શમશાદ બેગમે બોલિવૂડ છોડ્યું, કારણ ગંદકી વધી ગઈ હતી:ગાયિકા બની તો પિતાએ શરત મૂકી હતી; બુરખામાં જ ગીત ગાવાનું, ફોટો પણ ક્લિક નહીં કરાવે

એક મહિનો પહેલાલેખક: ઈફત કુરૈશી
  • કૉપી લિંક

એક બહુ જૂનું ગીત છે, પરંતુ તમે ક્યારેક ને ક્યારેક તે સાંભળ્યું હશે, 'સૈયાં દિલ મેં આના રે, આ કે ફિર ના જાના રે..' આ ગીત હિંદી સિનેમાની પહેલી પ્લેબેક સિંગર શમશાદ બેગમે ગાયું હતું. પહેલાં એક્ટર્સ પોતાનાં ગીતો જાતે જ ગાતા હતા અને કેમેરાની સામે જ ગાતા હતા. શમશાદ બેગમ અન્ય એક્ટ્રેસીસને પોતાનો અવાજ આપનાર પહેલી ગાયિકા હતાં. અંદાજે 4 હજાર ગીત ગાનાર શમશાદ બેગમનો એટલો ઠાઠ હતો કે શરૂઆતના દિવસોમાં લતા મંગેશકર, આશા ભોસલેને તેમની જેમ જ ગીત ગાવાનું કહેવામાં આવતું. તે પોતાના સમયની સૌથી મોંઘી ગાયિકા હતાં. તે સમયે સિંગર્સને 50-100 રૂપિયા મળતા, પરંતુ શમશાદ બેગમ એક હજાર રૂપિયા એક ગીતના લેતાં.

શમશાદ બેગમ રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં આવતાં હતાં. જ્યારે પિતાને ખબર પડી કે કોઈ કમ્પોઝરે ગીતની ઑફર કરી છે તો તેમણે શરત રાખી હતી કે ગીત બુરખો પહેરીને જ ગાશે અને કોઈ કેમેરા નહીં હોય. આ જ કારણ છે કે શમશાદ બેગમની જવાનીની કોઈ તસવીરો નથી. શમશાદ બેગમે પિતાની આ વાતનું જીવનભર પાલન કર્યું.

નવાઈની વાત એ છે કે રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાંથી આવતી હોવા છતાં શમશાદ બેગમે હિંદુ યુવક સાથે લગ્ન કર્યાં અને 1965માં બોલિવૂડ છોડી દીધું હતું, કારણ કે તેમને લાગતું હતું ફિલ્મી દુનિયામાં ગંદકી વધી ગઈ છે. આજે વણકહી વાર્તામાં દિગ્ગજ ગાયિકા શમશાદ બેગમની વાત...

જલિયાવાલા હત્યાકાંડના બીજા દિવસે જન્મ
14 એપ્રિલ, 1919ના રોજ જલિયાવાલા કાંડના બીજા દિવસે શહેરમાં તોફાનો થતાં હતાં, લોકો મરી રહ્યા હતા અને આ સમયે લાહોરમાં એક પંજાબી મુસ્લિમ પરિવારમાં દીકરીનો જન્મ થયો હતો અને તેનું નામ શમશાદ બેગમ રાખવામાં આવ્યું. શમશાદનો ઉછેર 8 ભાઈ-બહેનો સાથે થયો. પિતા મિયાં હુસેન બખ્શ સામાન્ય મિકેનિક તો માતા ગૃહિણી હતી.

એક ઇન્ટરવ્યૂમાં શમશાદે કહ્યું હતું, તેના પરિવારને તે ગીત ગાય તે સહેજ પણ પસંદ નહોતું, તે જ્યારે પણ ગાતી તો તેનો ભાઈ તેને મારતો.
એક ઇન્ટરવ્યૂમાં શમશાદે કહ્યું હતું, તેના પરિવારને તે ગીત ગાય તે સહેજ પણ પસંદ નહોતું, તે જ્યારે પણ ગાતી તો તેનો ભાઈ તેને મારતો.

