભગવતાર (MKT) સાથે હતી. બંને સાઉથમાં ભગવાનની જેમ પૂજાતા હતા. બંને કલાકારોની ફિલ્મ જ્યારે રિલીઝ થતી ત્યારે ચાહકો રસ્તા પર ઉતરી જતા. MKT જ્યારે હત્યાના આરોપમાં જેલમાં ગયા તો તેની તમામ ફિલ્મ ચિનપ્પાને ફાળે આવી હતી.

ફિલ્મ રિલીઝ થાય તો તહેવાર જેવા માહોલ જોવા મળતો
જ્યારે ચિનપ્પાની ફિલ્મ રિલીઝ થઈ તો ચાહકો દિવાળી ને પોંગલ જેવા તહેવારની જેમ ઉજવણી કરતા. કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને ટિકિટો ખરીદતા. તેમની સ્ટાઇલની કૉપી કરતા અને ઘરમાં ચિનપ્પાની તસવીરો લગાવતા. ચિનપ્પા જ્યાં પણ જાય ત્યાં ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડતા.

એક કરોડ ટિકિટ વેચાઈ
ચિનપ્પા તથા કનંબા સ્ટારર ફિલ્મ 'કન્નાગી' 1942માં રિલીઝ થઈ હતી. આ એક માયથોલોજિકલ ફિલ્મ હતી. આ ફિલ્મ ભારતના 110 શહેરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એક વર્ષ સુધી થિયેટરમાં ચાલી હતી. આ ફિલ્મની એક કરોડથી વધુ ટિકિટ વેચાઈ હતી.

કો-સ્ટાર સાથે લગ્ન કર્યા
1943માં ફિલ્મ 'પૃથ્વીવિરાજન'માં કામ કરતા ચિનપ્પાને કો-સ્ટાર એ શકુંતલા સાથે પ્રેમ થયો અને બંનેએ 5 જુલાઈ, 1944માં લગ્ન કર્યા હતા. તેમનો દીકરો પી.યુ.સી. રાજા બહાદુર પણ હતો.

તમામ પૈસા ઘર ખરીદવામાં રોક્યા
સફળતાના દિવસોમાં ચિનપ્પાને ઘર ખરીદવાનો શોખ હતો અને તે દરેક ફિલ્મમાંથી મળેલી ફીમાંથી નવું ઘર ખરીદતા. ચિનપ્પાએ પોતાના હોમટાઉન પુદુકોટ્ટાઇમાં 30 ખરીદ્યા હતા અને આ એક રેકોર્ડ હતો.

રાજાએ ઘર ખરીદવા પર બૅન મૂક્યો
ચિનપ્પાએ એક પછી એક ઘરો ખરીદવાની વાત પુદુકોટ્ટઇના રાજા રાજગોપાલા તોડાઇમનને મળી તો તેમણે વિરોધ કર્યો હતો. રાજાએ નવા ઘર ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો અને પછી ચિનપ્પાના ઘર ના વેચાય તેવો આદેશ આપ્યો હતો. રાજાના પ્રતિબંધ બાદ પણ ચિનપ્પાએ મદ્રાસ (હાલનું ચેન્નઈ)માં ઘર ખરીદવાના શરૂ કર્યાં અને એક સમયે ચિનપ્પા પાસે 50 ઘર હતા.

પત્રકાર બદનામી કરતા રહ્યા, પરંતુ જવાબ ના આપ્યો
1943માં સી.એન. લક્ષ્મીકાંત નામના પત્રકારે ફિલ્મી કલાકારો પરની 'સિનેમા થૂથુ' મેગેઝિન શરૂ કર્યું હતું. આ મેગેઝિનમાં સ્ટાર્સના પર્સનલ જીવન અંગે વાતો કરવામાં આવી અને બદનામ કરવામાં આવતા. અનેક સ્ટાર્સ લક્ષ્મીકાંતને સમાચાર ના છાપવા માટે પૈસા આપતા, પરંતુ લક્ષ્મીકાંતે સ્ટાર્સની પર્સનલ લાઇફ છાપવાનું ચાલુ રાખ્યું હતું. બિગ સ્ટાર્સે લક્ષ્મીકાંત વિરુદ્ધ ફરિયાદ કરી અને મેગેઝિન બંધ કરાવ્યું હતું. આ જ સમયે લક્ષ્મીકાંતની હત્યા કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત લક્ષ્મીકાંતે પોલીસ સ્ટેશન જઈને MKT સહિત અનેક જાણીતા સ્ટાર્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. લક્ષ્મીકાંત પોતાના મેગેઝિનમાં ચિનપ્પા અંગે ણ લખતા, પરંતુ તેમણે ક્યારેય જવાબ આપ્યો નહોતો. આ જ કારણે અન્ય હસ્તીઓને જેલની સજા થઈ અને ચિનપ્પાને છોડી મૂકવામાં આવ્યા હતા.