5 વર્ષની ઉંમરમાં પ્રિન્સિપાલે પ્રતિભા ઓળખી
શમશાદ બેગમે સ્કૂલમાં એડમિશન લીધું તો તેનો અવાજ પ્રિન્સિપાલને ગમી ગયો હતો. પાંચ વર્ષીય શમશાદને સ્કૂલ પ્રેયરમાં હેડ સિંગરની જગ્યા મળી. 10 વર્ષની ઉંમરમાં સ્કૂલના કલ્ચર પ્રોગ્રામમાં તથા લગ્નમાં લોકગીત ગાવાની તક મળી. પિતાને આ વાત બિલકુલ પસંદ નહોતી. તે દીકરીના સિગિંગ કરિયર વિરુદ્ધ થયા, પરંતુ શમશાદે ગાવાનું ચાલુ રાખ્યું.

કાકાએ પરિવારની વિરુદ્ધ જઈને સપોર્ટ કર્યો
શમશાદના કાકા આમિર ખાન ગઝલ ને સંગીતના દીવાના હતા. તેમને ખ્યાલ હતો કે શમશાદ પાસે જે ટેલેન્ટ છે તે સામાન્ય નથી. કાકાએ પરિવારથી છુપાવીને શમશાદને જેનોફોન મ્યુઝિક કંપનીમાં લઈ ગયા. અહીંયાં ઓડિશન ચાલતું હતું. શમશાદનું આ પહેલું ઓડિશન હતું. શમશાદે ઓડિશનમાં બહાદુર શાહ ઝફરની ગઝલ 'મેરા યાર મુઝે મિલે અગર..' ગાવાનું શરૂ કર્યું ત્યારે મ્યુઝિક કમ્પોઝર માસ્ટર ગુલામ હૈદર ત્યાં હાજર હતા. અવાજ સાંભળતા જ તેમણે 12 ગીતનો કોન્ટ્રાક્ટ આપ્યો.

પિતાની શરત
શમશાદને ગીતો મળ્યાં તે વાતથી કાકા ખુશ હતા, પરંતુ પિતાને જ્યારે આની જાણ થઈ તો ઘરમાં હોબાળો મચી ગયો હતો. પિતાએ ચોખ્ખી ના પાડી દીધી હતી. અંતે કાકાએ સમજાવ્યા હતા. પિતાએ શરત મૂકી કે શમશાદ બુરખો પહેરીને જ ગાશે અને તેની તસવીર ક્યાંય આવવી જોઈએ નહીં. તે ફંક્શન કે પાર્ટીમાં સામેલ થશે નહીં. શમશાદે આ વાત રાઇટર ગજેન્દ્ર ખન્ના સાથે શૅર કરી હતી.

ફી 15 રૂપિયા, ઈનામ 5 હજાર મળ્યું
ગુલામ હૈદર દરેક ગીતના રેકોર્ડિંગ પર શમશાદને 15 રૂપિયા આપતા અને 12 ગીત માટે 180 રૂપિયા મળ્યા. 1932માં આ બહુ મોટી રકમ હતી. શમશાદને ઈનામ તરીકે પાંચ હજાર રૂપિયા મળ્યા હતા. જેનોફોન મ્યુઝિક કંપની મોટાભાગે પોતાનાં ગીતો હાઇ સોસાયટીના લોકો સુધી પહોંચાડતી હતી. શમશાદ એલિટ વર્ગમાં ખાસ્સી લોકપ્રિય થઈ હતી.

શમશાદના ગીતમાં જે પણ ખામી હતી તે માસ્ટર હુસેન બખ્શવાલે તથા ગુલામ હૈદરે ટ્રેનિંગ આપીને દૂર કરી હતી.
શમશાદના ગીતમાં જે પણ ખામી હતી તે માસ્ટર હુસેન બખ્શવાલે તથા ગુલામ હૈદરે ટ્રેનિંગ આપીને દૂર કરી હતી.

હિંદુ-મુસ્લિમ તોફાનોની વચ્ચે 13 વર્ષીય શમશાદને હિંદુ યુવક માટે લાગણી થઈ
શમશાદ ગીત ગાવા માટે ઘરની બહાર જવા લાગી. આસપાસના લોકો પણ તેનાં ગીતો સાંભળતા હતા. બાજુમાં રહેતો ગણપત લાલ બટ્ટો પણ શમશાદનો ચાહક હતો. એક દિવસ બંને વચ્ચે વાત થઈ, પછી મિત્રતા અને પછી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. દેશમાં હિંદુ-મુસ્લિમનાં તોફાનો હતાં. શમશાદ માત્ર 13 વર્ષની હતી તો ગણપત કાયદાનો અભ્યાસ કરનાર એક યુવક હતો.

પરિવાર અન્ય જગ્યાએ લગ્ન કરાવવા માગતો હતો
તે સમયે 14-15 વર્ષની ઉંમરમાં લગ્ન સામાન્ય વાત હતી. પરિવારે શમશાદનાં લગ્ન નક્કી કર્યાં હતાં. શમશાદે 1934માં પરિવારની વિરુદ્ધ જઈને 15 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યાં હતાં. પરિવાર આ વાતથી નારાજ થયો. લગ્ન બાદ ગણપત ને શમશાદ પોત-પોતાના ધર્મ સાથે જીવ્યાં હતાં. થોડા સમય બાદ દીકરી ઉષાનો જન્મ થયો હતો.

1937માં શમશાદને લાહોર તથા પેશાવરના ઓલ ઇન્ડિયા રેડિયોમાં ગાવાની તક મળી.
1937માં શમશાદને લાહોર તથા પેશાવરના ઓલ ઇન્ડિયા રેડિયોમાં ગાવાની તક મળી.

ફિલ્મમાં કામ મળ્યું તો પિતાએ ધમકી આપી
શમશાદ ફિલ્મમાં હિરોઈન બનવા માગતી હતી. શમશાદને હિરોઈન ઑફર મળી તો તે ખુશ હતી. જોકે, પિતાએ ફરી એકવાર શરત મૂકી કે જો ફિલ્મમાં હિરોઇન બનશે તો ગાવાની પરવાનગી મળશે નહીં. પિતાએ વચન યાદ અપાવ્યું કે તે ક્યારેય કેમેરાની સામે આવશે નહીં. અંતે શમશાદ પિતાની મરજી વિરુદ્ધ ના જઈ શકી. આ જ કારણે 1933-1970 સુધી શમશાદની કોઈ તસવીર મળતી નથી.

પ્રોડ્યુસર મહેબૂબ ખાન મુંબઈ લઈને આવ્યા, ઘર, ગાડી ને નોકર આપ્યો
40ના દાયકામાં રેડિયો પર શમશાદનાં ગીતો સાંભળીને મહેબૂબ ખાન એ હદે ઇમ્પ્રેસ થયા કે તેમણે શમશાદને મુંબઈ લાવવાનું નક્કી કર્યું. જ્યારે તે લાહોર ગયા તો પતિ ગણપતને મળ્યા અને કહ્યું કે શમશાદ મુંબઈ આવવા માની જશે તો તે ફ્લેટ, કાર, નોકર સહિતની સુવિધા આપશે. પતિ રાજી થયો, પરંતુ પિતા ફરી એકવાર જીદે ભરાયા, પરંતુ આ વખતે શમશાદ જીતી. શમશાદનાં ગીતો 'ખજાનચી', 'ખાનદાન' જેવી ફિલ્મમાં લેવામાં આવ્યાં હતાં. 'ખજાનચી'માં શમશાદનાં આઠ ગીતો હતાં. 'ચીન વિચ પા કે છલ્લા', 'મેરા હાલ દેખ કે..', 'કાનકાં દિયાં ફાસલા..' જેવાં ગીતો સામેલ છે.

લતા મંગેશકર-આશા ભોસલેને શમશાદ બેગમની જેમ ગાવાનું કહેવામાં આવતું
40ના દાયકામાં સુરૈયા, મુબારક બેગમ હિંદી સિનેમાની લોકપ્રિય ગાયિકા હતાં. તો લતા મંગેશકર તથા આશા ભોસલે પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરતાં હતાં. શમશાદની જેમ ગાવા માટે બંનેને કહેવામાં આવતું. લતા મંગેશંકરે 'આયેગા, આયેગા, આયેગા આનેવાલા..' શમશાદ બેગમની સ્ટાઇલમાં ગાયું હતું. આશા ભોસલેએ પણ 'આતી હૈ યાદ હમકો..' એ જ સ્ટાઇલમાં ગાયું હતું.