ગણતરીની મિનિટમાં રહસ્યમયી મોત 23 સપ્ટેમ્બર, 1951ના રોજ ચિનપ્પા નિકટના મિત્રો સાથે ફિલ્મ 'મનામગલ' જોવા ગયો હતો. રાત્રે 10 વાગ્યે ફિલ્મ પૂરી થઈ અને ચિનપ્પા મિત્રો સાથે ચાલતા ચલતા ઘર તરફ જતા હતા. રસ્તામાં તેમણે મિત્રોને કહ્યું કે તેમને ચક્કર આવે છે. થોડી મિનિટમાં જ ચિનપ્પાને લોહીની વોમિટ થઈ અને તે બેભાન થઈ ગયા. ચિનપ્પાને આ જ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા. આ સમયે તેમની ઉંમર માત્ર 34 વર્ષની હતી.

આજે પણ ચિનપ્પાનું મોત રહસ્યમય
ચિનપ્પા બેભાન થયા અને લોહીની વોમિટ થવાની વાત ડૉક્ટર સમજી શક્યા નહીં. મોત પહેલાં ચિનપ્પા ક્યારેય કોઈ બીમારી માટે હોસ્પિટલ ગયા નહોતા. અચાનક થયેલા શંકાસ્પદ મોતનું કારણ ડૉક્ટર જાણી શક્યા નહીં. જોકે, ડૉક્ટર્સે કહ્યું હતું કે મોતનું કારણ બીડી ને દારૂની લત હોઈ શકે.

ચિનપ્પાના મોત પર અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તમિળ સિનેમાના જાણીતા અરનથાઇ નારાયણ તથા રાંદોર ગાયે પણ રહસ્યમય મોતને નેચરલ મોત માનવાનો ઇનકાર કર્યો હતો. તેમણે હત્યાની આશંકા પ્રગટ કરી હતી. 24 સપ્ટેમ્બર, 1951ના રોજ ચિનપ્પાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હજારો લોકો સામેલ થયા હતા. તેમના પાર્થિવદેહને બગીચામાં દફનાવવામાં આવ્યો હતો.

પરિવાર પાયમાલ થયો
ચિનપ્પાએ પોતાની તમામ બચત ઘર ખરીદવામાં લગાવી હતી, પરંતુ પરિવાર સાથે યોગ્ય માહિતી ને ડોક્યુમેન્ટ્સ નહોતા. પ્રોપર્ટી સિવાય ચિનપ્પા પાસે કોઈ બચત નહોતી. જેમણે ચિનપ્પાના ઘરની માહિતી હતી, તેમણે પ્રોપર્ટી આંચકી લીધી હતી. કેટલીક સંપત્તિ અંગે માહિતી નહોતી.

દીકરો ફ્લોપ રહ્યો
ચિનપ્પાનો દીકરો પી.યૂ.સી રાજબહાદુરે તમિળ ફિલ્મ 'કોવિલ પુરા'થી ફિલ્મમાં કામ કર્યું હતું, પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી હતી. ત્યારબાદ રાજબહાદુરે કેટલીક ફિલ્મમાં સાઇડ રોલ કે નેગેટિવ રોલ પ્લે કર્યા હતા. રાજબહાદુરે પછી રાઇટિંગ ને ડબિંગ કરીને ઘર ચલાવ્યું હતું.

ચિનપ્પાએ જેસી ડેનિયલને મદદ કરી હતી
મલયાલી સિનેમાના પિતામહ જેસી ડેનિયલ પર બનેલી ફિલ્મ 'સેલ્યુલોઇડ'ના મતે ચિનપ્પાએ જ જેસી ડેનિયલને ફિલ્મ બનાવવામાં મદદ કરી હતી. જ્યારે જેસી પાસે પૈસા નહોતા, ત્યારે ચિનપ્પાએ તેમને પુદુકોટ્ટાઇ બોલાવ્યા અને આર્થિક મદદ કરી હતી. જોકે, ફિલ્મના મતે ચિનપ્પાએ અંતિમ સમયે જેસી ડેનિયલનો સાથ છોડી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...