શમશાદ બેગમ દરેક ગીતના હજાર રૂપિયા લેતી
શમશાદ બેગમ પોતાના સમયની હાઇએસ્ટ પેડ સિંગર હતી. તે દરેક ગીતના એક હજાર રૂપિયા લેતી. તે સમયે અન્ય સિંગર્સની ફી 100 રૂપિયા હતી. 'કજરા મોહબ્બત વાલા..' આજે પણ લોકોને યાદ છે. શમશાદ બેગમે સી રામચંદ્ર, નૌશાદ, ઓ પી નૈય્યર સાથે ગીતો ગાયાં હતાં. તલત મહમૂદ, કે એલ સાયગલ, મોહમ્મદ રફી સાથે ડ્યુટ ગીત ગાવાની તક મળી.

રેડિયોમાં શમશાદનાં ગીતો એ હદે પસંદ કરવામાં આવ્યાં કે આ ગીતો પછી ફિલ્મમાં આવવા લાગ્યાં.
રેડિયોમાં શમશાદનાં ગીતો એ હદે પસંદ કરવામાં આવ્યાં કે આ ગીતો પછી ફિલ્મમાં આવવા લાગ્યાં.

એસડી બર્મને મદદ માગી તો ગાયું, 'સૈયા દિલ મેં આના રે..'
એસ ડી બર્મન સંઘર્ષના દિવસોમાં શમશાદને મળ્યા હતા. પહેલી ફિલ્મ 'બહાર'માં મ્યુઝિક કમ્પોઝ કરવાની તક મળી તો તે શમશાદ પાસે ગયા. એસડી બર્મનનું કમ્પોઝિશન તથા શમશાદના અવાજથી ગીત બન્યું, 'સૈયા દિલ મેં આના રે, આકે ફિર ના જાના રે..'

કિશોરકુમાર પર કરેલી ભવિષ્યવાણી સાચી પડી
ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં શમશાદની મુલાકાત કિશોરકુમાર સાથે થઈ. તે સમયે કિશોરકુમાર એક્ટર અશોકકુમારના ભાઈથી ઓળખાતા હતા. શમશાદે કિશોરકુમારને જોઈને કહ્યું હતું કે તે એક દિવસ ભાઈ કરતાં પણ વધુ લોકપ્રિય થશે.

લતા મંગેશકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'હું તેમની જેટલી લોકપ્રિયતા, સ્ટારડમ ને માન-સન્માન મેળવી શકી નહીં.'
લતા મંગેશકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'હું તેમની જેટલી લોકપ્રિયતા, સ્ટારડમ ને માન-સન્માન મેળવી શકી નહીં.'

નૌશાદને ઓફિસબોયથી સંગીતકાર બનાવ્યો
શમશાદ ઓલ ઇન્ડિયા રેડિયો (લાહોર)ની જાણીતી સિંગર હતી. તે સમયે નૌશાદ ત્યાં ઓફિસબોય તરીકે કામ કરતા હતા. સિંગર્સનું ધ્યાન રાખતાં રાખતાં તેમને પણ સંગીત અંગે ખાસ્સી સમજ આવી ગઈ હતી. થોડા સમય બાદ તે સંગીતકાર બની ગયા. જ્યારે નૌશાદને 'મંગૂ'માં ગીત કમ્પોઝ કરવાની તક મળી તો તે શમશાદ પાસે ગયા. ફિલ્મનું ગીત 'મોહબ્બત દિલ કે બસ ઇતને સે અફસાને..' તથા 'જરા પ્યાર કર લે બાબુ' હિટ રહ્યાં હતાં.

રાજ કપૂર ફિલ્મ 'આગ'માં શમશાદ પાસે ગીત ગવાડવવા માગતા હતા, પરંતુ ફી વધારે હતી. જોકે, પૃથ્વીરાજ કપૂર ને શમશાદ મિત્રો હોવાથી ઓછી ફીમાં ગાવા તૈયાર થઈ હતી.

નૌશાદની સાથે શમશાદ બેગમ.
નૌશાદની સાથે શમશાદ બેગમ.

પતિના મોત બાદ ગાવાનું બંધ કર્યું
1955માં શમશાદના પતિ ગણપતનું રોડ અકસ્માતમાં મોત થયું. પતિના મોત બાદ શમશાદે હંમેશાં માટે ગાવાનું બંધ કરી દીધું. શમશાદ માટે પરિવાર જ પ્રાથમિકતા હતી. શમશાદે દીકરીના ઉછેરમાં ધ્યાન આપ્યું. શમશાદે ઠુકરાવેલાં ગીતો લતા મંગેશકરને મળવા લાગ્યાં.

મહેબૂબ ખાનની જિદ, કમબેક ને 'મધર ઇન્ડિયા'
એક વર્ષ સુધી શમશાદ દુનિયાની નજરથી દૂર રહી. મહેબૂબ ખાનને 'મધર ઇન્ડિયા' માટે માત્ર ને માત્ર શમશાદ બેગમ જ જોઈતી હતી. શમશાદે ના પાડી, પરંતુ મહેબૂબ ખાન સામે તેનું કંઈ ના ચાલ્યું. સફેદ સાડી પહેરીને શમશાદે 'પીયા કે ઘર આજ પ્યારી દુલ્હનિયા ચલી' જ્યારે રેકોર્ડ થયું ત્યારે સ્ટુડિયોમાં હાજર તમામની આંખો ભીની હતી. ફિલ્મનાં અન્ય ગીતો 'દુઃખ ભરે દિન બીતે રે ભૈયા', 'હોલી આઈ રે' લોકપ્રિય થયાં હતાં.

'મુગલ-એ-આઝામ'નું ગીત 'તેરી મહફિલ મેં કિસ્મત આઝમા કે હમ ભી દેખેંગે..' શમશાદ ને લતા મંગેશકરે સાથે મળીને ગાયું હતું.
'મુગલ-એ-આઝામ'નું ગીત 'તેરી મહફિલ મેં કિસ્મત આઝમા કે હમ ભી દેખેંગે..' શમશાદ ને લતા મંગેશકરે સાથે મળીને ગાયું હતું.

શમશાદે છેલ્લે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'મેં ક્યારેય કોઈની પાસે કામ માગ્યું નથી. જ્યારે ન્યૂકમર્સે મદદ માગી તો મેં એમ નહોતું કહ્યું કે મારી પાસે ગીત ગવડાવજો. ગીતો માત્ર ભગવાન આપે છે, કમ્પોઝર્સ નહીં. દરેક પોતાનું નસીબ લઈને જ જન્મ્યું હોય છે. (ફિલ્મફેર મેગેઝિન)

રિટાયર બાદ કહ્યું હતું, 'ઇન્ડસ્ટ્રીમાં બહુ જ ગંદકી છે'
1965માં શમશાદ બેગમે હંમેશાં માટે બોલિવૂડને અલવિદા કહ્યું હતું. ઓફિશયલી રિટાયર થયા બાદ પણ કમ્પોઝર શમશાદ બેગમના ઘરે જતા. તેઓ મુંબઈના પોશ વિસ્તારમાં દીકરી ઉષા ને જમાઈ લેફ્ટનન્ટ કર્નલ યોગેશ સાથે રહેતાં. વર્ષો બાદ ફિલ્મફેર મેગેઝિનને કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં બહુ જ ગંદકી થઈ ગઈ હોવાથી કામ કરવાનું બંધ કર્યું.

દીકરીને ક્યારેય સિંગર બનવા દીધી નહીં
શમશાદની દીકરી ઉષા હંમેશાંથી સિંગર બનવા માગતી હતી, પરંતુ શમશાદે ક્યારેય પરવાનગી આપી નહીં. શમશાદે બોલિવૂડ વિરુદ્ધ નિવેદનો પણ આપ્યાં હતાં.

2009માં પદ્મભૂષણ અવૉર્ડથી સન્માનિત
2009માં પદ્મભૂષણ અવૉર્ડથી સન્માનિત

6 વર્ષ સુધી શમશાદને મરી ગઈ હોવાનું માનતા
1998માં સમાચાર આવ્યા હતા કે શમશાદ બેગમ ગુજરી ગયાં. જોકે, 2004માં એ વાત સામે આવી કે 1998માં જે શમશાદ બેગમ ગુજરી ગયાં તે બોલિવૂડ એક્ટ્રેસ સાયરાબાનોનાં દાદી હતી. 2013માં જ્યારે શમશાદનું અવસાન થયું ત્યારે ગણ્યાગાંઠ્યા લોકોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે તમે તમારા મનમોહક અવાજથી સંગીત પ્રેમીઓનું દિલ જીત્યું. તમે વર્ષો સુધી યાદ રહેશો.

સ્કેચઃ ગૌતમ ચક્રવર્તી

અન્ય સમાચારો પણ છે...